બંગદેશની મિથિલાનગરીમાં નમિનાથસ્વામી અપરાજિન વિમાનથી અવતર્યા છે, અને તેઓ પુણ્યો દયથી
એકવીસમાં તીર્થંકર થનાર છે......અત્યારે તેઓ વનવિહારમાં વર્ષાઋતુની શોભા નીહાળી રહ્યા છે અને
દેવોદ્વારા લાવેલી વસ્તુઓનો ઉપભોગ કરી રહ્યા છે.....એટલે કે હજી તેઓ ગૃહસ્થાવસ્થામાં છે.
વિદેહક્ષેત્રમાં શ્રી અપરાજિત તીર્થંકરના શ્રીમુખેથી જ્યારે નમિનાથ તીર્થંકર સંબંધી આ વાત નીકળી ત્યારે
ઉપરોક્ત બે દેવો પણ ત્યાં ભગવાનના શ્રીમુખથી આ વાત સાંભળીને આશ્ચર્ય અને ભક્તિપૂર્વક તેઓ
નમિનાથ તીર્થંકરના દર્શન કરવા માટે ભરતક્ષેત્રમાં આવ્યા હતા.
ત્યાંથી તપશ્ચરણ કરીને સૌધર્મસ્વર્ગમાં દેવ થયા છીએ......દેવ થયા બાદ બીજે જ દિવસે અમે,
વિદેહક્ષેત્રના અપરાજિત તીર્થંકરના કેવળ કલ્યાણકની પૂજા કરવા આવ્યા.....અને ત્યાં ભગવાનના
વચનમાં આપની કથા સાંભળીને અમે ઘણા પ્રસન્ન થયા....અને કૌતુકવશ પૂજનીય એવા આપના દર્શન
કરવા આવ્યા....હોનહાર તીર્થંકર એવા આપના સાક્ષાત્ દર્શનથી અમને મહા આનંદ થયો.– એમ કહીને
તે દેવોએ ફરીફરીને ભગવાનની સ્તુતિ કરી.
તથા તેમની સાથેનો પોતાનો પૂર્વભવનો સંબંધ, તેનું સ્મરણ કરીને વારંવાર સંસારથી
વિરક્તભાવના ચિંતવવા લાગ્યાઃ અહા! પૂર્વ ભવે અપરાજિત તીર્થંકર અને હું– અમે બંને
અપરાજિત વિમાનમાં સાથે હતા......આ જીવે પોતાને પોતાના જ દ્વારા બંધનવડે બરાબર જકડીને
અનાદિકાળથી શરીરરૂપી જેલખાનામાં પૂરી રાખ્યો છે....અને જેમ પીંજરામાં પુરાયેલું પાપી પક્ષી દુઃખી
થાય છે. અથવા ગજસ્તંભ સાથે બંધાયેલો હાથી દુઃખી થાય છે, તેમ આ આત્મા નિરંતર દુઃખી થાય
છે...સંસારભ્રમણમાં જો કે તે અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે તોપણ તે દુઃખોમાં રાગ કરે છે. વિષ્ટાના
કીડાની માફક ઈંદ્રિયવિષયોમાં આસકત રહેતો થકો અપવિત્ર પદાર્થોમાં તૃષ્ણા કરે છે. જો કે આ પ્રાણી
મૃત્યુથી તો ડરે છે પરંતુ તેની તરફ જ દોડે છે, દુઃખોથી છૂટવા ચાહે છે પરંતુ તેનો જ સંચય કરે છે. અરે!
મહાદુઃખની વાત છે કે આર્ત્ત અને રોદ્રધ્યાનવડે ઉત્પન્ન થયેલી તીવ્ર તૃષ્ણાથી જીવોની બુદ્ધિ વિપરીત થઈ
ગઈ છે, અને તેઓ પાપના ફળથી દુઃખી થતા થકા વિસામા વગર ચાર ગતિના ભવોમાં ભ્રમણ કરી રહ્યા
છે. અરે, અભીષ્ટ અર્થનો ઘાત કરનારી આ અનાદિ કાળથી ચાલી આવતી મૂઢતાને ધિક્કાર
હો.......વૈરાગ્યપૂર્વક નમિનાથ પ્રભુ વિચારે છે કેઃ અરે, આવો સંસાર ક્ષણમાત્ર પણ ઈચ્છવા જેવો નથી.
આ સમસ્ત સંસાર તરફનું વલણ છોડીને હવે અમે શુદ્ધ રત્નત્રય અંગીકાર કરશું ને તેના વડે અમારી
આત્મસાધના પૂરી કરશું.....
લૌકાન્તિક દેવોએ આવીને ભગવાનની સ્તુતિ–પૂજાપૂર્વક તેમના વૈરાગ્યનું અનુમોદન કર્યું..... ભગવાને
રાજ્યભાર સુપ્રભ નામના પુત્રને સોંપી દીધો......ત્યારબાદ દેવોએ દીક્ષા કલ્યાણક સંબંધી અભિષેક કર્યો
અને ઉત્તરકુરુ નામની સુંદર પાલખીમાં બેસીને ભગવાન ચૈત્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં......ત્યાં જેઠ
વદ દસમના રોજ (–બરાબર જન્મકલ્યાણક દિવસે) સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને નમિનાથ ભગવાન
સ્વયં દીક્ષિત થયા...... ભગવાનની સાથે સાથે