ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૧
બીજા એક હજાર રાજવીઓએ પણ સંયમ દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે આત્મધ્યાનમાં એકાગ્ર થતાં
ભગવાનને મનઃપર્યય જ્ઞાન પ્રગટયું.
મુનિદશામાં નવ વર્ષ વીત્યા બાદ માગસર સુદ અગીઆરશે પોતાના દીક્ષાવનમાં જ ધ્યાનસ્થ
ભગવાનને કેવળજ્ઞાન થયું અને દેવોએ કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કર્યો. ભવ્યજીવોને મોક્ષમાર્ગનો
ઉપદેશ કરતા થકા ભગવાન નમિનાથ તીર્થંકર અનેક દેશોમાં વિચર્યા...જ્યારે એક મહિનો આયુષ્ય બાકી
રહ્યું ત્યારે તેઓ સમ્મેદશિખર ઉપર આવીને બિરાજમાન થયા.....અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે
પ્રતિમાયોગ ધારણ કરીને ચૈત્ર વદ ચોદસની રાત્રે પ્રભુજી મોક્ષ પધાર્યા.–તે શ્રી નમિનાથ તીર્થંકર અમને
પણ મોક્ષલક્ષ્મી પ્રદાન કરો.
(–મહાપુરાણના આધારે)
હવે પછી.....!
હવે પછી પ્રસિદ્ધ થનારી ચિત્રકથામાં
આદિનાથ પ્રભુને જુગલીયાનાં ભવમાં
સમ્યક્ત્વ–પ્રાપ્તિના પ્રસંગનું ભાવવાહી
આલેખન આવશે.
અજીવનો સ્વામી અજીવ હોય
“ જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ
થાય, ને હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે
સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે–લાચારીથી પણ મને
અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયકભાવ જ સ્વ છે, ને તેનો જ હું
સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને
નહિ પરિગ્રહું”–આ પ્રમાણે જાણતો થકો ધર્મીજીવ પરદ્રવ્યને જરા પણ
પોતાનું માનતો નથી, પરથી અત્યંત ભિન્ન જ્ઞાયકસ્વભાવપણેજ પોતાને
અનુભવે છે. તેથી તેને નિશ્ચય છે કે–
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે.
આચાર્યદેવ કહે છે કેઃ જો તું અજીવને પોતાનું માનીને તે અજીવનો સ્વામી
થવા જઈશ તો તું અજીવ થઈ જઈશ! એટલે કે જીવતત્ત્વ તારી શ્રદ્ધામાં નહિ રહે.
માટે હે ભાઈ! જો તું તારી શ્રદ્ધામાં તારા જીવતત્ત્વને જીવતું રાખવા માંગતો હો
તો તારા આત્માને જ્ઞાયકસ્વભાવી જ જાણીને તેનો જ સ્વામી થા, ને બીજાનું
સ્વામીપણું છોડ.