Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૮
પરાશ્રયપણું ક્યાં રહે છે!! જગતમાં બીજી પરચીજોનું અસ્તિત્વ હો ભલે, પણ
તેનું સત્પણું તેનામાં છે, આત્મામાં નથી. માટે પરને લીધે કાંઈ આત્માનું સત્પણું
નથી કે પરને લીધે આત્માની પર્યાય નથી; તેમજ આત્માને લીધે પરનું સત્પણું કે
પરની પર્યાય નથી.
અહા! આત્મા તો જગતથી જુદો પરમ શાંત અતીન્દ્રિયરસનો સાગર છે; તેને
ચૂકીને રાગના રસમાં રોકાવું તે સંસાર છે. અને અંતર્મુખ થઈને શાંતરસસ્વરૂપ
આત્માનું સ્વસંવેદન કરવું તે મુક્તિનો માર્ગ છે.
શરીરની માંદગી વગેરે જે કાંઈ થાય તે શરીરમાં-પુદ્ગલમાં છે, જીવમાં નથી, તો
તેને કારણે આત્માની પરિણતિ અટકે કે બગડે કે ઢીલી પડે એમ નથી. અરે, ચૈતન્યની
પ્રભુતામાં પરની સત્તા જ નથી, તો પર તેને શું કરે? પણ પરને લીધે મારું કંઈ થાય
ને મારે લીધે પરનું કંઈ થાય-એવી ભ્રમણા જીવને અંતર્મુખ થવા દેતી નથી, અને
અંતર્મુખતા વગર આત્મશાંતિનું વેદન થતું નથી ને બહિર્ભાવોમાં જ તે ભટકે છે.
આત્મા જ્ઞાતા છે, પદાર્થો જ્ઞેય છે; બંને સત્ છે પણ જ્ઞાતામાં પરજ્ઞેયો નથી.
સ્વનું સ્વપણે અસ્તિત્વ છે, પરનું પરપણે અસ્તિત્વ છે, સ્વ-પરની એકબીજામાં
નાસ્તિ છે, આવું સમજીને, પરથી ભિન્ન એવા સ્વમાં અંતર્મુખ થતાં ઉપાદાન-
નિમિત્તના ને નિશ્ચય-વ્યવહારના બધાય ખુલાસા થઈ જાય છે, ક્યાંય નિમિત્તાધીન
બુદ્ધિ કે પરાધીનબુદ્ધિ રહેતી નથી, સ્વરૂપની અંતર્મુખતામાં પરમ શાંતરસરૂપ
અમૃતનું વેદન થાય છે.
આવું અનેકાન્તનું ફળ હોવાથી અનેકાન્ત તે અમૃત છે.
એ અમૃતને પૂ. ગુરુદેવના સ્વહસ્તાક્ષરમાં પીરસીએ તો-

હે આત્માર્થી બંધુઓ! ..
પૂ. ગુરુદેવે વહેવડાવેલી અમૃતધારાનું પાન કરો..
.. એ અમૃતરસના પાનથી અમર પદની પ્રાપ્તિ થશે.