Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 23

background image
માગશરઃ ૨૪૮પ ઃ ૭ઃ
થયા....તેમનામાં ઘણી શક્તિ હતી....ગાંધીજીએ તેમને ૨૭ પ્રશ્નો પૂછેલા, તેના જવાબ તેમણે આપ્યા છે.
ગાંધીજીએ તેમને ગુરુ સ્વીકારેલા....પરંતુ લોકો તેમને બહુ ઓળખી ન શક્યા. તેમને જાતિસ્મરણ જ્ઞાન પણ
હતું.....ઢેબરભાઈ એ જાતિસ્મરણ જ્ઞાન સંબંધી વિશેષ પૂછતાં ગુરુદેવે કહ્યું; જ્ઞાનીની અમુક નિર્મળતા (–ઉઘાડ)
માં ભાન થાય છે કે આ ભવ પહેલાં આ જીવ ક્યાં હતો! આ જીવ કાંઈ અહીં નવો નથી થયો, તે તો અનાદિનો
છે; તો આ ભવ પહેલાં પણ તે ક્યાંક હતો તો ખરોને! જેમ અહીં ઘણા માણસોને દસી–વીસ–પચાસ કે તેથી પણ
વધારે વર્ષ પહેલાંની આ ભવની વાત યાદ આવે છે તેમ કોઈને આ ભવ પહેલાં જીવ ક્યાં હતો તેનું પણ સ્મરણ
થાય છે.
ઢેબરભાઈઃ એવું પૂર્વભવનું જ્ઞાન અત્યારે થઈ શકતું હશે!
ગુરુદેવઃ હા, અત્યારે પણ એવા જીવો છે. પરંતુ આત્મા શું ચીજ છે તેનું જ્ઞાન કરવું એ મુખ્ય ચીજ છે.
પૂર્વ ભવનું જ્ઞાન હો કે ન હો, તેથી સાથે ધર્મનો સંબંધ નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પહેલાં જ્ઞાન
કરવું જોઈએ. આ દેહમાં રહેલો, દેહથી જુદો જ્ઞાનસ્વરૂપમાં આત્મા છે–તેની ઓળખાણ વિના આ જન્મ મરણ
અટકે નહિ. આત્માનું શું સ્વરૂપ છે તેના અનુભવ વગર, પૂર્વ ભવે આત્મા ક્યાં–તે કદાચ જાણે તોપણ તેથી કાંઈ
જન્મમરણ અટકે નહિ.
ભિન્ન ભિન્ન ધર્મોની સામ્યતા બાબત વાત નીકળતાં ગુરુદેવે દ્રષ્ટાંત આપીને કહ્યું. જુઓ ભાઈ! બહારથી
ઉપલક દ્રષ્ટિએ જોનારને તળાવનું પાણી કાંઠે અને મધ્યમાં સરખું લાગે, પણ અંદર ઉતરીને માપે ત્યારે કેટલો ફેર
છે તેની ખબર પડે. તેમ જૈન ધર્મને અને અન્ય ધર્મોને મૂળભૂત બાબતોમાં મોટો ફેર છે. અમે પણ પહેલાં
મુહપતિમાં (સ્થાનકવાસી સંપ્રદાયમાં) હતા, પણ એમાંય મૂળ વાતમાં ઘણો ફેર હોવાથી મને એમ લાગ્યું કે હું
આમાં નહિ રહી શકું; એટલે સં. ૧૯૯૧ માં તેમાંથી પરિવર્તન કરી નાખ્યું.
ઢેબરભાઈઃ આપના ઉપદેશનું બધું વજન આત્મા ઉપર છે. અને એ જ ભારતની બ્રહ્મવિદ્યા છે.
ગુરુદેવઃ હા, બ્રહ્મવિદ્યા–આત્મવિદ્યા એ જ મૂળ ચીજ છે હિંદમાં એ બ્રહ્મવિદ્યાના સંસ્કાર છે, એવા બીજે
નથી. પણ આજે તો લોકો આ બ્રહ્મવિદ્યાને ભૂલીને બહારની ધમાલમાં પડયાં છે. જેમ લીંડી પીપરમાં તીખાસ
ભરી છે તેમ આત્મામાં જ આનંદ છે, ને આત્મામાંથી જ તે પ્રગટ થાય છે– એ વાતના સંસ્કાર આજે હિંદમાં જ
છે, બીજે ક્યાંય નથી. બ્રહ્મચર્ય પાળવું ને આત્મજ્ઞાન કરવું–એ બે વાત ઉપર અમારું વિશેષ વજન છે. શ્રીમદ્
રાજચંદે કહ્યું છે.
પાત્ર વિના વસ્તુ ન રહે
પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા,
બ્રહ્મચર્ય મતિમાન.
છે.
ત્યાર પછી જતાં જતાં રામજીભાઈને પ્રણામ કહેવાનું કહીને શ્રી ઢેબરભાઈ પ્રસન્નતાપૂર્વક વિદાય થયા
હતા.
___________________________________________________________________________________
–તો બેડો પાર!
આત્મસ્વભાવનો અચિંત્ય મહિમા સંતો પ્રગટ બતાવે છે. સ્વભાવના અચિંત્ય મહિમાને લક્ષમાં લઈને એક
વાર પણ જો અંતરથી ઊછળીને તેનું બહુમાન કરે તો સંસારથી બેડો પાર થઈ જાય. ચૈતન્ય સ્વભાવનું બહુમાન
કરતાં અલ્પકાળમાં જ તેનું સ્વસંવેદન થઈને મુક્તિ થયા વિના રહે નહિ.
અરે જીવ! એક વાર બીજું બધું ભૂલી જા.......સંસાર આખો ભૂલી જા.....ને તારી સ્વભાવ શક્તિને સંભાળ.
તારામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની તાકાત છે, તેની સન્મુખ થઈને નિજ શક્તિની સંભાળ કરતાં જ તને
અભૂતપૂર્વ આનંદનું વેદન થશે અને સંસારથી તારો બેડો પાર થઈ જશે.