Atmadharma magazine - Ank 177
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
દસ લક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ
પાંચમ ને બુધવારથી શરૂ કરીને, ભાદરવા સુદ ૧૪
ને શુક્રવાર સુધીના દસ દિવસો દસલક્ષણી ધર્મ
અર્થાત્ પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો
દરમિયાન ઉત્તમ ક્ષમાદિ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના
ખાસ પ્રવચનો થશે.
‘આત્મધર્મ’ ના વાચકોને
‘આત્મધર્મ’ દરેક અંગ્રેજી મહિનાની આખર તારીખે પ્રગટ કરવામાં આવે છે, એટલે તે આપને દરેક અંગ્રેજી
મહિનાની લગભગ પાંચમી તારીખ સુધીમાં મળી જશે, જો ત્યારબાદ આપને ‘આત્મધર્મ’ ન મળે તો તે અંગેની
ફરિયાદ કરવી.
‘આત્મધર્મ’ ની વ્યવસ્થા કે લવાજમને અંગે ‘આત્મધર્મ’ કાર્યાલય–સોનગઢના શીરનામે પત્રવ્યવહાર કરવો.
‘આત્મધર્મ’ નું વાર્ષિક લવાજમ રૂા. ચાર લેવામાં આવે છે.
સિદ્ધોના સુખનો સ્વીકાર
અહા! સિદ્ધ ભગવંતો વિષયાતીત અતીન્દ્રિય આત્મિક સુખને અનુભવે છે.
ઇન્દ્રિય તરફના વલણમાં કે ઇન્દ્રિયવિષયોમાં જે જીવ સુખ માને છે તે જીવ મુક્તિના વિષયાતીત અતીન્દ્રિય
સુખને સ્વીકારી શકતો નથી.
અને
જે જીવ, ‘કેવળી ભગવંતોને ઇન્દ્રિયો વગર જ આત્માનું અતીન્દ્રિય સુખ છે’–એમ સ્વીકારે છે તે જીવ
ઇન્દ્રિયવિષયોમાં કદી સુખ માનતો નથી.
ઇન્દ્રિયવિષયની સન્મુખ રહીને સિદ્ધોના અતીન્દ્રિય સુખનો વાસ્તવિક સ્વીકાર થઈ શકતો નથી.
અતીન્દ્રિય સ્વભાવની સન્મુખ થઈને, અતીન્દ્રિય સુખના અંશનો સ્વાદ ચાખીને જ સિદ્ધોના અતીન્દ્રિય સુખનો
વાસ્તવિક સ્વીકાર થાય છે. અને એ રીતે જેઓ સિદ્ધ ભગવંતોના અતીન્દ્રિય સુખનો આનંદથી સ્વીકાર કરે છે તેઓ
આસન્નભવ્ય છે એટલે કે નીકટ–મોક્ષગામી છે.
પ્રતિકૂળ સંયોગ અને આત્માની સમજણ
પ્રશ્નઃ– પ્રતિકૂળતાનું દુઃખ ટળે તો આત્માની સમજણ થાય?–એ વાત બરાબર છે?
ઉત્તમઃ– ના; પ્રથમ તો, પ્રતિકૂળતાને દુઃખ માનવું તે જ ભૂલ છે. પ્રતિકૂળ સંયોગનું દુઃખ નથી પણ મોહનું દુઃખ
છે. ‘પ્રતિકૂળતા તેટલું દુઃખ’ એમ નથી પણ ‘જેટલો મોહ તેટલું દુઃખ’ એમ સિદ્ધાંત છે.
બીજું–પ્રતિકૂળતાનું દુઃખ મટે તો આત્માની સમજણ થાય–એમ નહિ. પરંતુ આત્માની સમજણ કરે તો દુઃખ
મટે, એટલે ગમે તેવી પ્રતિકૂળતા હોય તોપણ તેમાં તે દુઃખ ન માને; આત્માની સમજણ થતાં બહારની પ્રતિકૂળતા તો
ટળે કે ન પણ ટળે, પરંતુ તે પ્રતિકૂળતાના પ્રસંગ વખતેય આત્માના અતીન્દ્રિય સુખનું આસ્વાદન (અમુક અંશે) વર્તે
જ છે, માટે પ્રતિકૂળતાથી ડરીને આત્માની સમજણના ઉદ્યમમાં હતાશ થવું તે યોગ્ય નથી, પરંતુ ગમે તેવી પ્રતિકૂળતાથી
પણ ન ડરતાં, નિર્ભયપણે આત્માની સમજણનો ને અનુભવનો એકધારો ઉદ્યમ કરવો તે જ દુઃખ મટવાનો ને સુખી
થવાનો ઉપાય છે.