Atmadharma magazine - Ank 184
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮૪
તે શુભરાગમાં જ ડૂબેલો છે, તેઓ શુભથી પાર એવી શુદ્ધ ભૂમિકાને જાણતા જ નથી, શુભમાં જ અટકેલા છે. તેથી
તેમને શુદ્ધોપયોગના ઉપકંઠે કહેવાતા નથી. તેમને શુદ્ધોપયોગ નજીક નથી પણ દૂરાતિદૂર છે. શુદ્ધોપયોગના ઉપકંઠે તો
તેને જ કહેવાય કે જેને તેનું ભાન હોય અને તદ્ન નજીકમાં તે પ્રગટ થવાનો હોય. જેમ નજીકમાં ગામ હોય તો ‘આ
તેનું પાદર’ એમ કહેવાય, પણ જ્યાં ગામ જ નથી, એકલું ઊજ્જડ વેરાન જંગલ છે–ત્યાં પાદર કોનું કહેવું?
પ્રશ્નઃ– શુભોપયોગ તે ધર્મ છે કે નથી?
ઉત્તરઃ– ના; શુભોપયોગ તે ધર્મ નથી.
પ્રશ્નઃ– જો શુભોપયોગ તે ધર્મ નથી તો, ધર્મરૂપે પરિણમેલા શ્રમણોને પણ તે શુભોપયોગ કેમ હોય છે?
ઉત્તરઃ– શુભોપયોગ તે પોતે ધર્મ નથી છતાં પણ તેને ધર્મની સાથે એકાર્થસમવાય’ છે, તેથી ધર્મરૂપે
પરિણમેલા શ્રમણોને પણ તે શુભોપયોગ હોઈ શકે છે.
પ્રશ્નઃ– ‘એકાર્થસમવાય’ એટલે શું?
ઉત્તરઃ– શુભ ઉપયોગ અને ધર્મ એ બંને એકપદાર્થ ન હોવા છતાં એક વસ્તુમાં તેઓઃ બંને સાથે રહી શકે છે
તેથી તેમને એકાર્થસમવાયપણું છે.
પ્રશ્નઃ– જો શુભોપયોગ તે પોતે ધર્મ નથી તો શુભપયોગીઓને પણ શ્રમણ શા માટે કહ્યા છે?
ઉત્તરઃ– તે શુભોપયોગીઓને પણ ધર્મનો સદ્ભાવ હોવાથી તેઓ શ્રમણ છે. શુભને કારણે નહિ પણ તે
વખતે સાથે વર્તતી શુદ્ધપરિણતિરૂપ ધર્મને કારણે તેઓને શ્રમણપણું છે. શુભ વખતે જેને ધર્મનો સદ્ભાવ નથી તે
શુભોપયોગી હોવા છતાં શ્રમણ નથી.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગી શ્રમણ અને શુભોપયોગી શ્રમણ એ બંને સરખાં છે કે નથી?
ઉત્તરઃ– ના; એ બંને સરખાં–સમાનકોટિના નથી.
પ્રશ્નઃ– તો તેમનામાં શું ફેર છે?
ઉત્તરઃ– જો કે સમ્યગ્દર્શનાદિની અપેક્ષાએ તેમને સમાનપણું છે તોપણ જે શ્રમણ શુદ્ધોપયોગી છે તે નિરાસ્રવ
છે, અને જે શ્રમણ શુભોપયોગી છે તેને જરાક કષાય કણ વર્તતો હોવાથી તે સાસ્રવ જ છે; આથી તેમને
શુદ્ધોપયોગીઓની સાથે ભેગા લેવામાં આવતા નથી. પણ પાછળથી–ગૌણ તરીકે–જ લેવામાં આવે છે.
પ્રશ્નઃ– આ વાત ઉપરથી શું સિદ્ધાંત નક્કી થાય છે?
ઉત્તરઃ– આથી એવો સિદ્ધાંત નક્કી થાય છે કે શુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે, તે જ ધર્મ છેઃ તેની સાથે
વચ્ચે શુભોપયોગ હોય તે મોક્ષમાર્ગ નથી, તે ધર્મ નથી.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગીશ્રમણ કેવા છે?
ઉત્તરઃ– તે અતીન્દ્રિય આનંદનો સીધો સ્વાદ લેવામાં મશગુલ (એકાગ્ર) છે.
પ્રશ્નઃ– શુભોપયોગીશ્રમણ કેવા છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત ચારિત્ર દશા હોવા છતાં હજી તેમને જરાક કષાય જીવ વર્તે છે? તેટલું
બંધન પણ થાય છે માટે તે શુભને બંધનું જ કારણ જાણવું જોઈએ, તેને મોક્ષનું કારણ ન માનવું જોઈએ.
પ્રશ્નઃ– શુદ્ધોપયોગી મુનિ કયા ગુણસ્થાને હોય?
ઉત્તરઃ– શુદ્ધોપયોગી મુનિ સાતમા ગુણસ્થાને કે તેથી ઉપર હોય.
પ્રશ્નઃ– શુભોપયોગી મુનિ કયા ગુણસ્થાને હોય?
ઉત્તરઃ– શુભોપયોગી મુનિને છઠ્ઠું ગુણસ્થાન હોય. પરંતુ તે મુનિ છઠ્ઠે ને છઠ્ઠે ગુણસ્થાને લાંબો કાળ રહેતા
નથી, અલ્પકાળમાં તે શુભને તોડીને શુદ્ધોપયોગમાં–સાતમે ગુણસ્થાને આવે છે. જો લાંબો કાળ સુધી શુભમાં જ
રહ્યા કરે ને શુદ્ધમાં ન આવે તો તે મુનિપણાથી પણ ભષ્ટ થઈ જાય છે. મુનિને છઠ્ઠું–સાતમું ગુણસ્થાન વારંવાર
બદલ્યા કરે છે......વારંવાર નિર્વિકલ્પ થઈને શુદ્ધોપયોગમાં અતીન્દ્રિય આનંદનું સાક્ષાત્ વેદન કરે છે.–આવી જ
મોક્ષમાર્ગી શ્રમણોની દશા છે.
શુદ્ધોપયોગી સાક્ષાત્ મોક્ષમાર્ગી શ્રમણ ભગવંતોને નમસ્કાર હો.
રે ‘શુદ્ધ’ ને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન–દર્શન ‘શુદ્ધ’ ને,
છે ‘શુદ્ધને નિર્વાણ, ‘શુદ્ધ’ જ સિદ્ધ પ્રણમું તેમને.