પૂજન ભક્તિ કર્યાં.
ભાઈએ “પરમ પારિણામિક ભાવની જે” બોલાવી હતી. શિરપુરમાં બીજું એક પ્રાચીન દિગંબર જિનમંદિર છે.
ત્યાં દર્શન કરીને સંઘે પ્રસ્થાન કર્યું ને રાત્રે કારંજા પહોંચ્યાં. કારંજા તરફ આવતાં વચ્ચે બાસીમમાં ગુરુદેવનું
સ્વાગત કર્યું અને ગુરુદેવે ત્યાંના પ્રાચીન મંદિરોમાં અમીઝરા પાર્શ્વનાથ વગેરેનાં દર્શન કર્યા.
ફાગણ વદ દસમના મંગલદિને પૂ. ગુરુદેવ કારંજા પધારતાં ભાવભીનું ભવ્ય સ્વાગત થયું. અહીં સ્વાગત
પાર્શ્વનાથાદિ ભગવંતો બિરાજે છે. બીજા મંદિરમાં શાસ્ત્રભંડાર છે. આ ઉપરાંત મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાં પણ
જિનમંદિર છે, તેમાં મહાવીરાદિ ભગવંતોના મનોજ્ઞ પ્રતિમાઓ બિરાજે છે, તેમજ રત્ન વગેરેના પ્રતિમાઓ તથા
ધવલ–જયધવલની હસ્તલિખિત પ્રતોપણ છે. આ બહ્મચર્યાશ્રમમાં ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો હતો
અને ગુરુદેવે ત્યાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ ૧૦ મિનિટ પ્રવચન કર્યું હતું. અહીં સંઘની વ્યવસ્થામાં
ગુજરાતી ભાઈઓએ પણ ભાગ લીધો હતો. અહીંનો સમાજ સ્વાધ્યાયનો પ્રેમી છે અને ગુરુદેવના પ્રવચનો
સાંભળવા માટે ઘણો રસ ધરાવે છે. પ્રવચનમાં ૩–૪ હજાર માણસો થયા હતા. પં. ધન્યકુમારજીએ સ્વાગત–
અભિનંદનનું પ્રવચન કર્યું હતું. રાત્રે સમ્યગ્દર્શન વગેરે સંબંધી અધ્યાત્મરસ ભરપૂર તત્ત્વચર્ચા થઈ હતી.
ત્યારબાદ મહિલાશ્રમના ચૈત્યાલયમાં શાંતિનાથ પ્રભુની સન્મુખ પૂ. બેનશ્રીબેને સરસ ભક્તિ કરાવી હતી.
આજના મંગલદિને ભક્તિ કરતાં ભક્તોને ઘણો આનંદ થતો હતો. માત્ર એક દિવસના કાર્યક્રમમાં કારંજાના
સમાજે ઘણા પ્રેમપૂર્વક લાભ લીધો હતો; અને અહીં એક દિવસ વધારે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો, છેવટ
એક કલાક વધારે રોકાઈને પણ એક પ્રવચન આપવા વિનંતિ કરી હતી. અહીંના સમાજનો તત્ત્વશ્રવણનો પ્રેમ
જોતાં અહીંને માટે એક દિવસ ઓછો ગણાય; પરંતુ આગળના કાર્યક્રમો નક્કી થઈ ગયા હોવાથી રોકાઈ શકાય
તેમ ન હતું. અગાસમાં બિરાજમાન શ્રીચંદ્રપ્રભુ ભગવાનના પ્રતિમા આ કારંજાના મંદિરથી આવેલા છે.
મહિલાશ્રમમાં પૂ. ગુરુદેવ પધાર્યા હતા અને પાંચ પાંચ વર્ષની નાની બાળાઓએ અધ્યાત્મ ગીતવડે સ્વાગત કર્યું
હતું.
ફા. વદ ૧૧ના રોજ સવારમાં પ્રસ્થાન કરીને પરતવાડા (એલચપુર) માં શેઠ ગેંદાલાલજી વગેરેના ખાસ
બહારગામના સેંકડો માણસો આવ્યા હતા. પ્રવચન બાદ ગુરુદેવ મુક્તાગિરિ પધારતાં પૂ. બેનશ્રીબેન વગેરે
ભક્તજનોએ ભાવભીનું સ્વાગત કર્યું અને કેટલાક ભક્તો સાંજે પર્વત ઉપર જઈને સિદ્ધક્ષેત્રનાં દર્શન કરી
આવ્યા.
મુક્તાગિરિ રળિયામણું, પ્રાચીન સૌદર્યથી ભરપૂર સિદ્ધક્ષેત્ર છે, ૩ાા કરોડ મુનિવરો અહીંથી સિદ્ધિ પામ્યા
પર્વતની વિસ્તૃત ગૂફામાં જ કોતરેલું છે, ચારે તરફ દિવાલોમાં પણ જિનબિંબ કોતરેલા છે, ને વર્ષાઋતુમાં
લગભગ ૨૦૦ ફૂટ ઊંચેથી પડતો પાણીનો ધોધ પ્રાકૃતિક સૌંદર્યથી જિનમંદિરને શોભાવે છે. ફાગણ વદ ૧૨ની
સવારમાં આવા આ સિદ્ધિધામની યાત્રા ગુરુદેવ સાથે શરૂ થઈ. શરૂઆતના ૧૦ મંદિરો બાદ ૧૧ થી ૨૬ મંદિરો
એક વિશાળ ચોકમાં છે. તેમાં એક મંદિરમાં બાહુબલિ ભગવાન (દસેક ફૂટના) બિરાજે છે. નં. ૨પનું મંદિર ખૂબ
પ્રાચીન છે ને હાલ તેમાં પાર્શ્વનાથપ્રભુના પ્રાચીન પ્રતિમા બિરાજે છે, તે ઉપરાંત દિવાલોમાં પણ