Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૩ઃ
સ્વ-સ્વામીપણું છે, વિકાર સાથે પણ સ્વ-સ્વામીપણું નથી. સ્વભાવમાં વળીને એકાગ્ર થયો ત્યાં આત્મા પોતે જ
પોતાના શુદ્ધભાવનો જ સ્વામી છે, એ સિવાય બીજાનો સ્વામી પોતે નથી, કે પોતાનો સ્વામી બીજો નથી. પોતાના
સ્વભાવ સાથે એક્તારૂપ સંબંધ કરીને તેનું સ્વામીપણું જીવે કર્યું નથી ને પરનું સ્વામીપણું માન્યું છે. જો આ
‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વરૂપ સંબંધશક્તિ’ ને ઓળખે તો પર સાથેનો સંબંધ તોડે ને સ્વભાવમાં એક્તારૂપ
સ્વ-સ્વામિત્વસંબંધ કરે એટલે સાધકદશા થાય.
આત્માને સ્વ-સ્વામિપણાનો સંબંધ માત્ર પોતાના સ્વભાવ સાથે જ છે. જો એમ ન હોય ને પર સાથે પણ
સંબંધ હોય તો, પર સાથેનો સંબંધ તોડી, સ્વભાવમાં એક્તા કરીને શાંતિનો અનુભવ થઈ શકે નહિ,-પરથી જુદો
પડીને પોતાના સ્વરૂપમાં સમાઈ જઈ શકે નહિ. પરંતુ પરથી વિભક્ત ને સ્વરૂપમાં એકત્વ થઈને આત્મા પોતામાં
જ પોતાની શાંતિનું વેદન કરી શકે છે, કેમકે તેને પોતાની સાથે જ સ્વ-સ્વામીપણાનો સંબંધ છે. પોતાના શાંતિના
વેદન માટે આત્માને પરનો સંબંધ કરવો પડતો નથી. સ્વશક્તિના બળે, પરના સંબંધ વગર એકલા સ્વમાં જ
એક્તાથી આત્મા પોતાની શાંતિનો અનુભવ કરે છે.
સ્વમાં એકત્વ ને પરથી વિભક્ત એવો આત્માનો સ્વભાવ છે; છ કારક અને એક સંબંધ એ સાતે
વિભક્તિવડે આચાર્યદેવે આત્માને પરથી વિભક્ત બતાવ્યો છે. સંબંધશક્તિ પણ આત્માનો પર સાથે સંબંધ નથી
બતાવતી પણ પોતામાં જ સ્વ-સ્વામી-સંબંધ બતાવીને પર સાથેનો સંબંધ તોડાવે છે, એ રીતે પરથી ભિન્ન
આત્માને બતાવે છે. જેણે બધાથી વિભક્ત આત્માને જાણ્યો તેણે બધી વિભક્તિ જાણી લીધી.
પરના સંબંધથી ઓળખતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાતું નથી. કરોડ-પતિ, લક્ષ્મી-પતિ,
પૃથ્વી-પતિ, ભૂ-પતિ, સ્ત્રીનો પતિ-એમ કહેવાય છે, પણ ખરેખર આત્મા તે લક્ષ્મી, પૃથ્વી કે સ્ત્રી વગેરેનો
સ્વામી નથી, આ શરીરનો-સ્વામી પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનદર્શન-આનંદરૂપ સ્વ-ભાવોનો જ
સ્વામી છે, ને તે જ આત્માનું ‘સ્વ’ છે. સ્વ તો તેને કહેવાય કે જે સદાય સાથે રહે, કદી પોતાથી જુદું ન
પડે. શરીર જુદું પડે છે, રાગ જુદો પડે છે પણ જ્ઞાન-દર્શન-આનંદ આત્માથી જુદા નથી પડતા, માટે તેની
સાથે જ આત્માને સ્વ-સ્વામીસંબંધ છે.
જેમ, આત્મામાં જીવનશક્તિ જો ન હોય તો દસ જડ પ્રાણના સંયોગ વગર તે જીવી શકે નહિ પરંતુ
આત્મામાં જીવનશક્તિ હોવાથી સિદ્ધ ભગવંતો દસ પ્રાણ વગર જ એકલા ચૈતન્ય પ્રાણથી જ જીવે છે, ને એ
પ્રમાણે બધાય આત્મામાં જીવનશક્તિ છે. તેમ આત્માની સંબંધશક્તિથી જો માત્ર પોતાની જ સાથે સ્વ-
સ્વામીત્વસંબંધ ન હોય ને પર સાથે પણ સ્વ-સ્વામીત્વસંબંધ હોય તો આત્મા પરના સંબંધ વગર રહી શકે
નહિ; પરંતુ દેહ-રાગાદિ પરના સંબંધ વગર જ એકલા સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ સંબંધથી અનંતા સિદ્ધ
ભગવંતો શોભી રહ્યા છે; બધાય આત્માનો એવો જ સ્વભાવ છે. પર સાથે સંબંધથી ઓળખાવવો તેમાં
આત્માની શોભા નથી. પંચેન્દ્રિય જીવ, રાગી જીવ, કર્મથી બંધાયેલો જીવ-એમ પર સાથેના સંબંધથી
ભગવાન આત્માને ઓળખાવવો તે તેની મહત્તાને લાંછન લગાડવા જેવું છે, એટલે કે એ રીતે પરના
સંબંધથી ભગવાન આત્મા ખરા સ્વરૂપે ઓળખાતો નથી. આત્મા તો પોતાના જ્ઞાયક સ્વભાવનો જ સ્વામી
છે, ને તે જ તેનું સ્વ છે; તે જ્ઞાયકસ્વભાવથી આત્માને ઓળખવો તેમાં જ તેની શોભા છે.
ઇન્દ્રિયો વગેરે પર સાથેનો સંબંધ તોડીને આવા આત્માનો અનુભવ કરે ત્યારે સર્વજ્ઞભગવાનની
નિશ્ચય સ્તુતિ કરી કહેવાય; સર્વજ્ઞભગવાનની નિશ્ચય સ્તુતિનો સંબંધ સર્વજ્ઞ સાથે નથી પણ પોતાના
આત્મસ્વભાવની સાથે જ છે. જ્યાંસુધી સર્વજ્ઞ ઉપર જ લક્ષ રહે ને પોતાના આત્મસ્વભાવમાં લક્ષ ન કરે
ત્યાંસુધી સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થતી નથી. પોતાનો આત્મા જ સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ છે-એમ
પ્રતીતમાં લઈને સ્વભાવ સાથે જેટલી એક્તા કરે તેટલી સર્વજ્ઞ-ભગવાનની નિશ્ચય સ્તુતિ છે; અને સર્વજ્ઞ
તરફના બહુમાનનો ભાવ રહે તે વ્યવહારસ્તુતિ છે.
જેમ પુત્રને માતા સાથે સંબંધ છે, સ્ત્રીને પતિ સાથે સંબંધ છે, તેમ ધર્મને કોની સાથે સંબંધ છે? ધર્મનો
સંબંધ કોઈ બીજા સાથે નથી, પણ ધર્મી એવા પોતાના આત્મા સાથે જ ધર્મનો સંબંધ છે.
શું ભગવાનના આત્મા સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.
શું મહાવિદેહ વગેરે ક્ષેત્રની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.