Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 23

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૨
અજમેરના સમવસરણ જોઈને બનાવેલી છે. આ ઉપરાંત અહીં નાનકડા પહાડ ઉપર જિનમંદિરો છે. પહાડ
ચડતાં વીસેક મિનિટ લાગે છે; કુંભોજમાં બીજા પણ જિનમંદિરો છે.
કોલ્હાપુર (મહા સુદ ૧૨)–અહીં છ જિનમંદિરો છે.
સ્તવનિધિ થઈને બેલગામ (મહા સુદ ૧૨) –સ્તવનિધિમાં પાશ્વપ્રભુ વગેરેનાં પુરાણા પ્રતિમાજી તથા
મુનિઓના નિવાસસ્થાન જેવી ગુફાઓ છે. બેલગામમાં છ જિનમંદિરો છે; નેમનાથપ્રભુની અતિમનોજ્ઞ
પ્રતિમા છે.
હૂબલી (મહા સુદ ૧૪–૧પ) અહીં અનેક જિનમંદિરો છે.
જોગફોલ્સ થઈને સાગર (મહા વદ એકમ) જોગફોલ્સ તેમાં પાણીના કુદરતી ધોધ છે.
હુમચ (મહા વદ ૨–૩) અહીં તળાવકિનારે પાંચ પુરાણા મંદિરો છે, નાનકડી પહાડી ઉપર એક મંદિરમાં
બાહુબલી ભગવાનના પુરાણા પ્રતિમા સુંદર છે.
કુંદનગીરી–કુંદકુંદપર્વત (જાત્રા મહા વદ ૩) દક્ષિણજાત્રામાં આ પહેલું તીર્થ આવ્યું. અહીં ગીચ ઝાડીથી
રળિયામણો કુંદકુંદપર્વત છે; પર્વતનું ચઢાણ લગભગ ત્રણ માઈલ જેટલું છે. અડધે સુધી બાંધેલો રસ્તો
છે, પછી ઝાડીથી વચ્ચે કેડી રસ્તો છે. આ પર્વત ઉપર કુંદકુંદપ્રભુની તપોભૂમિ તથા નિર્વાણભૂમિ છે;
ત્યાં પાપવિધ્વંસક કુંડના કિનારે કુંદકુંદાચાર્યદેવના પુરાણા ચરણકમળ છે; એક પુરાણું જિનમંદિર તેમજ
માનસ્તંભ વગેરે છે. પર્વત ઉપરનું દશ્ય બહુ રળિયામણું ને ઉપશાંત છે.
જેમ પૂર્વમાં બિહાર પ્રાંત એ મુખ્યપણે તીર્થંકરોની વિહારભૂમિ છે, તેમ દક્ષિણપ્રાંત એ મુખ્યપણે
મુનિવરોના વિહારની ભૂમિ છે. મહાવીરભગવાન પછી અમુક વર્ષે ઉત્તરમાં જ્યારે ૧૨ વર્ષનો ભીષણ
દુષ્કાળ પડયો ત્યારે ભદ્રબાહુસ્વામીની આગેવાનીમાં ૧૨૦૦૦ જેટલા મુનિવરો દક્ષિણ તરફ વિહાર કરી
ગયેલા....દક્ષિણપ્રાંતમાં શિલાલેખો વગેરેમાં ઠેરઠેર મુનિવરોના વિહારના સંસ્મરણો ભર્યાં છે, અને
તાડપત્ર ઉપર લખેલાં પુરાણા શાસ્ત્રો પણ દક્ષિણ પ્રાંતમાં ઠેરઠેર જોવા મળે છે. આવા દક્ષિણપ્રાંતની
જાત્રામાં સૌથી પહેલાં પરમગુરુથી કુંદકુંદાચાર્ય પ્રભુના પવિત્ર ચરણોથી પાવન થયેલી ભૂમિ
કુંદકુંદગિરિની યાત્રા થશે. જાત્રાનાં મુખ્ય તીર્થોમાંનું આ સૌથી પહેલું તીર્થ છે. અહીંની જાત્રા કરીને
પાછા હુમચ જવાનું; અને હુમચથી પછી વરાંગ જવાનું છે.
વરાંગ (મહા વદ પ) અહીં ૧૭ જેટલા જિનમંદિરો છે; તળાવની વચ્ચે એક રળિયામણું જિનમંદિર છે. તેમાં ચારે
બાજુ ખડગાસન ભગવંતો દર્શનીય છે. આ મંદિરમાં દર્શન કરવા માટે નાનકડી નૌકામાં બેસીને જવાય છે.
અહીં દર્શન કરીને કારકલ તરફ જવાનું.
કારકલ (મહા વદ પ)–અહીં ૧૭ જેટલા જિનમંદિરો છે; લગભગ ૬૦ ફૂટ ઊંચો માનસ્તંભ (એક જ પત્થરનો)
છે. એક નાનકડા રળિયામણા પર્વત ઉપર બાહુબલી ભગવાનના ૪૧ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી બિરાજે છે.
પ્રર્વત ઉપર જતાં દસેક મિનિટ લાગે છે. તેની પાસેના જ એક બીજા ડુંગરા ઉપર એક ચૌમુખી મંદિર છે–જે
ઘણું શાંત છે, ને તેમાં ચારે દિશામાં છ ફૂટના ત્રણત્રણ ભગવંતોની ત્રિપુટી અતિ મનોજ્ઞ ને ઉપશાંત છે, આ
પ્રતિમાઓ ‘કસોટી’ નાં છે. મંદિરની કારીગીરી–કળા પણ ઉત્તમ છે. કારકલ પછી હવે આવે છે આપણી
જાત્રાનું બીજું મહાનક્ષેત્ર મૂળબીદ્રિ
મૂળબિદ્રી (–માહવદ પ થી ૮) અહીંના અતિમહત્ત્વનાં આકર્ષણોમાં–એક તો રત્નમય જિનબિંબોનાં દર્શન;
બીજુ તાડપત્ર ઉપર લખેલાં સિદ્ધાંતશાસ્ત્રોઃ અને ત્રીજુ ‘ત્રિભુવનતિલકચુડામણિ’ મંદિર. જેમ બિહારપ્રાંતમાં
મુખ્ય તીર્થો–સમ્મેદશીખર, રાજગીરી અને પાવાપુરી તેમ દક્ષિણ