Atmadharma magazine - Ank 184
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
મહાઃ ૨૪૮પઃ ૧૧ઃ
મોક્ષમાર્ગી મુનિવરોના ચક્ષુ
(પ્રવચનસાર ગાથા ૨૩૪–૩પ નાં પ્રવચનોમાંથી)
પ્રશ્નઃ– સર્વજ્ઞપરમાત્મા કેવા છે?
ઉત્તરઃ– સર્વજ્ઞપરમાત્માને જ્ઞાનચક્ષુ પરિપૂર્ણ ખીલી ગયાં છે તેથી તેઓ ‘સર્વતઃચક્ષુ’ છે. જેને શુદ્ધજ્ઞાન
છે, પરિપૂર્ણ જ્ઞાન છે, તે સર્વતઃચક્ષુ છે. અર્હંતો અને સિદ્ધભગવંતો સર્વતઃચક્ષુ છે.
પ્રશ્નઃ– જેને સર્વતઃચક્ષુ ખુલ્યાં નથી તે જીવો કેવા છે?
ઉત્તરઃ– જેને સર્વતઃચક્ષુ ખુલ્યાં નથી એવા બધાય સંસારજીવો ‘ઇન્દ્રિયચક્ષુ’ છે, કેમ કે તેઓ
ઇન્દ્રિયજ્ઞાનવડે મૂર્ત દ્રવ્યોને જ દેખનારા છે.
પ્રશ્નઃ– દેવોને તો ઈંદ્રિય વગર દેખનારું અવધિજ્ઞાન હોય છે તો તેને પણ ઈંદ્રિયચક્ષુપણું કઈ રીતે છે?
ઉત્તરઃ– દેવોને અવધિજ્ઞાન છે તે અપેક્ષાએ અવધિચક્ષુ કહેવાય છે, છતાં તેઓ પણ અવધિજ્ઞાન વડે
માત્ર મૂર્તદ્રવ્યોને જ દેખતા હોવાથી ઈંદ્રિયચક્ષુ જ છે; કેમ કે તેઓ તે અવધિચક્ષુવડે પણ અતીન્દ્રિય શુદ્ધ આત્માનું
સંવેદન કરી શકતા નથી.
પ્રશ્નઃ– ઇન્દ્રિયચક્ષુવાળા જીવો કેવા છે?
ઉત્તરઃ– ઈંદ્રિયચક્ષુવાળા આ બધાય જીવો મોહવડે હણાયેલા છે, ઇન્દ્રિયચક્ષુવડે પરને જ દેખતા થકા
તેઓ પરજ્ઞેયમાં જ સ્થિત વર્તે છે, સ્વતત્ત્વને તેઓ જાણતા નથી; તેથી પરજ્ઞેયોમાં જ લીન વર્તતા થકા તેઓ
મોહથી હણાઈ ગયા છે, જ્ઞાનચક્ષુની પરિપૂર્ણ દેખવાની શક્તિ તેમને મોહને લીધે હણાઈ ગઈ છે.
પ્રશ્નઃ– સર્વતઃચક્ષુ પણું કઈ રીતે સધાય છે?
ઉત્તરઃ– શુદ્ધાત્મત્ત્વના સંવેદનથી સર્વતઃચક્ષુ પણું સધાય છે.
પ્રશ્નઃ– તે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન કઈ રીતે થાય છે?
ઉત્તરઃ– તે શુદ્ધાત્મ–સંવેદન તો અંતર્મુખ એવા અતીન્દ્રિયજ્ઞાન વડે જ થાય છે, ઈંન્દ્રિય ચક્ષુવડે કદી
શુદ્ધાત્મ–સંવેદન થતું નથી.
પ્રશ્નઃ– સર્વતઃચક્ષુપણાની સિદ્ધિ માટે મોક્ષમાર્ગી મુનિવરોને કેવાં ચક્ષુ હોય છે?
ઉત્તરઃ– મોક્ષમાર્ગી એવા ભગવંતશ્રમણોને સર્વતઃ ચક્ષુપણાની સિદ્ધિને માટે ‘આગમચક્ષુ’ હોય છે.
પ્રશ્નઃ– આગમચક્ષુ વડે તે મુનિવરો શું કરે છે?
ઉત્તરઃ– તે મોક્ષમાર્ગી મુનિવરો આગમચક્ષુ વડે સમસ્ત પદાર્થોને જાણીને સ્વપરનું ભેદજ્ઞાન કરે છે, ને
સ્વપરના વિભાગ વડે મોહને છેદીને તેઓ સ્વતત્ત્વમાં જ ઉપયોગને જોડે છે; આ રીતે જ્ઞાનસ્વરૂપ સ્વતત્ત્વમાં
એકાગ્ર રહેતાં, સતત જ્ઞાનનિષ્ઠ જ રહેતાં તેમને કેવળજ્ઞાનરૂપ સર્વતઃચક્ષુ ઊઘડી જાય છે.–આ રીતે મોક્ષમાર્ગી
મુનિભગવંતોને આગમચક્ષુ વડે સર્વજ્ઞચક્ષુની સિદ્ધિ થાય છે.