Atmadharma magazine - Ank 185
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧પઃ
મુંબઈ સમાચાર
ઝંડા શ્રી મહાવીર કા
માહ માસમાં ભારતની
એક મુખ્ય નગરી મુંબઈ શહેરમાં અભૂતપૂર્વ
પંચ કલ્યાણક મહોત્સવ ઊજવાયો...પરમ
પ્રભાવી પૂ. શ્રી કાનજીસ્વામીની મંગલ
છાયામાં ઉજવાયેલો આ પંચકલ્યાણક
પ્રતિષ્ઠા મહોત્સવ મુંબઈના ઈતિહાસમાં
અભૂતપૂર્વ હતો. પૂ. ગુરુદેવના પ્રતાપે
મુંબઈના દિ. જૈન મુમુક્ષુમંડળે અતીવ
ઉત્સાહપૂર્વક લગભગ ચાર લાખ રૂા. ના
ખર્ચે ઝવેરીબજારમાં ભવ્ય જિનમંદિર
બંધાવીને પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ
મુંબઈનગરીમાં ઊજવ્યો. આ મહોત્સવનાં
દ્રશ્યો નીહાળીને હજારો–લાખો લોકો
આશ્ચર્યચકિત બન્યા હતા. આ પ્રતિષ્ઠા
ઉત્સવમાં લગભગ બે લાખ રૂા. નું ખર્ચ થયું
હતું, અને અઢી લાખ રૂા ની આવક થઈ
હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવના બધા
પ્રસંગોના વિગતવાર સમાચારોનો લગભગ
પ૦ પાનાંનો એક લેખ ‘આત્મધર્મ’ ના
ગતાંકમાં છાપવા માટે મોકલ્યો હતો, પરંતુ
પોસ્ટની ગરબડમાં તે ગૂમ થઈ જવાથી
પ્રસિદ્ધ થઈ શક્યો નથી; આથી તે
પ્રતિષ્ઠામહોત્સવના મુખ્ય–મુખ્ય પ્રસંગો
ફરીથી સંક્ષેપમાં લખીને મોકલવામાં આવ્યા
છે. યાત્રા પ્રવાસમાં હોવાને કારણે ઊભી
થયેલી મુંબઈના સમાચારોની આ
પરિસ્થિતિ બદલ આત્મધર્મના વાંચકો પાસે
ક્ષમા માંગીએ છીએ.
–બ્ર હરિલાલ જૈન
મુંબઈ નગરીમાં અભૂતપૂર્વ પંચકલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવની મંગલ શરૂઆતમાં ‘મહાવીર
નગર’ પ્રતિષ્ઠામંડપમાં ઝંડારોપણ થયું તે પ્રસંગનું
દ્રશ્ય ચિત્રમાં શેઠ શ્રી ખીમચંદભાઈ વગેરે ઝંડારોપણ
કરી રહેલા દેખાય છે.