સ્વર્ગવાસ પામ્યા છે. તેમને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણોં ભક્તિભાવ હતો, પૂ.
ગુરુદેવ સોનગઢ રહ્યા ત્યારથી જ તેઓ અનેકવિધ સેવાકાર્યમાં ભાગ લેતા
હતા. તેઓ સોનગઢ–સંસ્થાના એક કાર્યકાર હતા. સાહિત્ય પ્રવૃત્તિઓ પણ
તેઓ શોખીન હતા. સોનગઢ જૈન અતિથિ સેવાસમિતિના તેઓ
શરૂઆતથી જ સેક્રેટરી હતા. અને છેલ્લે છેલ્લે દક્ષિણતીર્થયાત્રા સંઘની
વ્યવસ્થા કમિટિના સભ્ય તરીકે સંઘની વ્યવસ્થા સંબંધી અનેક કાર્ય તેઓ
કરતા હતા. માહ શુદ આઠમે મુંબઈથી સંઘના પ્રસ્થાન વખતે પણ તેઓ
મુંબઈમાં હાજર હતા, અને ત્યાંથી માહ શુદ ૧૧ના રોજ તેઓ ભાવનગર
પહોચ્યા.....ત્યારબાદ બીજે જ દિવસે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. ગુરુદેવ
સાથે યાત્રામાં આવવાની તેમની ભાવના હતી પરંતુ મુંબઈમાં તેમની
તબીયત નબળી થઈ જવાને કારણે તેઓ જાત્રામાં આવી શકેલ નહિ.
છેલ્લે છેલ્લે ઘણા વખતથી તેઓ સોનગઢમાં જ રહેતા હતા ને
સત્સમાગમનો લાભ લેતા હતા. તેઓ સમાગમના સદ્ભાવમાં આગળ
વધીને આત્માનું હિત પામો–એમ ઇચ્છીએ છીએ. સંસારનું સ્વરૂપ જ
આવું અસ્થિર–ક્ષણભંગુર છે; સંસારમાં નિરંતર બની રહેલા આવા
ક્ષણભંગુરતાના પ્રસંગો ઉપરથી, આત્માર્થી જીવોએ સંસાર તરફના
વલણથી વિરક્ત થઈને, આત્મિક સિદ્ધિ માટે તીવ્રપણે ઉધકત થવા જેવું
છે....શ્રી વીતરાગી દેવ–ગુરુ–ધર્મનો સમાગમ જીવોને સંસારના દરેકે દરેક
પ્રસંગમાં વીતરાગતા શીખવીને આત્મસન્મુખ થવાની પ્રેરણા આપે છે.
ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય છે. એકાંતદ્રવ્ય જ સ્વીકારે ને પર્યાય ન સ્વીકારે
તો, પર્યાય વગર દ્રવ્ય નો સ્વીકાર કોણે કર્યો? શેમાં કર્યો? અને એકલી
પર્યાયને જ સ્વીકારે ને દ્રવ્યને ન સ્વીકારે તો કોના ઉપર મીટ માંડીને
પર્યાય એકાગ્ર થશે? માટે બંને નયોનો ઉપદેશ સ્વીકારીને, દ્રવ્ય–પર્યાયની
સંધિ કરવાયોગ્ય છે. દ્રવ્યપર્યાયની સંધિ એટલે શું? પર્યાયને જુદી પાડીને
લક્ષમાં ન લેતાં, અંતર્મુખ કરીને દ્રવ્ય સાથે એકાકાર કરવી, એટલે કે
દ્રવ્ય–પર્યાયના ભેદનો વિકલ્પ તોડીને એકતારૂપ નિર્વિકલ્પ અનુભવ
કરવો, તે દ્રવ્યપર્યાયની સંધિ છે, તે જ બંને નયોની સફળતા છે.
તે નયનું સફળપણું નથી. દ્રવ્ય–પર્યાય બંનેને જાણીને બંનેના વિકલ્પ
તોડીને, પર્યાયને દ્રવ્યમાં અંતર્લીન અભેદ એકાકાર કરીને અનુભવ કરવો
તેમાં જ બંને નયોનું સફળપણું છે.