ત્યારે, પંચ કલ્યાણક પ્રતિષ્ઠા
ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી. ચિત્રમાં
મણિલાલભાઈ વગેરે છ ભાઈઓ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી રહેલા
બીજા પણ કેટલાક ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી.
કુંદકુંદપ્રભુનું સ્મરણ અને ભક્તિ કરતાં કરતાં ગુરુદેવ સાથે ભક્તો ઉપર પહોંચ્યા...... પર્વત ઉપર એક
પુરાણું જિનાલય છે, તેમાં પાર્શ્વનાથ વગેરે ભગવંતો બિરાજે છે; તેની સન્મુખ માનસ્તંભ છે; બાજુમાં એક
સુંદર કુંડ છે, તેના કિનારે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના અતિ પ્રાચીન ચરણપાદુકા કોતરેલા છે.
આસપાસનું દ્રશ્ય ઘણું સુંદર ને ભાવવાહી છે. અહીં પૂ. ગુરુદેવને યાત્રામાં ઘણો ભાવ ઉલ્લસ્યો
હતો......કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોનો તેમણે ભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો.... ને ભાવભીના ચિત્તે
ભક્તિ પણ કરાવી હતી.....પૂ. બેનશ્રીબેને પણ અહીં ઘણા રંગથી ભક્તિ કરાવી હતી......ગુરુદેવ સાથે
કુંદકુંદપ્રભુના આ પાવન ધામની યાત્રાથી ભક્તોને ઘણો આનંદ અને ઉત્સાહ આવ્યો હતો....અને ગુરુદેવ
સાથે આ મહાન ઐતિહાસિક યાત્રાના કાયમ સ્મરણ માટે આ તીર્થધામમાં કાંઈક યાદગીરી બનાવવા માટે
લગભગ ૧૨૦૦૦) રૂા. નું ફંડ થયું હતું, જેમાં રૂા. પ૦૦૧) સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાંથી (પૂ.
બેનશ્રીબેન હસ્તકના ખાતામાંથી) જાહેર કરવામાં આવ્યા હતા. (ફંડ હજી ચાલુ છે)
આવ્યા હતા. બપોરે શંકરરાવ ગોડે તેમજ ભટ્ટારકજીની ખાસ માંગણીથી ગુરુદેવે ૦ાા કલાક પ્રવચન કર્યું
હતું...જેમાં કુંદકુંદપ્રભુનો પરમમહિમા અને આદરભાવ પ્રસિદ્ધ કર્યો હતો...પ્રવચન બાદ એક બાળકે કન્નડ
ભાષામાં સ્વાગતગીત ગાયું હતું. તેમજ સ્થાનિક કાર્યકરો તરફથી ગુરુદેવના સ્વાગત અને અભિનંદન
સંબંધી હુમચના ભટ્ટારકજીએ ઘણું ભાવભીનું વક્તવ્ય કર્યું હતું. ત્યારબાદ ગુરુદેવે તથા સંઘે મૂળબિદ્રી તરફ
પ્રસ્થાન કર્યું હતું...રસ્તામાં વચ્ચે સુંદર ઘાટ અને ગીચ ઝાડીઓનાં રમણીય દ્રશ્યો આવે છે. ઊંચાનીચા
પર્વતો, પાણીના ઝરણાંઓ, ખીણો ને ઝાડીઓનું શાંતરમણીય વાતાવરણ વનવાસી મુનિવરોની
શાંતપરિણતિની યાદ દેવડાવતું હતું. ગુરુદેવ સાંજે મૂળબિદ્રી પહોંચી ગયા હતા....ને સંઘ રાત્રે પહોચ્યો
હતો...બીજે દિવસે ગુરુદેવ સાથે અહીંના રત્નપ્રતિમાના દર્શન કરવાની ધૂનમાં ને ધૂનમાં સૂતેલા ભક્તો
રાત્રે સ્વપ્નમાં પણ રત્નમય જિનબિંબોને દેખાતા હતા.