વાતાવરણમાં ઝગઝગતી રહેલી એ વીર વીતરાગી સંતની મુદ્રા નીહાળતાં સૌને ઘણો આનંદ થયો. અને–
એ રીતે ઉલ્લાસભરી ભક્તિપૂર્વક બાહુબલીનાથના દર્શન કરીને નીચે આવતાં શ્રવણબેલગોલની
દેખીને ભક્તોને ઘણો હર્ષ થયો. લોકો કહેતાઃ જૈસે બાહુબલી ભગવાનકો દેખકર આપકો અતિશય આનંદ હુઆ,
વૈસે હી હમકો કાનજીસ્વામીકો દેખકર અતિશય આનંદ હુઆ.
*બાહુબલીભગવાનની યાત્રા કરાવનાર કહાન ગુરુદેવને નમસ્કાર.
તેલની ફેકટરી વગેરે જોવા માટે યાત્રિકો ગયા હતા. બીજે દિવસે મૈસુરથી દસેક માઈલ દૂર શ્રીરંગપટ્ટમમાં ૨૪
ભગવંતોના દર્શન કર્યા. સાંજે ગુરુદેવ વગેરે મૈસુરથી પચીસેક માઈલ ઉપર આવેલ ગોમટગીરીના દર્શને ગયા
હતા, અહીં ૧પ ફૂટના સુંદર (શ્યામ) બાહુબલી ભગવાન છે તેમનાં દર્શન–પૂજન કર્યા. બસના યાત્રિકો પણ
ગોમટ્ટગીરીના દર્શન માટે જતા હતા. પરંતુ એક બસ (નો. ૭) વચ્ચે અટકી જતાં, બસોને પાછા ફરવું પડયું
હતું. રાત્રે પ્રસિદ્ધ વૃંદાવનગાર્ડન અને કૃષ્ણસાગર તળાવ જોવા ગયા હતા. રંગબેરંગી પ્રકાશ વચ્ચે વિવિધ
પ્રકારના ફુવારાઓ અને પાણીના ધોધ વગેરે રચનાથી બગીચાનો દેખાવ ઘણો આકર્ષક છે; કૃષ્ણસાગર
તળાવની વચ્ચે લગભગ ૭પ ફુટ ઊંચો ફૂવારો છે. તેનું અવલોકન કરીને પાછા મૈસુર આવ્યા.
મહાવીર ભગવાન ખડ્ગાસને ખૂબ જ શોભી રહ્યા છે. અહીંના ગુજરાતી સમાજે સંઘને જમાડયો હતો. અહીં સંઘ
બે દિવસ રહ્યો હતો. બીજે દિવસે ટાઉનહોલમાં પ્રવચનનું દ્રશ્ય સુંદર હતું; પ્રવચન પહેલા પ્રોફેસર કે. એસ.
ધર્મેન્દ્રૈયા (મ્.અ.બ્.ત્.) એ ઈંગ્લીશ સ્વાગતપ્રવચનમાં ગુરુદેવનો જીવનપરિચય આપીને કહ્યું હતું કે આ એક
સોનેરી અવસર છે કે બેંગલોરના આંગણે ૭૦૦ માણસોના સંઘ સહિત પૂ. કાનજીસ્વામી પધાર્યા છે. બેંગલોરની
જનતા તરફથી હું તેઓશ્રીનું સ્વાગત કરું છું. બીજા એક ભાઈએ ઈંગ્લીશ પ્રવચન દ્વારા અભિનંદન આપતાં કહ્યું
કે–આપણા સદ્ભાગ્ય છે કે કાનજીસ્વામી આટલે દૂરથી સંઘસહિત અહીં પધાર્યા છે. ૨પ૦૦ વર્ષ પહેલાં ભગવાન
મહાવીરે જે સંદેશો કહેલો તે આજે તેઓ સંભળાવી રહ્યા છે. આપણા સૌની વતી હું સ્વામીજીને અભિનંદન આપું
છું. ગુજરાતી સમાજ તરફથી સ્વાગતપ્રવચન કરતાં એક ભાઈએ કહ્યું હતું કેઃ આજે આપણો ઘણો આનંદનો
ધન્ય દિવસ છે કે પૂ. ગુરુદેવ અહીં બે દિવસ પધાર્યા છે. બેંગલોર શહેર તરફથી હું અભિનંદનપૂર્વક તેઓશ્રીનો
આભાર માનું છું. ગુરુદેવના પ્રવચનમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત માણસો ઉપસ્થિત હતા.....અને પ્રવચનની
ગુજરાતી કે હિંદી કોઈ ભાષા ન સમજતાં હોવા છતાં ગુરુદેવની પ્રભાવશાળી મુદ્રા અને ભાવભીની ચેષ્ટા જોઈને
ઘણા પ્રભાવીત થતા હતા.