માગશરઃ ૨૪૮પ ઃ ૧૭ઃ
પપૌરાજી (ચૈત્ર વદ ૨) ટીકમગઢથી ૩ માઈલ દૂર આ રમણીય તીર્થ છે; અહીં ૮૦ જિનમંદિરો છે.
અહાર (ચૈત્ર વદ ૩)ઃ અહીં એક સરોવરની બાજુમાં ત્રણ પર્વતો છે. તેના ઉપર અનેક પ્રાચીન જિનમંદિરો છે.
પાણાશાહ નામના શ્રાવકે એક માસોપવાસી મુનિરાજને અહીં આહારદાન કરેલ તેથી આ ક્ષેત્રનું નામ “
આહારક્ષેત્ર” પડયું છે. આહારદાનનો અતિશય થતાં તે પાણાશાહ શ્રાવકે અહીં જિનમંદિરો બંધાવ્યા હતા.
૧૮ ફૂટ ઊંચા અતિ પ્રશાંત શ્રી શાંતિનાથ ભગવાન ખાસ દર્શનીય છે. પ્રાચીન મૂર્તિઓનું સંગ્રહસ્થાન પણ
અહીં છે. ચક્રવર્તી તીર્થંકરત્રિપુટીના પ્રતિમા પણ અતિ મનોજ્ઞ છે.
લલિતપુર (ચૈત્ર વદ ૩–૪)ઃ અહીં અનેક રમણીય જિનમંદિરો છે, દરેક મંદિરમાં ઘણી વેદીઓ છે, અને વિશાળ
પ્રતિમાઓ છે.
દેવગઢ (ચૈત્ર વદ ૪)ઃ પહાડ ઉપર લગભગ ૪પ જિનમંદિરો છે. શાંતિનાથ પ્રભુના વિશાળ પ્રતિમા દર્શનીય છે.
આ દેવગઢને ઉત્તરભારતનું જૈનબિદ્રી કહેવાય છે. પર્વતમાં મુનિવરો વગેરેના ભાવવાહી પ્રતિમા છે; અહીં
જિનબિંબોનો એવડો મોટો મેળો છે, તેને માટે કહેવાય છે કે ચોખાની આખી ગુણી ભરી હોય ને દરેક
જિનબિંબના ચરણે એકેક ચોખાનો દાણો ચડાવ્યો હોય તો પણ તે ચોખા ખૂટી જાય.
ચંદેરી (ચૈત્ર વદ પ) અહીં પ્રાચીન મંદિરો છે; એક મંદિરમાં ચોવીસ તીર્થંકરોના રંગ પ્રમાણે ૩–૩
ફૂટના પ્રતિમા અતિ ભાવવાહી છે. અહીંથી એક માઈલ દૂર “ખંદારગિરિ” પર્વત છે તેમાં મોટા
મોટા પ્રતિમાઓ કોતરેલા છે. ઉપર ગૂફાઓમાં પણ ભાવવાહી જિનબિંબો કોતરેલા છે. બૂઢી
ચંદેરીમાં અતિશય કલાવંત પ્રાચીન પ્રતિમાઓ અને મંદિરો દર્શનીય છે.
થુબોનજી (ચૈત્ર વદ પ) અહીં ૨પ જેટલા જિનમંદિરો છે; અહીંના પ્રતિમાઓ સાદી કારીગરીના છે. એક મંદિરમાં
લગભગ ૨પ ફૂટના પ્રતિમા આદિનાથ ભગવાનના છે; આ ઉપરાંત “થોવનજી” માં ૧૬ મંદિરો છે, તેમા
૧૦–૧પ ફૂટના અનેક ખડગાસન પ્રતિમાઓ છે.
શિવપુરી (ચૈત્ર વદ ૬) અહીં મંદિર છે, તથા થોડે દૂર છત્રીઓ, બાનગંગા વગેરે જોવા લાયક છે.
બારાં (ચૈત્ર વદ ૬) એક જિનમંદિરમાં મનોજ્ઞ પ્રતિમાઓ છે. અહીંથી થોડે દૂર જંગલમાં એક દેરીમાં ચરણપાદૂકા
છે–જે કુંદકુંદાચાર્યદેવના હોવાનું મનાય છે.
ચાંદખેડી (ચૈત્ર વદ ૭) અહીં ભોયરામાં પ્રાચીન મંદિર છે, જેમાં સેંકડો પ્રતિમાઓ છે; પ–૭ ફૂટના અનેક
.
કોટા (ચૈત્રવદ ૮–૯–૧૦) અહીં અનેક જિનમંદિરો છે.
ચિત્તોડ (ચૈત્ર વદ ૧૧) અહીંનો પુરાણો કિલ્લો, તથા દિ. જૈનનો બંધાયેલો ૮૦ ફૂટ ઊંચો કીર્તિસ્તંભ વગેરે
દર્શનીય છે.......કીર્તિસ્તંભમાં જૈન મૂર્તિઓ પણ કોતરેલી છે.
કેસરીયાજી (ચૈત્ર વદ ૧૨) નદીકિનારે પ્રાચીન મંદિરમાં આદિનાથ પ્રભુના પ્રતિમા બિરાજે છે. બીજા પણ અનેક
પ્રતિમાઓ છે.
ઉદયપુર (ચૈત્રવદ ૧૨–૧૩–૧૪)ઃ અહીં આઠ જિનમંદિરો છે.
ફતેહપુર (ચૈત્રવદ ૦) વૈશાખ સુદ ૧ તથા ૨)ઃ પૂ. ગુરુદેવની જન્મજયંતિનો ૭૦મો ઉત્સવ અહીં ઊજવાશે.
જન્મોત્સવ ઉજવ્યા બાદ સાંજે પ્રસ્થાન કરીને સંઘ ઈડર આવશે.