Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 31

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક ચૈત્ર
અંક ૬ ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
યાત્રા સમાચાર
“પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન
તીર્થયાત્રા સંઘ” પૂ. ગુરુદેવ સાથે આનંદપૂર્વક
તીર્થયાત્રા કરતોં વિચરી રહ્યો છે....પૂ. ગુરુદેવ
જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં મોટો મહોત્સવ
રચાઈ જાય છે, ને ઠેરઠેર નગરજનો
ઉમળકાભર્યું સ્વાગત કરે છે. સંઘના
અમરાવતી (ફાગણ વદ ૧૪) સુધીના
વિગતવાર સમાચાર આ અંકમાં આપ્યા છે.
ત્યારપછી નાગપુર, ડુંગરગઢ, ખેરાગઢ,
રામટેક, સીવની, જબલપુર, મઢીયાજી,
પનાગર, દમોહ, કુંડલગીરી, શાહપુર, સાગર,
નૈનાગીરી, દ્રૌણગીરી, ખજરાહ, પપૌરાજી,
ટીકમગઢ, આહારક્ષેત્ર, લલિતપુર અને દેવગઢ
(ચૈત્ર વદ ત્રીજે) થઈને કુશળપૂર્વક આગળ
પ્રસ્થાન કરી રહ્યો છે....મુખ્ય મુખ્ય
તીર્થધામોની યાત્રા ઘણા ઉલ્લાસપૂર્વક થઈ
ગઈ છે....ને હવે પાછા ફરી રહેલા ભક્તોને
ઘડીએ ઘડીએ સોનગઢનું સ્મરણ થાય છે....
પરમ પૂજ્ય શ્રી કહાનગુરુદેવની સંઘસહિત દક્ષિણના તીર્થધામોની મંગલયાત્રાનું મુંબઈથી મદ્રાસ સુધીનું
સંક્ષિપ્ત વર્ણન ‘આત્મધર્મ’ ના છેલ્લા બે અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકયું છે....હવે મદ્રાસથી આગળ વધતાં પહેલાં
મદ્રાસ સુધીની તીર્થયાત્રાને જરાક યાદ કરી લઈએ.
મહા સુદ આઠમના રોજ મુંબઈથી નીકળી, વચ્ચે મુમ્રા થઈને પુના આવ્યા....પછી ફલટન શહેરના
ભવ્ય જિનાલયોના દર્શન કરીને દહીંગાવમાં સીમંધરાદિ વીસ ભગવંતોના ભવ્ય પ્રતિમાના દર્શન
કર્યા.....પછી બાહુબલી (કુંભોજ) ક્ષેત્રમાં ૨૮ ફૂટના બાહુબલી પ્રતિમા, સમવસરણ મંદિર, બાહુબલી–
મંદિર, માનસ્તંભના તથા નાનકડા પર્વત ઉપર ૩ મંદિરોનાં દર્શન કર્યા....ત્યારબાદ કોલ્હાપુર થઈને
બેલગાંવ આવ્યા. ત્યાં કિલ્લાના પ્રાચીન જિનમંદિરમાં નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી દ્વારા પ્રતિષ્ઠિત
નેમિનાથ ભગવાનના દર્શન કર્યા. હુબલીમાં હાથીનાં બે બચ્ચાંએ સ્વાગત કર્યું...... ત્યારબાદ રમણીય
વન–જંગલ વચ્ચેથી પસાર થઈને જોગફોલ્સના કુદરતી ધોધ વગેરે જોઈને હુમચ આવ્યા...અનેક પ્રાચીન
જિનાલયો તથા રત્નાદિ–પ્રતિમાનાં દર્શન કર્યા....તથા પહાડી ઉપરના જિનમંદિરમાં બાહુબલીનાથના
દર્શન કર્યા. ત્યારબાદ ઘણા ઉલ્લાસપૂર્વક કુંદગિરિ (કુંદાદ્રિ) તીર્થધામની યાત્રા કરીને, વચ્ચે મોટો ઘાટ
ઓળંગીને મૂળબિદ્રિ આવ્યા....ત્યાં ત્રિભુવનતિલકચુડામણિ મંદિરમાં રાત્રે હજારો દીપકોના ઝગમગાટમાં
દર્શન કર્યા...રત્નાદિના પ્રતિમાઓનાં તથા તાડપત્રોક્ત જિનવાણીના ઘણી ભક્તિથી ફરીફરીને દર્શન
કર્યા....બીજા પણ અનેક જિનાલયોમાં ચોવીસ ભગવંતો વગેરેનાં દર્શન કર્યા.....કારકલમાં