જરાય કર્તવ્ય નથી. મોક્ષેચ્છુએ સાક્ષાત્ વીતરાગતા જ કર્તવ્ય છે, કેમકે તેના વડે જ ભવસાગરને
તરાય છે.
આનંદમાં ઝૂલતાં ઝૂલતાં વચ્ચે જરાક રાગનો વિકલ્પ ઊઠતાં આ શાસ્ત્ર લખાય છે. તેમા કહે છે કે
સાક્ષાત્ વીતરાગતારૂપ જે મોક્ષમાર્ગ, તે માર્ગની પ્રભાવના અર્થે અમે કહીએ છીએ....અમે
મોક્ષાર્થી છીએ.... રાગને અમે નથી ઈચ્છતા. અહા, કેટલા ભદ્રિક! કેટલા નિર્માન! કેટલા
નીખાલસ!! બાપુ! રાગની હોંસ કરશો નહિ. અમારો ઉત્સાહ વીતરાગી મોક્ષમાર્ગમાં જ છે,
રાગમાં અમારો ઉત્સાહ નથી, ને હે મોક્ષાર્થી શ્રોતાઓ! તમે પણ વીતરાગી મોક્ષમાર્ગ તરફ જ
તમારો ઉત્સાહ વાળજો, વચ્ચે રાગ આવે તેમાં ઉત્સાહ કરશો નહિ.
પ્રત્યે કેટલો વિનય હોય! કેટલું બહુમાન હોય! રાગમાં વર્તતો હોવા છતાં જેને વીતરાગી
પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે વિનય અને બહુમાનનો ભાવ નથી ઉલ્લસતો તેને તો
વીતરાગમાર્ગની શ્રદ્ધા પણ થતી નથી. વીતરાગમાર્ગની ભાવનાવાળાને, સાક્ષાત્ વીતરાગતા ન
થાય ત્યાં સુધી, વીતરાગીપુરુષો પ્રત્યે (પંચપરમેષ્ઠી વગેરે પ્રત્યે) પરમભક્તિ–વિનય–ઉત્સાહ–
બહુમાનનો ભાવ જરૂર આવે છે; છતાંય તેમાં જે રાગ છે તે કાંઈ તાત્પર્ય નથી, તે મોક્ષમાર્ગ
નથી; મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે એ નિયમ છે, અને એ જ મોક્ષેચ્છુએ કર્તવ્ય છે; એના
વડે જ તે ભવસાગરને તરીને પરમાનંદરૂપ મોક્ષપદને પામે છે.
બહારના સ્થાનોમાંથી કે બીજે ક્યાંયથી તારો ધર્મ આવે તેમ નથી.
આત્મસ્વભાવમાં જ અંતમુર્ખ થઈને, તેમાંથી સમ્યગ્દર્શનાદિ ધર્મ લે. જેમ રત્નોની ખાણમાંથી
રત્નો નીકળે છે તેમ ચૈતન્યરત્નની ધુ્રવખાણ આત્મા છે, તેમાં ઊંડો ઉતરીને તે ધુ્રવખાણમાંથી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નો કાઢ.