Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 31

background image
ચૈત્રઃ ૨૪૮પઃ પઃ
હૈદરાબાદના એક જિનમંદિરના ભગવંતો
જિનાલયમાં કુંદકુંદપ્રભુનું અને ગુરુદેવનું ત્રિરંગી રંગોળીચિત્ર આલેખવામાં આવ્યું હતું, તે ખૂબ જ
કળામય હતું, જાણે અસલી ફોટા જ નીચે પાથર્યા હોય એવું દેખાતું હતું; આ દ્રશ્ય નવીન હતું....ગુરુદેવે
આદિનાથમંદિરમાં માંગળિક સંભળાવ્યું...અહીં પૂ. ગુરુદેવ પધારવાથી, અને પૂ. બેનશ્રીબેનના સમાગમથી
સુમિતબાઈ ખૂબ જ પ્રસન્ન થયા હતા. અહીં ગુરુદેવ પધારતાં અને સોનગઢ તથા સોલાપુર બંને આશ્રમના
બહેનોનું મિલન થતાં સોનગઢ જેવું વાતાવરણ લાગતું હતું. અહીં સાત સુંદર જિનમંદિરો છે...તેમાં રત્નત્રય
ભગવંતો વગેરેના સુંદર પ્રતિમાજી છે. ગુરુદેવનું પ્રવચન જૈન બોર્ડિંગમાં ખાસ મંડપમાં થતું હતું, પ્રવચનમાં
હજારો લોકો ઉત્સાહથી ભાગ લેતા હતા. રાત્રે શ્રાવિકાશ્રમના મંદિરમાં કમલાસન મહાવીરપ્રભુ સન્મુખ ભક્તિ
થઈ હતી...ભક્તિ વખતે આખું મંદિર અંદર તેમજ બહાર ચીક્કાર ભરાઈ ગયું હતું....ને પૂ. બેનશ્રીબેને વૈરાગ્ય
અને ઉલ્લાસથી ભરેલી ખૂબજ ભક્તિ કરાવી હતી. ભક્તિ પછી બંને આશ્રમના બહેનોએ પરસ્પર પરિચય કર્યો
હતો, તેમજ ભક્તિ પૂર્વક રાસ લીધો હતો તેમજ તાત્ત્વિક પ્રશ્નોત્તર થયા હતા. આ પ્રસંગે અરસપરસના
પરિચયથી બંને આશ્રમના બહેનોને ઘણી પ્રસન્નતા થઈ હતી.
ફાગણ સુદ તેરસની સવારે પ્રવચન બાદ જૈન બોર્ડિંગમાં ગુરુદેવના સ્વાગતનો સમારંભ થયો હતો. અને
બપોરે શ્રી આદિનાથ મંદિરમાં સુંદર ભક્તિ થઈ હતી; ભાવભીની ભક્તિમાં પૂ. બેનશ્રીબેનની તન્મયતા દેખીને
લોકો આશ્ચર્ય અને આનંદ પામ્યા. રાત્રે શ્રાવિકાશ્રમમાં સુંદર આધ્યાત્મિક તત્ત્વચર્ચા થઈ હતી, અને તત્ત્વચર્ચા
બાદ આશ્રમ તરફથી વિદ્યુલતાબેન શાહે (
B. A. B. T હેડ મીસ્ટ્રેસે) ઘણી લાગણી પૂર્વક ભાવભીનું અભારદર્શન
(મરાઠી ભાષામાં) કર્યું હતું; શ્રીમતી વિદ્યુલતાબેન બાલ બ્રહ્મચારી છે ને સોનગઢ પ્રત્યે ઘણો પ્રેમ ધરાવે છે.
આભાર દર્શનમાં તેમણે સોનગઢના આધ્યાત્મિક વાતાવરણની પ્રંશંસા કરી હતી, અને ગુરુદેવ સંઘ સહિત
સોલાપુર પધાર્યા તથા શ્રાવિકા આશ્રમમાં પધારીને તેઓશ્રીએ અધ્યાત્મચર્ચાનો લાભ આપ્યો તે બદલ ઘણી
પ્રસન્નતાથી તેમણે આભાર માન્યો હતો. તેમજ પૂ. બેનશ્રી–બેન (–ચંપાબેન તથા શાંતાબેન) ત્રણ દિવસ
આશ્રમમાં ઉતર્યા અને ભાવભીની ભક્તિ ચર્ચાનો ખૂબ લાભ આપ્યો તે બદલ તેમનો પણ આભાર માન્યો હતો.
પૂ. બેનશ્રીબેનના ત્રણ દિવસના સહવાસથી આશ્રમના બધા બહેનો ખૂબ પ્રભાવિત થયા હતા, અને તેઓશ્રીના
જ્ઞાન–શાંતિ–વૈરાગ્ય તથા