નાસ્તિ છે, કેમ કે રાગથી ભિન્ન ચૈતન્યનું અસ્તિત્વ તેના જ્ઞાનમાં ભાસ્યું નથી. અહીં જ્ઞાનીઓ–સંતો
પોતાના અનુભવપૂર્વક ચૈતન્ય અને રાગની ભિન્નતા સમજાવે છે. અરે જીવ! રાગથી ભિન્ન
ચિદાનંદતત્ત્વના અનુભવની આ વાત સાંભળતાં અંદર તેનો ઉત્સાહ અને પ્રેમ લાવીને હકાર લાવ–
ચૈતન્યનો ઉત્સાહ પ્રગટ કરીને તેની વાતનું શ્રવણ પણ જીવે કદી નથી કર્યું. એ વાત સંભળાવનારા તો
અનંતવાર મળ્યા પરંતુ જીવે અંદરમાં ચૈતન્યના ઉત્સાહપૂર્વક કદી શ્રવણ નથી કર્યું. પણ રાગના
ઉત્સાહપૂર્વક જ સાંભળ્યું છે. જો રાગનો ઉત્સાહ છોડીને ચૈતન્યના ઉત્સાહપૂર્વક એકવાર પણ તેનું શ્રવણ
કરે તો અલ્પકાળમાં સ્વભાવનો અનુભવ પ્રગટીને ભવનો અંત આવ્યા વગર રહે નહીં.