Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 31

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૬અઃ
પારસપ્રભુ વગેરેના દર્શન કરીને કુંથલગિરિ
તરફ પ્રસ્થાન કર્યું......ગુરુદેવ
ઉસ્માનાબાદમાં રોકાયા હતા અને ત્યાં
પ્રવચન કર્યા બાદ કુંથલગિરિ પધાર્યા.
કુંથલગિરિ સિદ્ધક્ષેત્ર
દૂરદૂરથી આ સિદ્ધક્ષેત્રના દર્શન થતાં
આનંદ થાય છે.. સિદ્ધિધામ બહુ રળિયામણું
છે... તીર્થક્ષેત્રને લગભગ અર્ધચકરાવો
લઈને ગુરુદેવની મોટર આવી પહોંચતાં
ભાવભીનું સ્વાગત થયું.... બ્રહ્મચર્યાશ્રમના
વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં સ્વાગત ગીત
ગાયું......ત્યારબાદ જિનેન્દ્ર ભગવાનના
દર્શન કરીને, સમન્તભદ્ર મહારાજ સાથે
ગુરુદેવનું મિલન થયું અને પ્રસન્ન વાતાવરણ
વચ્ચે લગભગ એક કલાક સુધી પ્રેમભરી
વાતચીત થઈ. વાતચીત દરમીયાન
મહારાજજીએ પ્રમોદથી કહ્યુ્રં કે તમે આત્માનું
સાધ્યું છે; અને તમે અહીં આવ્યા છો તો
અમને લાભ મળવો જોઈએ. અહીં
કટનીવાળા પં. જગન્મોહનલાલજી શાસ્ત્રી
પણ આવ્યા હતા અને ગુરુદેવ સાથે
વાતચીતથી ખૂબ પ્રસન્ન થયા હતા.
આ કુંથલગિરિ–સિદ્ધિધામથી
દેશભૂષણ, કુલભૂષણ આદિ કરોડો મુનિવરો
મુક્તિ પામ્યા છે... પર્વત નાનકડો રળિયામણો
છે.....તળેટીમાં પાંચ તથા પર્વત ઉપર ચાર
એમ કુલ ૯ જિનમંદિરો છે.... ઉપરના મુખ્ય
મંદિરમાં દેશભૂષણ–કુલભૂષણ મુનિવરોના
અતિ ભાવવાહી ખડગાસન પ્રતિમા બિરાજે
છે– જાણે ક્ષપકશ્રેણી માંડીને હમણાં જ
કેવળજ્ઞાન પામતા હોય–એવા ભાવ તેમના
દર્શન કરતાં ભક્તોને જાગે છે. આ મંદિરના
ઉપરના ભાગમાં સીમંધર ભગવાન બિરાજે
છે....નીચેના મંદિરમાં અતિભાવવાહી
રત્નત્રય ભગવંતો બિરાજે છે.
કુંથલગિરિના રત્નત્રય ભગવંતો
ઘણા ભક્તો ફા. સુ. ૧૪ની સાંજે જ ઉપર જઈને દર્શન કરી આવ્યા હતા. રાત્રે જિનમંદિરમાં રત્નત્રય
ભગવંતો સન્મુખ ખૂબ ભાવવાહી ભક્તિ થઈ હતી. સિદ્ધક્ષેત્રમાં પૂ. બેનશ્રીબેનની વૈરાગ્યમય ભક્તિ દેખીને સૌને
આનંદ થતો હતો.–
આજ અમોલક અવસર આયા......
રત્નત્રય પ્રભુ દર્શન પાયા.........
ગુરુદેવ સાથે યાત્રા પાયા........