Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 23

background image
માગશરઃ ૨૪૮પઃ ૧૧ઃ
દક્ષિણયાત્રાનો કાર્યક્રમ અને
સંક્ષિપ્ત પરિચય
પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પોષ સુદ
આઠમના રોજ સોનગઢથી પ્રસ્થાન કરીને પોષ સુદ નોમે
પાવાગઢ પધારશે. વડોદરા થઈને મોટરબસથી પાવાગઢ
જવાય છે. આ પાવાગઢ–સિદ્ધક્ષેત્રથી રામચંદ્રજીના પુત્રો લવ–
કુશ, તથા લાટ દેશના રાજા અને પાંચ કરોડ મુનિવરો મોક્ષ
પામ્યા છે. પર્વત ઉપર જિનમંદિરો તેમજ તળાવ છે, અને
લવ–કુશ ભગવંતોના ચરણપાદુકા છે. પોષ સુદ દસમના રોજ
આ સિદ્ધક્ષેત્રની જાત્રા થશે. ત્યારબાદ પોષ સુદ ૧૧ તથા ૧૨
ના રોજ દાહોદ, સુદ ૧૩ પાલેજ, સુદ ૧૪ સુરત તથા મનોર,
અને સુદ ૧પ ના રોજ શિવ થઈને, પોષ વદ એકમ ને
રવિવારના રોજ પૂ. ગુરુદેવ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યાં
મમ્માદેવી રોડ (ઝવેરી બજાર) પર નવા બંધાયેલા ભવ્ય
દિગંબર જિનમંદિરનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થશે.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત માહ સુદ છઠ્ઠે છે. પ્રતિષ્ઠા બાદ માહ સુદ
આઠમના રોજ પૂ. ગુરુદેવ સંઘ સહિત યાત્રા અર્થે પ્રસ્થાન
કરશે. (ગયા અંકમાં ભૂલથી ફાગણ સુદ આઠમ લખાઈ ગયું
છે તેને બદલે માહ સુદ આઠમ સમજવું) મુંબઈ પછી આવતાં
સ્થળોનો અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલો પરિચય અહીં ટૂંકમાં
આપવામાં આવે છે. (અહીં આપેલી તિથિઓ સોનગઢના
તિથિદર્પણ અનુસાર છે. હાલ આ પ્રમાણે કાર્યક્રમ નક્કી
કરવામાં આવ્યો છે; ખાસ પ્રસંગવશાત્ જરૂર પડશે તો તેમાં
ફેરફાર થશે.)
પુના (મહા સુદ ૮–૯) અહીં ત્રણ જિનમંદિરો છે.
ફલટન, દહીગાંવ, કુંભોજ (મહાસુદ ૧૦–૧૧) ફલટનમાં છ જિનમંદિરો, સહસ્રકૂટમંદિર, લાકડાની સીડીવાળો
માનસ્તંભ વગેરે છે; દહીંગાંવમાં બગીચા વચ્ચે ભવ્ય મંદિર છે; જિનમંદિરના ભોંયરામાં સીમંધરાદિ વીસ
વિહરમાન ભગવંતોના ભવ્ય પ્રતિમાજી બિરાજે છે. બાહુબલી–કુંભોજમાં ૨૮ ફૂટ ઊંચા બાહુબલીસ્વામીના ભવ્ય
પ્રતિમાજી છે, તેમજ સમવસરણની રચના છે. જે સોનગઢ અને