Atmadharma magazine - Ank 185
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮પ
મુંબઈ નગરીમાં પૂ. ગુરુદેવ પધારતાં હજારો ભક્તોએ ઉલ્લાસથી સ્વાગત કર્યું, અને પ્રમુખશ્રી
મણિલાલભાઈ શેઠે અતિ ઉલ્લાસથી ગદ્ગદ્ભાવે સ્વાગત પ્રવચન કરીને ગુરુદેવનું સ્વાગત કર્યું.
પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત પહેલાં છ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી; આ
ઉપરાંત બીજા પણ અનેક ભાઈઓએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી.
પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી વિધિ માટે મમ્માદેવી પ્લોટમાં ‘મહાવીરનગર’ નામની સુંદર નગરી રચવામાં
આવી હતી, તેમાં પ્રતિષ્ઠામંડપ ખૂબ જ સુશોભિત હતો.
મહોત્સવની શરૂઆતમાં પ્રતિષ્ઠા–મંડપમાં શ્રી જિનેન્દ્ર ભગવાનને બિરાજમાન કરીને ઝંડારોપણ વગેરે
વિધિ થઈ હતી. શરૂઆતના પૂજનવિધાન તરીકે ‘શ્રી સમવસરણ મંડલવિધાન’ થયું હતું. પૂજનની પૂર્ણતા થતાં
શ્રી જિનેન્દ્રદેવનો મહાઅભિષેક થયો હતો.
આચાર્યઅનુજ્ઞા તથા ઈન્દ્રપ્રતિષ્ઠા બાદ ઇન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ નીકળ્‌યું હતું, અને ઇન્દ્રોએ યાગમંડલપૂજન
કર્યું હતું. માહ સુદ એકમથી નેમિનાથપ્રભુના પંચકલ્યાણકના દ્રશ્યોની શરૂઆત થઈ હતી....શરૂઆતમાં
ગર્ભકલ્યાકના પૂર્વ દ્રશ્યો થયા હતા મંગલાચરણ બાદ, ઇંદ્રસભામાં નેમનાથપ્રભુના અવતરણ સંબંધી ચર્ચા થાય
છે, શિવાદેવીમાતાને ૧૬ મંગલસ્વપ્નો આવે છે, કુમારિકાદેવીઓ માતાની સેવા કરે છે–વગેરે દ્રશ્યો થયા હતા.
(પ્રતિષ્ઠામહોત્સવમાં ભગવાનના માતા–પિતા થવાનું સૌભાગ્ય શેઠ શ્રી મણિલાલભાઈ તથા તેમના ધર્મપત્ની
સુરજબેનને મળ્‌યું હતું, અને તેના ઉલ્લાસમાં તેમણે રૂા. ૧૦૦૦૦) પ્રતિષ્ઠામહોત્સવમાં અર્પણ કર્યા હતા.
સૌધર્મેન્દ્ર થવાનું સૌભાગ્ય શેઠશ્રી પુરણચંદ્રજી ઝવેરી જયપુરવાળાને મળ્‌યું હતું.
માહ સુદ બીજની સવારે ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. દેવીઓ શિવાદેવી માતા સાથે પ્રશ્નોત્તરરૂપે સુંદર
તત્ત્વચર્ચા કરે છે તેમજ અનેક પ્રકારે સેવા કરે છે. ત્રિલોકનાથ બાવીસમા તીર્થંકર નેમપ્રભુ શિવાદેવી માતાની
કૂંખે આવ્યાના કલ્યાણકારી સમાચાર મળતાં જ ઈંદ્રો આવીને ભગવાનના માતા–પિતાનું સન્માન કરીને સ્તુતિ–
પૂજન કરે છે, ઈત્યાદિ દ્રશ્યો થયા હતા.
બપોરના પ્રવચન બાદ ઘણા ઉલ્લાસથી જિનમંદિરની વેદી–કલશ–ધ્વજની શુદ્ધિની વિધિ થઈ હતી...ઈંદ્રો–
ઈંદ્રાણીઓએ તેમજ કુમારિકા દેવીઓએ વેદિશુદ્ધિ વગેરે વિધિ કરી હતી; તે ઉપરાંત સંઘની ખાસ ભાવનાથી
વેદીશુદ્ધિ વગેરેમાં કેટલીક મહત્વની ક્રિયાઓ પવિત્રાત્મા પૂ. બેનશ્રી–બેન (ચંપાબેન અને શાંતાબેન)ના સુહસ્તે
થઈ હતી. તેઓશ્રી અતિશય ભક્તિપૂર્વક જ્યારે ભગવાનની વેદીશુદ્ધિ અને સ્વસ્તિકસ્થાપન વગેરે વિધિ કરતા
હતા ત્યારે ભક્તજનો તે દેખીને અતિ હર્ષપૂર્વક ભક્તિ કરતા હતા.
આ પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે અજમેરની પ્રસિદ્ધ ભજનમંડળી પણ આવી હતી; મંડળીના ભાઈઓ વિધ–
વિધ પ્રકારના ભજન–નૃત્ય વગેરેના કાર્યક્રમથી દરેક પ્રસંગને વિશેષ શોભાવતા હતા. જન્મકલ્યાણકના વરઘોડા
વખતની અદ્ભુત ભક્તિ, તેમજ રાજીમતી અને તેના પિતાજીનો વૈરાગ્યભર્યો સંવાદ વગેરે પ્રસંગો દેખીને
હજારો માણસો આશ્ચર્ય પામ્યા હતા. આ ઉપરાંત મંડળીએ સર્પનૃત્ય, મારવાડીનૃત્ય વગેરેનો નમૂનો પણ
બતાવ્યો હતો. એક બાલિકાએ મયૂરનૃત્ય કર્યું હતું.
માહ સુદ ત્રીજના દિવસે ભગવાનના જન્મકલ્યાણકનો અદ્ભુત મહોત્સવ થયો હતો... સવારમાં
બાવીસમા તીર્થંકર ભગવાન શ્રી નેમિકુમારના જન્મની વધાઈ આવતાં જ ઇન્દ્રો ઐરાવત હાથી લઈને
જન્મકલ્યાણક ઊજવવા આવ્યા...ને મહાવીરનગરને ત્રણ પ્રદક્ષિણો કરી.....ત્યારબાદ ભગવાન નેમકુમારને હાથી
ઉપર બિરાજમાન કરીને મેરૂપર્વત ઉપર અભિષેક માટેનું ભવ્ય જુલુસ નીકળ્‌યું...આ જન્મકલ્યાણકનો વરઘોડો
અપૂર્વ હતો. અનેક બેન્ડ પાર્ટીઓ વગેરે વૈભવથી સહિત ૧પ–૨૦ હજાર જેટલા ભક્તોની ભક્તિથી ગાજતો
લગભગ એક માઈલ લાંબો આ વરઘોડો દેખીને મુંબઈની જનતા મુગ્ધ બની હતી...વરઘોડાનું સૌથી મોટું
આકર્ષણ બે હાથી હતા. હાથી સહિતનો આવો ભવ્ય વરઘોડો મુંબઈના ઈતિહાસમાં પહેલો જ હતો.....હાથી
માટેની પરવાનગી મેળવવા શેઠ મણિલાલભાઈએ બે લાખ રૂા. ની જામીનગીરી આપી હતી. હાથી ઉપર
બિરાજમાન નેમપ્રભુનું આ ભવ્ય જુલુસ મુંબઈ નગરીના જે જે રસ્તેથી પસાર થતું ત્યાંનો વાહન–વ્યવહાર
ઘડીભાર થંભી જતો હતો...ચારે કોરની અટારીઓ અને રસ્તાઓ