Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 25

background image
વર્ષ ૧પ મું
અંક ૧૦ મોે
શ્રાવણ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૭
આત્મા ઝણઝણી ઊઠે છે
આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ
સુખ છે–
આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં
આત્માર્થી જીવનો આત્મા ઝણઝણી ઊઠે છે કે વાહ! આ
ભવરહિત વીતરાગી પુરુષની વાણી! આત્માના
પરમશાંતરસને બતાવનારી આ વાણી અપૂર્વ
છે...વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે...ભવરોગનો
નાશ કરનાર એ અમોઘ ઔષધ છે.