ધ્યાનમુદ્રાના દર્શન કરતાં આપશ્રીની પરમ આત્મસાધના
અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે.....કહાનગુરુદેવ સાથે થયેલી
આપશ્રીની આ મહા ‘મંગલવર્દ્ધિની’ યાત્રા સર્વે યાત્રિકોના
જીવનમાં આત્મહિતની પ્રેરણાનું એક અમરઝરણું બની
જશે....અને ફરી ફરીને–જીવનની પ્રતિ ક્ષણે–આપની પાવન
ધ્યાનમુદ્રાના સ્મરણ માત્રથી પણ યાત્રાનું એ અમર ઝરણું
અમને શાંતિ આપીને સંસારના તાપથી બચાવશે.....ને આપના
જેવું મોક્ષસુખ પમાડશે.