Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 31

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૬
લગભગ ૪૧ ફૂટના બાહુબલી ભગવાન અને અનેક જિનમંદિરોનાં દર્શન કર્યા......વેણુરમાં લગભગ ૩પ ફૂટના
બાહુબલી ભગવાનના દર્શન કર્યા...હળેબિડમાં ઉત્તમ કારીગરીવાળા પ્રાચીન મંદિરો અને ૧પ–૨૦ ફૂટ ઊંચા અતિ
ભવ્ય ભગવંતોના દર્શન કર્યા.....હાસનમાં હોંસભર્યું સ્વાગત થયું....મહા વદ નોમે પૂ. ગુરુદેવ શ્રવણબેલગોલ
પધાર્યા....અને સંઘસહિત અતિ ઉલ્લાસપૂર્વક બાહુબલી ભગવાનની યાત્રા કરી....ખૂબ જ ભાવથી પૂજન–ભક્તિ
કર્યા. પ૭ ફૂટ ઊંચા અતિ મનોજ્ઞ વીતરાગી ઉપશાંત આત્મધ્યાની બાહુબલીનાથને નીહાળતાં જ સંતોની
પરિણતિમાંથી જાણે કે રણકાર ઊઠતા હતા કે–
મને લાગે સંસાર અસાર.....
આરે....સંસારમાં નહીં જાઉં...નહીં જાઉં....નહીં જાઉં રે
મને જ્ઞાયકભાવનો પ્યાર.....
એ રે....જ્ઞાયકમાં હું લીન થાઉં.....લીન થાઉં.....
લીન થાઉં રે.........
મને સિદ્ધસ્વરૂપનો પ્યાર...
એ રે સિદ્ધપદમાં નમી જાઉં...નમી જાઉં....
નમી જાઉં.......રે.........
આવા ઉત્કૃષ્ટ ભાવે ફરીફરીને બાહુબલી ભગવાનના દર્શન કર્યા...બીજી પહાડી ચંદ્રગીરી ઉપર અનેક
જિનાલયોના, કુંદકુંદપ્રભુ વગેરે સંબંધી અનેક શિલાલેખોના, ભદ્રબાહુસ્વામીની ગૂફાના દર્શન કર્યા...ગામની
જનતાએ ગુરુદેવનું ખૂબ જ સ્વાગત કર્યું...ત્યારબાદ મૈસુર શહેરમાં ચાર હાથી સહિત ભવ્ય સ્વાગત
થયું....શ્રીરંગપટ્ટમમાં ૨૪ ભગવંતો અને ગોમટગીરીમાં બાહુબલી ભગવાન દેખ્યા... વૃંદાવન ગાર્ડન વગેરેની શોભા
જોઈ....પછી બેંગલોર થઈને મદ્રાસ આવતાં વચ્ચે પુંડી ગામમાં પ્રાચીન પ્રભુનાં દર્શન ગુરુદેવે કર્યા....ફાગણ સુદ
એકમના રોજ મદ્રાસમાં ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું...ફાગણ સુદ પાંચમના રોજ પોન્નુરની પહાડી ઉપર
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિની ખૂબજ ઉલ્લાસભરી યાત્રા થઈ...૭૦૦ ઉપરાંત ભક્તો સહિત અતિ ભક્તિપૂર્વક
કહાનગુરુદેવ કુંદપ્રભુના ચરણોને ચંપાવૃક્ષ નીચે ખૂબ જ શાંતિથી ભેટયા...ને નીરખી નીરખીને ભાવપૂર્વક એ પાવન
ધામ નીહાળ્‌યું.....
અહીં જાત્રાનો એક મુખ્ય હપ્તો પૂરો થયો...અને લગભગ ૪૦૦ યાત્રિકો મુંબઈ તરફ પાછાફર્યા...બાકીના
૨પ૦ જેટલા યાત્રિકો સહિત અકલંકવસતી વગેરેનાં દર્શન કરીને ગુરુદેવ મદ્રાસ પધાર્યા....
અહીં સુધીની વિગત“આત્મધર્મ” માં આવી ગઈ છે...હવે ત્યાર પછીના યાત્રાધામોમાં આપણે આગણ વધીએ.
બેઝવાડા–હૈદરાબાદ
ફાગણ સુદ છઠ્ઠ (તા ૧પ માર્ચ) ના રોજ મદ્રાસથી નેલ્લુર થઈને બેઝવાડા આવ્યા...ફાગણ સુદ સાતમે
ગુરુદેવ બેઝવાડા પધારતાં ગુજરાતી સમાજે સ્વાગત કર્યું....યાત્રિકો ફા. સુદ આઠમે હૈદરાબાદ આવી ગયા...ને બે
દિવસથી ભગવાનના વિરહમાં પડેલા ભક્તો રીક્ષામાં બેસી બેસીને ભગવાનને ભેટવા માટે આનંદપૂર્વક દોડયા.
ભગવાનનાં દર્શન કરવા માટે ભક્તોનું હૃદય કેવું તલસે છે તે અહીં દેખાઈ આવતું હતું. ભક્તોએ હોંસે હોંસે
પ્રભુજીનાં દર્શન કર્યા...ને રાત્રે પૂ. બેનશ્રીબેને (અષ્ટાહ્નિકા નિમિત્તે તેમજ યાત્રા ઉત્સવ નિમિત્તે) ભાવભીની
નવીનવી ભક્તિ ગવડાવી હતી. ફા. સુ. ૯ ના રોજ ગુરુદેવ હૈદરાબાદ પધારતાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુદેવ
સાથે અહીંના ૪ દિ. જિનમંદિરોનાં દર્શન કર્યાં, તેમાં સેંકડો પ્રાચીન પ્રતિમાઓ બિરાજે છે. આ ઉપરાંત અહીંના
વિશાળ મ્યુઝીયમમાં શ્રીપાર્શ્વનાથ અને મહાવીર ભગવંતોના (૨૪ ભગવંતો સહિત) અતિ મનોજ્ઞપ્રતિમા
જોયા...
સોલાપુરમાં ફાગણ સુદ ૧૧
હૈદરાબાદથી પ્રસ્થાન કરીને સંઘ સાજે સોલાપુર આવી ગયો.....રાત્રે રાજુલદેવી શ્રાવિકશ્રમના જિનાલયમાં
પૂ. બેનશ્રી બેને ભક્તિ કરાવી...ફા. સુ. ૧૨ ના રોજ ગુરુદેવ સોલાપુર પધારતાં જૈન સમાજે ઉત્સાહપૂર્વક સ્વાગત
કર્યું....શ્રાવિકાશ્રમના અધિષ્ઠાતા પં. સુમતીબાઈએ યાત્રાસંઘની વ્યવસ્થા ઘણા વાત્સલ્યપૂર્વક કરી હતી...પં.
સુમતીબાઈ બાલબ્રહ્મચારી છે, તેઓ સોનગઢ પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે. આ ઉપરાંત શેઠ રાવજીભાઈ, શેઠ
માણેકલાલ ભાઈ વગેરેએ પણ હોંસપૂર્વક ભાગ લીધો હતો. સ્વાગતપ્રસંગે આશ્રમના