પણ ઉપાડયા નથી; ચિદાનંદસ્વભાવનું સ્વામીપણું છોડીને એક સેકંડ પણ રાગના કે પરના સ્વામી તે થયા જ નથી.
આ (પોતાના) શરીરના પણ સ્વામી પોતાને નથી માનતા; ખભે મડદું પડયું છે તે વખતે પણ આત્મામાં તો
સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોને જ ઊપાડયા છે-તેના જ સ્વામીપણે વર્તે છે.
વિરુદ્ધ છે. જે કરે છે તે તો કર્તા જ છે; રાગાદિનો કર્તા પણ થાય ને જ્ઞાતા પણ રહે-એમ બનતું નથી. અહીં
તો એવી અંર્તદ્રષ્ટિની અપૂર્વ વાત છે કે મારે મારા જ્ઞાયકસ્વભાવ સાથે જ સ્વ-સ્વામિત્વ સંબંધ છે પર
સાથે મારે સંબંધ છે જ નહિ-એમ જાણીને જ્ઞાયકસ્વભાવના આશ્રયે પરિણમનાર જીવ સમ્યગ્દર્શનાદિ નિર્મળ
ભાવો સાથે જ એકપણે પરિણમે છે, ને રાગાદિ સાથે એકપણે કર્તા થઈને એ પરિણમતો જ નથી માટે તે
અકર્તા છે. ને આત્માના આવા સ્વભાવને જે ઓળખે તે ધર્માત્માને દેવ-ગુરુ-શાસ્ત્રનો તેમજ પોતાના ગુણ-
દોષ વગેરેનો બરાબર વિવેક થઈ જાય; તેને ક્યાંય સ્વચ્છંદ કે મુંઝવણ ન થાય. ધર્માત્માની દશા જ કોઈ
ઓર થઈ જાય છે! બહારથી જોનારા જીવો એને ઓળખી શકતા નથી.
જાનકીને દેખી? દેખી હોય તો મને કહે. ત્યારે પોતાના શબ્દનો પડઘો પડતાં જાણે કે પર્વતે કાંઈક જવાબ
દીધો-એમ લાગે છે. આવી દશા વખતે રામચંદ્રજી જ્ઞાની-વિવેકી-ધર્માત્મા છે, અંર્તદ્રષ્ટિમાં સીતાનું કે સીતા
પ્રત્યેના રાગનું સ્વામીપણું માનતા નથી, પણ જ્ઞાનના જ સ્વામીપણે પરિણમે છે. મારા આત્માની સંબંધશક્તિ
એવી છે કે નિર્મળભાવ જ મારું સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું; પણ સીતા મારું સ્વ ને હું તેનો સ્વામી,
અથવા રાગ કે શોકપરિણામ તે મારું સ્વ ને તેનો સ્વામી-એવો સંબંધ મારા સ્વભાવમાં નથી, એમ તે જાણે
છે. અજ્ઞાનીને સ્ત્રીઆદિનો વિયોગ થતાં કદાચિત તે ખેદ ન કરે ને શુભ રાગથી સહન કરી લ્યે, પણ તેના
અભિપ્રાયમાં એમ છે કે ‘આ રાગ મારું સ્વ ને હું તેનો સ્વામી,’ અથવા ‘સ્ત્રી મારી હતી ને ગઈ છતાં મેં
સહન કર્યું.’-એટલે તેનો અભિપ્રાય જ મિથ્યા છે, તેના અભિપ્રાયમાં અનંતા રાગનું ને અનંતી સ્ત્રી વગેરેનું
સ્વામીત્વ પડયું છે. જ્ઞાનીને શોક પરિણામ થાય તે વખતે પણ ‘હું જ્ઞાયક જ છું’ એવી દ્રષ્ટિ છૂટતી નથી
એટલે આખા જગતનું ને વિકારનું સ્વામીપણું તેને છૂટી ગયું છે. સ્વભાવના આશ્રયે જે નિર્મળપર્યાય પ્રગટી
તે ‘સ્વ’ અને આત્મા પોતે તેનો સ્વામી-આ રીતે છેલ્લી સંબંધશક્તિમાં દ્રવ્યપર્યાયની એક્તા બતાવીને
આચાર્યદેવે ૪૭ શક્તિઓ પૂરી કરી છે. ‘આ નિર્મળપર્યાય મારું સ્વ, ને હું આનો સ્વામી’ એમ સ્વ-
સ્વામીરૂપ બે ભેદના વિકલ્પનો આ વિષય નથી. અહીં ‘સ્વ’ ને ‘સ્વામી’ એવા બે ભેદ બતાવવાનો આશય
નથી, પણ પોતાના દ્રવ્ય-પર્યાયની એક્તારૂપ પરિણમન બતાવવું છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ
રાખીને સ્વભાવ સાથે એક્તારૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તેમાં જ આત્માની શોભા છે.
આત્મા પોતે પોતાના સ્વભાવમાં એક્તા કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે તેમાં આત્માની શોભા
છે; પરંતુ પરના સંબંધથી આત્માને ઓળખાવવો તેમાં આત્માની શોભા નથી, માટે હે જીવ! પરનો સંબંધ
તોડીને તારા જ્ઞાયકસ્વભાવમાં જ એકત્વ કર. જ્ઞાયકસ્વભાવમાં એકતા કરીને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
પ્રગટયાં તે તારા સ્વ-ભાવ છે, ને તું જ તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-
સ્વામીસંબંધ નથી.