Atmadharma magazine - Ank 184
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
મહાઃ ૨૪૮પઃ ૧૩ઃ
શ્રુતજ્ઞાનોપયોગરૂપ પરિણમે છે. કેવળજ્ઞાની કેવા હોય, મુનિ કેવા હોય, સમ્યગ્દ્રષ્ટિ કેવા હોય, સાધક કેવા હોય,
બાધક કેવા હોય, જીવ શું, અજીવ શું, ઉપાદેયતત્ત્વો કયા, હેય તત્ત્વો કયા,–ઇત્યાદિ બધુંય આગમવડે સિદ્ધ
હોવાથી આગમચક્ષુવડે મોક્ષમાર્ગી મુનિવરો તે સર્વને જાણે છે. આ રીતે આગમચક્ષુથી સર્વ પદાર્થને જાણીને
પોતાના શ્રુતજ્ઞાનને જ્ઞાનસ્વભાવમાં જ પરિણમાવતા થકા મુનિવરો મોક્ષમાર્ગને સાધે છે. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ગુણસ્થાને પણ ભાવશ્રુતજ્ઞાનરૂપ આગમચક્ષુ ઊઘડી ગયાં છે. આ જડ આંખોમાં એવી તાકાત નથી કે પદાર્થોના
સ્વરૂપને દેખે; આગમરૂપી આંખોમાં જ એવી તાકાત છે કે સર્વપદાર્થોના સ્વરૂપને જાણે. મોક્ષમાર્ગી મુનિવરો
આવા આગમચક્ષુ વડે, સર્વતઃચક્ષુ એવા સર્વજ્ઞપદને સાધે છે.
એવા સર્વજ્ઞચક્ષુવંત શ્રી ભગવંતો, અને તેના સાધક આગમચક્ષુવંત શ્રી મુનિવરો અમારાં
જ્ઞાનચક્ષુને ખોલો.
अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया।
चक्षुरुन्मीलिंत येन तस्मै श्रीगुरबे नमः।।
ગણ્યા ગણાય નહિ
પણ
અનુભવમાં સમાય
‘સવાર્થ સિદ્ધિ’ તે ઉત્કૃષ્ટ દેવલોક છે, ત્યાં
અસંખ્ય દેવો છે, તેઓ બધા સમ્યદ્રષ્ટિ છે તેઓનું
આયુષ્ય ૩૩ સાગરોપમ (અસંખ્ય અબજોવર્ષ) છે
તથા તેઓ એકાવતારી છે; તે બધાય દેવો ભેગા
થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે તો
પણ આત્માની શક્તિનો પાર ન આવે–એવી
અનંતશક્તિનો ધણી આ દરેક આત્મા છે. તે
સમ્યગ્દ્રષ્ટિ દેવોએ અનંત શક્તિસંપન્ન આત્માના
આનંદનો સ્વાદ સ્વ–સંવેદનથી ચાખી લીધો છે.
વિકલ્પદ્વારા ગણતરીથી આત્માની શક્તિનો પાર
નથી પમાતો, પણ જ્ઞાનને, અંતરમાં લીન કરતાં
ક્ષણમાત્રમાં આત્માની સર્વશક્તિનો પાર પામી
જવાય છે. આત્માના ગુણો, ગણ્યા ગણાય નહિ
પણ અનુભવમાં સમાય, ને જ્ઞાનમાં જણાય.