શત્રુતા માને છે; આ રીતે પરને મિત્ર કે શત્રુ માનતો હોવાથી રાગ-દ્વેષનો તેનો અભિપ્રાય છૂટતો નથી, ને
વીતરાગી શાંતિ તેને થતી નથી. પણ જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વીતરાગી
અમૃતનું તે પાન કરે છે ત્યારે પોતાને સદા જ્ઞાનસ્વરૂપે જ દેખે છે, ને જ્ઞાનસ્વરૂપમાં કોઈને મિત્ર કે શત્રુ
તરીકે તે માનતો નથી; અહા! હું તો જ્ઞાનમૂર્તિ છું, જ્ઞાનસ્વભાવની ભાવનામાં રાગ-દ્વેષ છે જ નહિ; તો રાગ
વગર હું કોને મિત્ર માનું? ને દ્વેષ વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો રાગ-દ્વેષમાં છે, જ્ઞાનમાં
મિત્ર-શત્રુ કેવા? જ્ઞાનમાં રાગ-દ્વેષ નથી, તો રાગ-દ્વેષ વગર મિત્ર કે શત્રુ કેવા? આ રીતે જ્ઞાનભાવનારૂપે
પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા ચિદાનંદ-સ્વરૂપને દેખતાં વેંત જ રાગ-દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે
જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી, જગતથી ભિન્ન મારું જ્ઞાનાનંદસ્વરૂપ જ મને ભાસે છે.
જુઓ, આવા આત્મસ્વરૂપની ભાવના તે જ વીતરાગી સમાધિનો ઉપાય છે, ને વીતરાગી સમાધિ તે જ
ભવઅંતનો ઉપાય છે, માટે વારંવાર આવા આત્મસ્વરૂપની ભાવના કરવી તે તાત્પર્ય છે.
ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।।१३२।।
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે.