Atmadharma magazine - Ank 181
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 27

background image
પ્રાપ્તિ થઈ જશે! તેના સમાધાનમાં આચાર્યદેવ કહે છે કેઃ એમાં કાંઈ દોષ નથી,
કેમકે એવો પ્રસંગ તો અમને ઇષ્ટ જ છે.....અર્થાત્ મિથ્યાત્વ અવસ્થા વખતે
પણ જીવના સ્વભાવનું મંગળપણું સિદ્ધ થાય એ તો અમને ઇષ્ટ જ છે. પરંતુ
આવું માનવાથી પણ કાંઈ મિથ્યાત્વ–અવિરત–પ્રમાદ વગેરેને મંગલપણું સિદ્ધ થઈ
શકતું નથી, કેમકે તેમનામાં જીવત્વ નથી અર્થાત્ તેઓ જીવનો સ્વભાવ નથી;
મંગળ તો જીવ જ છે, અને તે જીવ કેવળજ્ઞાનાદિ અનંત ધર્માત્મક છે. (જુઓ, શ્રી
ષટખંડાગમ પુસ્તક ૧, પૃષ્ઠ ૨૮, ૩૬ વગેરે)
જુઓ, આ અનાદિઅનંત મંગળ! આવા અનાદિઅનંત મંગળસ્વરૂપ
આત્માને શ્રદ્ધામાં લેતાં પર્યાયમાં પણ સમ્યગ્દર્શનાદિ મંગળભાવ પ્રગટે છે,
અને કેવળજ્ઞાન થતાં આત્મા પૂર્ણ મંગલરૂપ થઈ જાય છે.
અરિહંતા મંગલં,
સિદ્ધા મંગલં....એ તો પર્યાયથી પણ મંગલરૂપ થઈ ગયા તેમની વાત છે, અને
આત્માનો સ્વભાવ ત્રિકાળ મંગલરૂપ છે, તે ત્રિકાળ મંગળના સ્વીકારથી (એટલે
કે સ્વભાવની સન્મુખતાથી) સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીની મંગળ
પર્યાયોની હારમાળા શરૂ થઈ જાય છે. બેસતા વર્ષના માંગલિકમાં મંગળની બહુ
સરસ વાત આવી.
સમયસાર ગા. ૧૭–૧૮માં કહે છે કે જે જીવ મોક્ષાર્થી છે તેણે પુરુષાર્થપૂર્વક
જીવરાજાને–ચૈતન્યરાજાને–શ્રદ્ધાજ્ઞાનમાં લઈને તેનું જ અનુસરણ કરવું....સર્વ
ઉદ્યમથી તેનું સેવન કરવું.....એ રીતે તેના સેવનથી કેવળજ્ઞાનરૂપી મંગલ સુપ્રભાત
ખીલી જાય છે.....સાધકના આત્મામાં પણ સમ્યગ્દર્શનાદિ મંગલ સુપ્રભાત ખીલી
ગયું છે.
અહા, તીર્થંકર થનાર આત્માને કે અરહંત થનાર આત્માને અનાદિઅનંત
મંગળ કહ્યો; અરે, તીર્થંકરપ્રકૃતિના ઉદયભાવનેય મંગળ કહ્યો, તો આત્માની
પ્રાપ્તિના અપૂર્વભાવની શી વાત!!–એ તો સાક્ષાત્ ભાવમંગળ છે. નિત્ય
મંગળરૂપ સ્વભાવના સંસ્કારથી પર્યાય પણ મંગળરૂપ પરિણમી જાય છે. પર્યાય
જ્યાં અંર્તસ્વભાવની સન્મુખ થઈ ત્યાં તેનામાં સ્વભાવના સંસ્કાર પડયા
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન થયું, તે અપૂર્વ મંગળ છે, તે
સાચું તીર્થ છે.
અહીં (પંચાસ્તિકાયની ગા ૧૭૨માં) પણ, આવા મંગળતીર્થની શરૂઆત
કરનારા જીવની વાત આવી છે......ધર્માત્મા જીવ નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક
સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે.
જુઓ, આ બેસતા વર્ષની શરૂઆતમાં, સુખે કરીને તીર્થની શરૂઆત
કરવાની વાત આવી છે. લોકોમાં બેસતા વર્ષે આશીર્વાદ આપે છે કે નવું વર્ષ
તમને સુખરૂપ નીવડો.....અહીં આચાર્ય ભગવાન અને જ્ઞાની સંતો બેસતા
વર્ષે અલૌકિક આશીર્વાદ આપે છે કે તમે સુખે કરીને તીર્થની શરૂઆત કરો.–
કઈ રીતે? કે નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક અંર્તસ્વભાવની આરાધનાથી.
ભવ્યજીવોને સુખપૂર્વક મંગલતીર્થની શરૂઆત કરાવનારા સર્વે–
ભગવંતોને નમસ્કાર હો.