ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૪
૪૮ધર્માત્મા સમકિતી કે સાધુને પણ રોગ હોઈ શકે, પણ કેવળી ભગવાનને રોગ હોઈ શકે નહિ.
૪૯સહજ–સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્રતા તે સર્વજ્ઞ થવાનો ઉપાય છે.
પ૦જે સર્વજ્ઞતાનો સાધક છે તેને રાગમાં સાધનબુદ્ધિ હોતી નથી.
પ૧હે જીવ! મોક્ષ માટે સંતોની આજ્ઞા છે કે તારા સહજ–સર્વજ્ઞસ્વભાવી આત્મા તરફ જા...... તેને
ધ્યેય બનાવીને તેની સન્મુખ થા.....
પ૨સહજ સ્વભાવને ધ્યેય બનાવતાં આનંદની ધારા ઉલ્લસે છે.
પ૩અતીન્દ્રિય આત્મસ્વભાવની રુચિ જેને નથી તેને ઇંદ્રિય વિષયોની તૃષ્ણા હોય જ છે.
પ૪જેને રાગની રુચિ છે તેને ઈંદ્રિયવિષયોની જ રુચિ છે, કેમકે રાગનું ફળ ઇંદ્રિયવિષયો જ છે.
પપધર્માત્માને રાગ વખતે શુદ્ધતાનો અંશ હોય, પરંતુ રાગમાં તો કંઈ શુદ્ધતાનો અંશ નથી.
પ૬મોક્ષમાર્ગી મુનિવરોને શુદ્ધોપયોગની મુખ્યતા છે, ધર્મીગૃહસ્થને શુભોપયોગની મુખ્યતા છે.
પ૭ગૃહસ્થને શુભની મુખ્યતા કહી તેથી એમ ન સમજવું કે તે ધર્મ છે,–ધર્મ તો તે વખતે વર્તતી
શુદ્ધતા જ છે.
પ૮શુદ્ધતા પોતાના સહજ–જ્ઞાનસ્વભાવના અવલંબને જ થાય છે.
પ૯અરે જીવ! તારા સહજ–જ્ઞાનસ્વભાવને એકવાર અપૂર્વ ઉલ્લાસ ભાવે લક્ષમાં લે....તો બેડો પાર
થઈ જશે....
૬૦સ્વભાવના વિશ્વાસે સ્વાધીનતા છે, સંયોગના વિશ્વાસે પરાધીનતા છે.
૬૧હે જીવ! વીતરાગનાં વચનામૃત તને તારા સ્વભાવના પરમ શાંતરસનું પાન કરાવે છે.
૬૨હે જીવ! ક્યાંય ન ગમે તો આત્મામાં જ ગમાડ આનંદનું ધામ આત્મા જ છે.
૬૩દરેક આત્મા સ્વતંત્ર, આનંદસ્વરૂપ અને સહજસર્વજ્ઞસ્વભાવી છે, પોતાના સ્વભાવના આશ્રયે
વિકાસ કરીને તે પૂર્ણ આનંદ અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકે છે.
૬૪તીર્થંકર ભગવંતોએ કહેલો ને સંતોએ ઝીલેલો મોક્ષનો માર્ગ ત્રણેકાળે એક જ પ્રકારનો છે.
૬પછે.
૬૬સીમંધર ભગવાનને યાદ કરીને ગુરુદેવ કહે છે કે, વિદેહક્ષેત્રમાં ભગવાન બિરાજે છે ત્યાં તો આ
માર્ગ ધમધોકાર ચાલી રહ્યો છે.
૬૭ગુરુદેવ બાળકની જેમ કહે છે; અહો! ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા ઉપર મોટો ઉપકાર છે,
અમે તેમના ચરણોના દાસ છીએ.
૬૮હે રત્નત્રયધારક સંતો! અમારા આંગણે પધારો ને પવિત્રરત્નત્રયવડે અમારા જીવનને પાવન
કરો.
૬૯ત્રણેકાળના તીર્થંકરો–ગણધરો–સન્તોને સ્મરણ કરીને આજના મંગલ પ્રસંગે નમસ્કાર કરીએ
છીએ–તેઓ અમારું મંગલ કરો.
૭૦હે ગુરુદેવ! આજના મંગલ પ્રસંગે હજારો–લાખો ભક્તો અત્યંત હર્ષપૂર્વક આપશ્રીને અભિનંદે છે
અને પરમભક્તિથી આપશ્રીને વિનવે છે કે અમને મોક્ષના મંગલ આશીર્વાદ આપો.