ભારત–અભિનંદનીય ગુરુદેવને અભિનંદન
હે શાસનપ્રભાવી સંત! આપશ્રીના ધન્ય અવતારના આ ૭૦મા
જન્મોત્સવ પ્રસંગે આત્મિક ઉમંગની લાગણીપૂર્વક આપશ્રીનું અભિનંદન
કરીએ છીએ. આપશ્રીનો મંગલ જન્મ ભારતભરના જિજ્ઞાસુ જીવોને
આત્મહિત માટેની જાગૃતિનું કારણ બન્યો છે.....આ વર્ષનો આપશ્રીનો
જન્મોત્સવ તીર્થયાત્રા કરતાં કરતાં વચ્ચે ઊજવાઈ રહ્યો છે....તીર્થસ્વરૂપ જે
રત્નત્રયમાર્ગ, તેના આપ પ્રવાસી છો.....ભારતના અનેક તીર્થધામોની યાત્રા
દરમિયાન રત્નત્રયરૂપ તીર્થની આપે ઘણી મોટી પ્રભાવના કરી છે; ભારતના
લાખો લોકોએ હર્ષ અને ભક્તિપૂર્વક આપશ્રીનાં દર્શન કરીને આપને
અભિનંદ્યા છે.....ભારતના ખૂણે ખૂણેથી હજારો–લાખો લોકોએ અભિનંદન
આપીને આપશ્રીને ‘ભારત–અભિનંદનીય’ બનાવ્યા છે.....આ
જન્મોત્સવના મંગલ પ્રસંગે અમે તેમાં ભક્તિપૂર્વક સૂર પૂરીને આપશ્રીનું
અભિનંદન કરીએ છીએ.
તીર્થસ્વરૂપ હે મંગલમૂર્તિ ગુરુદેવ!
જે રીતે ભારતભરના તીર્થધામોની અતિ ઉલ્લાસભરી યાત્રા કરીને
આપે અમને આનંદિત બનાવ્યા, તેમ રત્નત્રયાત્મક તીર્થધામની યાત્રા કરીને
આપ અમને અતીન્દ્રિય આનંદરૂપ બનાવો... અને આપશ્રીની સાથે સાથે
સાક્ષાત્ સિદ્ધિધામની યાત્રા કરાવો.
આ મંગલ તીર્થયાત્રા મહોત્સવની સ્મૃતિમાં, રત્નત્રય તીર્થની પ્રાપ્તિની
ભાવનાપૂર્વક આપશ્રીના મંગલ જન્મોત્સવ પ્રસંગે આ અંક આપને સમર્પણ
કરીને, ફરીફરીને આપશ્રીને અભિનંદન કરીએ છીએ.
..... બાલ યાત્રિક હરિ.