મહાઃ ૨૪૮પઃ ૧૭ઃ
મોક્ષમાર્ગી શ્રમણો શુદ્ધોપયોગી અને શુભોપયોગી
(પ્રવચનસાર ગા. ૨૪પ પ્રવચનમાંથી)
(શુભોપયોગીને પણ શ્રમણ કહ્યા છે–પરંતુ–શુભોપયોગ તે ધર્મ નથી)
પ્રશ્નઃ– મોક્ષમાર્ગી શ્રમણો કેવા છે?
ઉત્તરઃ– જેમણે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા જ્ઞાનપૂર્વક તેમાં લીનતા પ્રગટ કરી છે, એટલે કે
એકાગ્રતા પ્રગટ કરી છે તે શ્રમણ છે. તે શ્રમણ શુદ્ધોપયોગી હોય છે.
પ્રશ્નઃ– તે શ્રમણને શુભોપયોગ હોય છે કે નથી હોતો?
ઉત્તરઃ– તે શ્રમણ જ્યારે શુદ્ધોપયોગ ભૂમિકામાં લીન રહી શકતો નથી ત્યારે શુભોપયોગ પણ તેને હોય
છે.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગી તે શ્રમણ છે અને શુભોપયોગી પણ શ્રમણ છે–એમ કહ્યું છે, તેથી જેને જેને
શુભોપયોગ હોય તે બધા શ્રમણ છે–એ વાત બરાબર છે?
ઉત્તરઃ– ના; અહીં એકલા શુભોપયોગની વાત નથી; જેને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત ઘણી
સ્વરૂપલીનતા તો પ્રગટી છે એવો જીવ જ્યારે શુદ્ધોપયોગમાં સ્થિર રહી શકતો નથી ત્યારે શુભોપયોગમાં વર્તે છે,
તેને શ્રમણ તરીકે સ્વીકારવામાં આવ્યો છે; પરંતુ જેને સમ્યગ્દર્શન–જ્ઞાન પ્રગટયું નથી, ને શુભરાગને જ ધર્મ
માનીને તેમાં જ પ્રવર્તે છે, તો એવા શુભોપયોગીને કાંઈ શ્રમણ તરીકે સ્વીકારવામાં આવ્યા નથી; શુભરાગને જે
ધર્મ સમજે છે તેને શ્રમણપણું તો અતિ દૂર રહો, સમ્યગ્દર્શન પણ તેને નથી, તે તો મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વકની ચારિત્રદશાવાળા શુભોપયોગી શ્રમણને જે શુભરાગ છે તે તો ધર્મ છે
ને?
ઉત્તરઃ– ના; શુભોપયોગી શ્રમણને જે શુભરાગ છે તે પણ આસ્રવ જ છે, તે ધર્મ નથી.
પ્રશ્નઃ– તો ધર્મ શું છે?
ઉત્તરઃ– ધર્મ તો શુદ્ધઆત્મપરિણતિ છે; જેટલી વીતરાગી શુદ્ધપરિણતિ છે તેટલો ધર્મ છે, ને તેટલો જ
મોક્ષમાર્ગ છે.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગી જીવ કેવો છે?
ઉત્તરઃ– શુદ્ધોપયોગી જીવ નિરાસ્રવ છે, તે સાક્ષાત્ શ્રમણ છે, તે મોક્ષમાર્ગમાં અગ્રેસર છે–પ્રધાન છે.
પ્રશ્નઃ– શુભોપયોગી શ્રમણ કેવો છે?
ઉત્તરઃ–શુભોપયોગી શ્રમણ આસ્રવ સહિત છે, અને તેમને મોક્ષમાર્ગમાં પાછળથી (એટલે કે ગોણપણે)
લેવામાં આવ્યા છે.
પ્રશ્નઃ– જેમને પાછળથી ગૌણપણે લેવામાં આવ્યા છે એવા શુભોપયોગી શ્રમણો કેવા છે?
ઉત્તરઃ– તેઓ શુદ્ધોપયોગ ભૂમિકાના ‘ઉપકંઠે’ રહેલા છે, શુદ્ધોપયોગની પડોશમાં છે.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગના ઉપકંઠે રહેલા–એટલે શું?
ઉત્તરઃ– તે શુભોપયોગી શ્રમણને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત ચારિત્ર દશા પણ પ્રગટી છે,
જ્યારે શુદ્ધોપયોગમાં એકાગ્ર રહી શકતા નથી ત્યારે તેમને શુભોપયોગ હોય છે, પરંતુ તે શુભોપયોગને તેઓ
ધર્મ નથી સમજતા, અલ્પકાળમાં જ તે શુભને છેદીને શુદ્ધોપયોગમાં ઠરશે. તેથી તે શુભોપયોગી શ્રમણને
શુદ્ધપયોગના ઉપકંઠે રહેલા કહ્યા છે.
પ્રશ્નઃ– અજ્ઞાનીને પણ શુભોપયોગ હોય છે, તો તેને શુદ્ધોપયોગના ઉપકંઠે કેમ ન કહેવાય?
ઉત્તરઃ– કેમકે તે અજ્ઞાની તો શુભોપયોગને’ જ ધર્મ માનીને (કે તેને ધર્મનું ખરું સાધન માનીને)