સોળમા વર્ષની શરૂઆતમાં
આત્માનો ધર્મ દર્શાવનારી પૂ. ગુરુદેવની વાણીના એક
નાનકડા ઝરણાં સમું આ ‘આત્મધર્મ’ માસિક પંદર વર્ષ પૂરા
કરીને આ અંકની સાથે સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે......આ
પ્રસંગે પરમ ઉપકારી, આત્મધર્મ–પ્રણેતા પૂ. ગુરુદેવને અને સર્વે
ધર્માત્માઓને ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ...... આત્માર્થી
જીવોને ખાસ ઉપયોગી હોય એવા લેખો પસંદ કરીને આ
આત્મધર્મમાં અપાય છે.... સમ્યક્ત્વનો મહિમા તથા તેના ઉપાય
સંબંધી લેખો વાંચીને ઘણા આત્માર્થી જીવો ખૂબ પ્રસન્ન થાય છે;
૪૭ શક્તિની લેખમાળા વાંચીને અનેક જિજ્ઞાસુઓએ આત્મધર્મ’
પ્રત્યે મુક્તકંઠે બહુમાન વ્યક્ત કર્યું છેં, આ રીતે આત્માર્થી–જિજ્ઞાસુ
જીવોને ખાસ ઉપયોગી એવું આ ‘આત્મધર્મ’ હવે ૧૬મા વર્ષમાં
પ્રવેશે છે. આ અદ્વિતીય અધ્યાત્મ માસિકના ખૂબ જ પ્રચારની
તેમજ સુશોભનની ખાસ આવશ્યકતા છે. આશા રાખીએ છીએ કે
સર્વે ગ્રાહકો અને જિજ્ઞાસુઓ આ ભાવનામાં સાથ પુરાવશે.
સુવર્ણપુરી સમાચાર
પ્રવચન
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના
પ્રવચનમાં શ્રી પંચાસ્તિકાય વંચાતું હતું. તે કારતક સુદ ૧૨ ના
રોજ, બરાબર નેમપ્રભુની વેદીપ્રતિષ્ઠાના દિવસે પૂરું થયું છે.
અને કારતક સુદ ૧૩થી પ્રવચનસારનો ત્રીજો અધ્યાય શરૂ થયો
છે. બપોરના પ્રવચનમાં પ્રવચનસારનો બીજો અધ્યાય ચાલે
છે. પંચાસ્તિકાયની છેલ્લી ૨૦ ગાથા (૧પ૪ થી ૧૭૩) માં
વીતરાગી મોક્ષમાર્ગનું નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક અદ્ભુત
વિવેચન છે, તેના ઉપરના પ્રવચનો પણ ઘણા સરસ
સ્પષ્ટીકરણપૂર્વક થયા છે.
દીપાવલી–ઉત્સવ
આસો વદ અમાસે શ્રી મહાવીર પ્રભુના
મોક્ષકલ્યાણકનો દીપાવલી મહોત્સવ ઉત્સાહથી ઊજવાયો હતો.
સવારમાં, દીપકોના ઝગઝગાટથી શોભી રહેલા જિનમંદિર માં,
પાવાપુરી સિદ્ધિધામની