Atmadharma magazine - Ank 185
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮પ
મુંબઈ શહેરની પ્રવચન સભાનું એક દ્રશ્ય
મુંબઈ શહેરમાં પૂ. ગુરુદેવના પ્રવચન
વખતે પંદર–પંદર હજાર માણસોથી ભવ્ય–
પ્રવચનસભા ખૂબ જ શોભતી હતી...નગરના
અનેક પ્રતિષ્ઠિત માણસો પણ પ્રવચનમાં
આવતા. સર શેઠ ભાગચંદજી સાહેબ સોની,
ભૈયા સાહેબ શ્રી રાજકુમારસિંહજી શાહુ
શાંતિપ્રસાદજી શેઠ, શેઠ વછરાજજી ગંગવાલ,
શેઠ બાલચંદ હીરાચંદ વગેરે અનેક પ્રતિષ્ઠિત
સજ્જનો ઉપરાંત મુંબઈના સ્વરાજખાતાના
પ્રધાન શ્રી માણેકલાલ શાહ વગેરે પણ
પ્રવચનમાં આવતા હતા. ઉપરના ચિત્રમાં
પ્રધાનશ્રી માણેકલાલભાઈ, પ્રમુખશ્રી
રામજીભાઈ વગેરે નજરે પડે છે.
મૂળબિદ્રીમાં રત્નપ્રતિમા દર્શન
(માહ વદ ચોથ)
આ રત્નમય જિનેશ્વરોના ધામમાં આવતાં ભક્તોને આનંદ થયો. સવારમાં ભક્તો સહિત ગાજતેવાજતે
ગુરુદેવે અહીંના જિનમંદિરોના દર્શન કર્યાઃ અહીંનુ એક હજાર થાંભલાવાળું પ્રસિદ્ધ ત્રિભુવનતિલકચુડામણિ
જિનમંદિર અતિભવ્ય અને પ્રાચીન છે. નીચે ચંદ્રપ્રભુ ભગવાનના દસેક ફૂટના ધાતુના ભવ્ય પ્રતિમા છે, ને ઉપર
સ્ફટિક વગેરેના જિનબિંબોનો દરબાર છે. આ ઉપરાંત અહીં બીજા અનેક જિનમંદિરો છે; ત્યાં દર્શન–પૂજન કર્યા.
બપોરે સિદ્ધાંતવસતી–જિનમંદિરમાં રત્નમય જિનબિંબોના દર્શન માટે ગુરુદેવ તેમજ યાત્રિકો
આવ્યા....શરૂઆતમાં જિનવાણીમાતા (તાડપાત્ર ઉપરના પ્રાચીન ધવલ–મહાધવલ સિદ્ધાંતશાસ્ત્રો) નાં દર્શન
કરાવ્યા...અને ત્યારબાદ અનુક્રમે ૩પ વિવિધ પ્રકારના રત્નમણીના મહાકિંમતી જિનબિંબોના દર્શન કરાવ્યા....ને
છેલ્લે એક સાથે આખો જિનેન્દ્ર દરબાર (–સમવસરણ દરબાર) બતાવ્યો...ગુરુદેવ સાથે આ જિનબિંબોના દર્શન
થી ભક્તોને ઘણો જ હર્ષ થયો હતો...ગુરુદેવ પણ આ જિનબિંબોના દર્શનથી ખૂબ જ પ્રસન્ન થયા હતા, ને ફરીને
બીજી વાર પણ દર્શન કરવા બેઠા હતા....૨૪ ભગવંતોનું પૂજન તેમજ ભક્તિ થયા હતા....ગુરુદેવ સાથે રત્નમય
જિનબિંબોના દર્શનથી આનંદિત થઈને પૂ. બેનશ્રીબેને “વાહ વા જી વાહ વા” વાળી ભક્તિ કરાવી હતી.
કારકલ
મૂળબિદ્રીમાં સંઘ ૩ દિવસ રહ્યો હતો....તે દરમીયાન માહ વદ સાતમના રોજ મૂળબિદ્રીથી કારકલમાં
દર્શન કરવા ગયા હતા. અહીં એક નાનકડી પહાડી ઉપર ૪૦ ફૂટના બાહુબલી પ્રભુના પ્રતિમા છે, ત્યાં પૂજન–
ભક્તિ કર્યાં હતા. તે ઉપરાંત બીજા અનેક જિનમંદિરો, માનસ્તંભ વગેરેના દર્શન કર્યા હતા; અને ભૂજબલી
બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુદેવનું મંગલપ્રવચન તથા સ્વાગતસમારોહ થયો હતો. ત્યાંથી પાછા મૂળબિદ્રી આવ્યા હતા.
રાત્રે ત્રિભુવનતિલકચુડામણિ–મંદિરમાં ભક્તિ થઈ હતી, તે વખતે હજારો દીપકોની કળામય રચના વચ્ચે શ્રી
ચંદ્રપ્રભુ ભગવાનનો દેખાવ અદ્ભુત હતો, તે દેખીને સર્વે ભક્તોને ઘણો આનંદ થયો હતો.
વેણુર અને હળેબીડ
માહ વદ આઠમના રોજ મૂળબિદ્રીથી પ્રસ્થાન કરીને દસ માઈલ દૂર વેણુરમાં સ્થિત ૩પ ફૂટના બાહુબલી