છે કે તું તારા જ્ઞાયક ચિદાનંદસ્વરૂપની
સન્મુખ થા; પરને ફેરવવાની બુદ્ધિ મિથ્યા છે.
ગમે તે પડખેથી વાત કરી હોય, સર્વજ્ઞ
તરફથી વાત કરી હોય કે ક્રમબદ્ધ–પર્યાયની
વાત હોય, છ દ્રવ્યની વાત હોય કે નવતત્ત્વની
વાત હોય, નિશ્ચય–વ્યવહારની વાત હોય કે
ઉપાદાન–નિમિત્તની વાત હોય, દ્રવ્ય–ગુણ–
પર્યાયની વાત હોય કે બાર ભાવનાની વાત
હોય.–બધી વાતમાં મૂળ તાત્પર્ય તો સંતોને
આ જ બતાવવું છે કે હે જીવ! તારા
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તે તરફ તું
વળ! “હું તો જ્ઞાનપિંડ છું, જ્ઞાન સિવાય
અન્ય પદાર્થોનું કિંચિત્માત્ર કર્તૃત્વ મારામાં
નથી.”–જ્યાં સુધી જીવ આવો નિર્ણય ન કરે
ત્યાં સુધી તેને હિતનો માર્ગ હાથ આવે નહિ,
ને દિગંબર સંતોએ શાસ્ત્રમાં શું કહ્યું છે તેની
તેને ખબર પડે નહિ.