Atmadharma magazine - Ank 185
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
ફાગણઃ ૨૪૮પઃ ૯ઃ
શ્રવણબેલગોલમાં
બાહુબલી પ્રભુની બીજી યાત્રા અને અભિષેક
મહા વદ ૧૧ના રોજ ફરીને
ઈંદ્રગીરી (અર્થાત્ વિંધ્યગીરી) ઉપર
બાહુબલી ભગવાનની યાત્રા અર્થે ફરીને
ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. આજે
ગુરુદેવે ભાવપૂર્વક બાહુબલી પ્રભુના
ચરણોનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ
યાત્રિકોએ પણ ભક્તિપૂર્વક અભિષેક
કર્યો હતો. આ અભિષેક સંબંધી
ઉછામણીમાં તેમજ રથયાત્રા સંબંધી
ઉછામણીમાં લગભગ દસેક હજાર રૂા.
થયા હતા. આ રૂાં નો ઉપયોગ અહીંના
પર્વત ઉપર યાત્રાના સ્મરણાર્થે કરવામાં
આવશે. અભિષેક બાદ ગુરુદેવે ચારે
બાજુથી ફરી ફરીને બાહુબલીનાથને
નયનભર નીરખ્યા....
नीरखत तृप्ति न
थाय
..... બસ, જાણે ભગવાનને
નીરખ્યા જ કરીએ!–અભિષેક બાદ
ખૂબ ભક્તિ કરી..આમ બાહુબલી
ભગવાનની બીજી યાત્રા અને અભિષેક
કરીને ગુરુદેવ સાથે આનંદથી ભક્તિ
કરતાં કરતાં ભક્તો નીચે
આવ્યા...બાહુબલી ભગવાનની આ
બીજી જાત્રાથી ભક્તોને ઘણો આનંદ
થયો.
બપોરે પ્રવચનમાં ભેદજ્ઞાનના
નિમિત્તોની દુર્લભતાનું વર્ણન આવતાં
ગુરુદેવે કહ્યુંઃ ‘જુઓ, આ નિરાવરણ
શાંત વીતરાગી બાહુબલી ભગવાન આ
દુનિયામાં અજોડ છે, તે ભેદજ્ઞાનનું
નિમિત્ત છે; ચૈતન્યશક્તિને ખુલ્લી કરીને
ઊભેલા આ બાહુબલી ભગવાન સાક્ષાત્
ચૈતન્યને દેખાડે છે. વ્યાખ્યાન પછી
દક્ષિણીબહેનોએ રાસપૂર્વક ભક્તિ કરી
હતી. સંઘના યાત્રિકો સાંજે ભોજન
કરીને શ્રવણબેલગોલ તરફ રવાના
થયા.
“–નિરખત તૃપ્તિ ન થાય....”