ઃ ૬ કઃ આત્મધર્મઃ ૧૮૬
૨૪ ભગવંતો વગેરે કોતરેલ છે. આ મંદિરમાં બેસીને ગુરુદેવ સાથે સૌએ તીર્થપૂજન (મુક્તાગિરિ સિદ્ધક્ષેત્રનું પૂજન)
કર્યું. ૩૧ થી ૩પ મંદિરો પર્વતની ટોચ ઉપર છે, તેમાં અહીંથી મોક્ષ પામેલા મુનિવરોનાં ચરણપાદુકા વગેરે છે. અહીંનું
દ્રશ્ય ઘણું શાંત ને રળિયામણું છે. અહીં દર્શન કરીને ભક્તિ ગાતાં ગાતાં સૌ નીચે ઉતર્યાં....કોઈ મંદિરોમાં રત્નત્રય
ભગવંતો બિરાજે છે. ૪૮ તથા ૪૯ નંબરના મંદિરો પર્વતની ગુફામાં આવેલાં છે, જાણે કે પર્વત પોતાના હૃદયમાં
જિનેશ્વર ભગવાનને સ્થાપીને ધ્યાવતો હોય તેમ એ ગુફામાં ૮ ફૂટ ઉન્નત પ્રાચીન ભગવંતો બિરાજે છે. તે પ્રભુજી પાસે
જવા માટે લાંબી–ઊંડી ગુફામાંથી પસાર થવું પડે છે....ત્યાંથી પસાર થતી વખતે સંસારનું વાતાવરણ તદ્ન ભૂલાઈ
જાય છે....માત્ર એક ભગવાનનું જ ધ્યાન રહે છે.....ને થોડી જ વારમાં ભગવાનનો સાક્ષાત્કાર થતાં ભક્તહૃદય
પ્રફુલ્લિત અને આનંદિત થઈને ઘડીભર ત્યાં જ થંભી જાય છે. જિનેન્દ્રદર્શન માટે ગુરુદેવ સાથે ગુફાવિહાર કરતાં
ભક્તોને આનંદ થયો....ને જ્યારે ગુરુદેવના પ્રતાપે ભગવાનને નીહળ્યા ત્યારે મુમુક્ષુ હૃદયમાંથી એવી ભાવનાના
ભણકાર ઉઠયા કે
“હૈ જિનવર! તુજ ચરણકમળના
ભ્રમર શ્રી કહાન પ્રતાપે,
‘જિન’ પામ્યો..... ‘નિજ’ પામું અહો,
મુજ કાજ પૂરા સહુ થાય”
ગૂફાના મંદિરોમાં ૨૪ ભગવંતો વગેરેનાં દર્શન કરતાં પણ આનંદ થયો.....ત્યારબાદ બહાર આવીને મંદિરના
ચોકમાં સૌ બેઠા......ને ગુરુદેવે યાત્રા સંબંધી પ્રસન્નતા વ્યક્ત કરી...પૂ. બેનશ્રીબેને થોડીવાર મુનિવરોની ભક્તિ કરાવી.
સાઢે તીન ક્રોડ મુનિ મુક્તાગીરમેં
જાકે રાગદ્વેષ નહીં મનમેં......
ઐસે મુનિ કો મૈં નિતપ્રતિ ધ્યાવું......
એ જી દેત ઢોક ચરણનમેં......
આ પ્રમાણે આનંદ–ઉલ્લાસપૂર્વક જાત્રા–પૂજા–ભક્તિ કરીને મંગળગીત ગાતાં ગાતાં સૌ નીચે આવ્યા...
મુક્તાગીરી મુક્તિધામથી
મુક્તિ પ્રાપ્ત સંતોને નમસ્કાર હો....
મુક્તાગીરીની મંગલયાત્રા કરાવનાર
ગુરુદેવને નમસ્કાર હો...........
મુક્તાગીરીમાં ભોજનાદિની વ્યવસ્થા અમરાવતીના શેઠ નથુસાબ પાસુશાબ (–જેઓ આ ક્ષેત્રના અધ્યક્ષ છે)
તેમના તરફથી કરવામાં આવી હતી.
પર્વતની તળેટીમાં જ વિશાળ ધર્મશાળા છે ને તેમાં વિશાળ જિનાલય છે. તેમાં વચ્ચે રજત–સુવર્ણના ભવ્ય
સિંહાસનમાં આદિનાથ પ્રભુ શોભી રહ્યા છે....ત્યાં ઘણા ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી...મુક્તાગિરિની યાત્રા પછી
ભાવભીની ભક્તિ કરતાં ભક્તોને આનંદ થતો હતો.
મૈં તેરે ઢીગ આયા રે....મુનિવર કે ઢીગ આયા....
મૈં તેરે ઢીગ આયા રે...સિદ્ધપ્રભુ ઢીગ આયા....
મૈં તેરે ઢીગ આયા રે....મુક્તાગિરિધામ આયા.....
મૈં તેરે ઢીગ આયા રે.....ગુરુવર કે સાથ આયા.....
ગુરુવર કે સાથ આયા રે...મૈં મુક્તાગિરિમેં આયા..
ઇત્યાદિ પ્રકારે અંતરભાવો ખોલીખોલીને પૂ. બેનશ્રીબેન ભક્તિ કરાવતા હતા. ઘણા આનંદથી સુંદર ભક્તિ
થઈ હતી; ત્યારબાદ પ્રવચનદ્વારા ગુરુદેવે મુક્તાગીરી ધામમાં મુક્તિનો માર્ગ દેખાડયો હતો.
પ્રવચન બાદ ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી બાબુરાવજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કેઃ આ કાળમાં આવા
અધ્યાત્મતત્ત્વનું નિરૂપણ કરનાર સંતને, આવાં મુક્તિધામમાં દેખીને અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. હું
સોનગઢ આવ્યો ત્યારે મને થયું કે અહીં ચતુર્થકાળ વર્તે છે... ચતુર્થકાલમાં સમોસરણ હતું, મેં પણ સોનગઢમાં
સમોસરણ દેખ્યું....સમોસરણમેં દિવ્યધ્વનિ હોતી હૈ, વહાં પર ભી મૈંને વોહી ભગવાન કી દિવ્ય ધ્વનિકા સાર ગુરુદેવકે
મુખસે સુના...હવે હું એક સ્તુતિકે દ્વારા સોનગઢ પ્રત્યેના અને ગુરુદેવ પ્રત્યેના મારા ભક્તિભાવ વ્યક્ત કરું છું–આમ
કહીને તેમણે “જય ગુરુદેવ....શ્રી કહાન ગુરુદેવ” ઇત્યાદિ કાવ્ય ગાયું હતું.