ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૨
મુક્તાગિરિ સિદ્ધક્ષેત્ર (ફાગણ વદ ૧૧–૧૨) જંગલ અને પર્વતમાં આવેલ આ ક્ષેત્રથી સાડાત્રણ કરોડ
મુનિઓ મોક્ષ પધાર્યા છે. એક નાનકડો પહાડ છે. તેની ઉપર ગૂફાઓમાં પ્રતિમાઓ છે.... લગભગ
૩૦ જેટલા મનોજ્ઞમંદિરોથી પર્વત શોભી રહ્યો છે. એક મંદિર ‘મેંઢગિરિ’ નામથી પ્રસિદ્ધ છે; તેમાં
શાંતિનાથ પ્રભુના દસ ફૂટના પ્રતિમા અતિ મનોહર છે....મંદિરની પાસે જ ૨૦૦ ફૂટની ઊંચાઈએથી
પાણીની ધારા વરસે છે. આ ક્ષેત્રના નામ બાબત એવી કથા પ્રચલિત છે કે અહીં મુનિએ સંભળાવેલા
નમસ્કારમંત્રના પ્રભાવથી એક મેંઢો દેવ થયેલ, તેણે અહીં મુક્તા (મોતી) ની વૃષ્ટિ કરેલ, તેથી આ
ક્ષેત્રનું નામ મુક્તાગિરિ અથવા મેંઢગીરી પડયું.
અમરાવતી–ભાતકુલી (ફાગણ વદ ૧૩)ઃ અમરાવતીમાં અનેક જિનમંદિરો છે. એક પ્રાચીન મંદિરમાં વિધવિધ
રત્ન પ્રતિમાઓ છે. ભાતકુલીમાં ત્રણ વિશાળ મંદિરો છે, ને વિશાળ પ્રાચીન પ્રતિમાઓ છે. કેટલાક
પ્રતિમાઓ ચોથા કાળના ગણાય છે.
નાગપુર (ફાગણ વદ ૧૪ તથા અમાસ) અહીં અનેક જિનમંદિરો છે.
ખેરાગઢરાજ (ચૈત્રસુદ બીજ) શહેરથી થોડે દૂર રામટેક પર્વતની તળેટીમાં જંગલ છે, તેમાં દસેક
જિનમંદિરો છે. આજુબાજુ બે મૂર્તિઓ સહિત શાંતિનાથ પ્રભુની ૧પ ફૂટ ઊંચી પ્રતિમા બહુ જ સુંદર
છે. રામગિરિપર્વત ઉપર રામચંદ્રજી વગેરેએ દેશભૂષણ–કુલભૂષણ મુનિરાજની ભક્તિ કરી હતી ને
અનેક મંદિરો બંધાવ્યા હતા; તે રામટેક આ જ હશે એમ અનુમાન થાય છે.
સિવની (ચૈત્રસુદ ત્રીજ)ઃ અહીં બે જિનમંદિરો છેઃ એક ઉન્નત મંદિરમાં ૧૩ વેદી છે.
જબલપુર–મઢિયાજી (ચૈત્રસુદ ૪– પ) જબલપુરમાં ૪૬ જિનમંદિરો છે; છ માઈલ દૂર નર્મદા નદીનો ધોધ છે.
તેની નજીકમાં “મઢિયાજી” નામનું એક જૈનમંદિર છે, તેમાં અતિપ્રાચીન બે મેરુ છે ને અનેક પ્રતિમાઓ છે.
દમોહ (ચૈત્રસુદ ૬) અહીં પાંચ વિશાળ મંદિરો છે.
કુંડલપુર (ચૈત્રસુદ ૭)ઃ અહીં કુંડલ–આકારના પર્વત ઉપર તથા તળેટીમાં કુલ પ૯ મંદિરો છે. મુખ્ય
મંદિરમાં મહાવીરભગવાનના દસેક ફૂટના પ્રાચીન પ્રતિમા બિરાજે છે, જે પહાડમાં જ કોતરેલી છે.
સાગર (ચૈત્રસુદ ૮–૯–૦)ઃ અહીં ૩૭ જિનમંદિરો છે; અને એક વિશાળ સરોવર છે.
નૈનાંગિરિ સિદ્ધક્ષેત્ર (ચૈત્રસુદ ૧૧)ઃ અહીંથી શ્રી વરદત્તાદિ અનેક મુનિવરો મોક્ષ પધાર્યા છે; પાર્શ્વપ્રભુનું
સમવસરણ અહીં આવ્યું હતું. રેશંદીગીરી પર્વત ઉપર ૨પ જિનમંદિરો છે. પાસે એક તળાવની વચ્ચે મંદિર છે;
ગામમાં ૭ મંદિરો છે.
દ્રોણગિરિ સિદ્ધક્ષેત્ર (ચૈત્ર સુદ ૧૨–૧૩–૧૪)ઃ અહીંથી શ્રી ગુરુદત્તાદિ મુનિવરો મોક્ષ પામ્યા છે. પર્વત ઉપર ૨૬
મંદિરો અને ૬૦ પ્રતિમાઓ છે; પાસે એક ગૂફા છે, જે વરદત્તાદિ મુનિવરોનું નિર્વાણસ્થાન મનાય છે. શ્રી
મહાવીર પ્રભુના જન્મકલ્યાણકનો દિવસ આ દ્રોણગીરીમાં ઊજવાશે.
છત્તરપુર (ચૈત્ર સુદ ૧પ)
ખજરાહા (ચૈત્ર સુદ ૧પ) અહીં ૨પ જેટલા પ્રાચીન જિનમંદિરો છે. શાંતિનાથ ભગવાનના વિશાળ પ્રતિમા
તેમજ મંદિરોની કારીગરી દર્શનીય છે.
ટીકમગઢ (ચૈત્ર સુદ ૧પ) અહીં ૭ જિનમંદિરો છે.