હોય તો, પર સાથેનો સંબંધ તોડી, સ્વભાવમાં એકતા કરીને
શાંતિનો અનુભવ થઈ શકે નહિ,–પરથી જુદો પડીને પોતાના
સ્વરૂપમાં સમાઈ જઈ શકે નહિ. પરંતુ પરથી વિભક્ત ને
સ્વરૂપમાં એકત્વ થઈને આત્મા પોતામાં જ પોતાની શાંતિનું
વેદન કરી શકે છે, પોતાની શાંતિના વેદન માટે આત્માને પરનો
સંબંધ કરવો પડતો નથી, કેમકે પોતાની શાંતિ પોતામાં જ છે.
માટે હે જીવ! બહારમાં શાંતિ ન શોધ; તારા અંતરમાં જ શાંતિ
છે–એનો વિશ્વાસ કરીને અંતર્મુખ થા, તો તારામાં જ તને તારી
શાંતિનું વેદન થશે.