પલટી ગયું હતું, ચારે કોર આનંદ ઉત્સવ અને અધ્યાત્મચર્ચાનું વાતાવરણ બની ગયું હતું. આશ્રમનું વાતાવરણ
સુંદર, આનંદી અને ઉલ્લાસભર્યું છે. પં. સુમતીબહેનની આગેવાનીમાં આશ્રમની દરેક બહેનો અને દરેક કાર્યકરો
ખૂબ જ પ્રેમ અને હોંસથી સંઘ સાથે ભળી જઈને આગતાસ્વાગતા કરતા હતા. ખરેખર સોલાપુરના બે દિવસો,–
અને તેમાં પણ રાજુલદેવી શ્રાવિકાશ્રમના બે દિવસો સંઘને બહુ યાદ રહેશે.
વિદાય આપી. બ્ર. સુમતીબેનને વિશેષ ભાવ થતાં તેઓ કુંથલગીરીની યાત્રા માટે સંઘની સાથે આવ્યા.
સોલાપુરથી કુંથલગિરિ જતાં વચ્ચે ઉસ્માનાબાદથી ત્રણ માઈલ પર ધારાશિવની ગુફાઓ છે, તે જોવા
અનેક ગુફાઓમાં જિનબિંબો બિરાજે છે...એક ગુફામાં પાણીની વાવડી પણ છે. ગુરુદેવ વગેરે ત્યાં ગુફાઓમાં
વહેલાં પહોંચી ગયા હતા...પાછળ રહેલા સેંકડો યાત્રિકો ગુરુદેવને અને ગુફાઓને શોધતા શોધતા ચારે કોર ઘૂમી
રહ્યા હતા...ગુફાવાસી ભગવંતોની શોધમાં આખા પર્વત ઉપર ભક્તો છૂટાછવાયા ફરી રહ્યા હતા. ભગવાનની
શોધમાં ફરીફરીને થાકેલા ભક્તોને ગુફામાં પ્રવેશતાં શાંતિ થઈ ને જિનેન્દ્ર ભગવંતના દર્શન કરતાં જ થાક ઉતરી
ગયો.... “હર્ષ પૂર્વક ભગવાનના દર્શન કરીને સૌએ ભક્તિ કરી...ગુફાઓનું વાતાવરણ બહુ શાંત છે....કોઈ કોઈ
ગુફા તો એવી શાંત છે કે અંદર પ્રવેશતાં જાણે કોઈ મહામુનિઓની સમીપમાં આવ્યા હોઈએ–એવી શાંતિ લાગે
છે. એક મોટી ગુફામાં લગભગ ૭ ફૂટ વિશાળ પાર્શ્વપ્રભુ બિરાજે છે.