ATMADHARMA Regd. No. B. 4787
___________________________________________________________________________________
વનવાસ વખતે
વનવાસ વખતે સીતાજીને બહારમાં રામનો વિયોગ
થયો પણ અંતરમાં આતમરામનો વિયોગ નથી થયો.
વનવાસ વખતે ય નિઃશંકપણે તેને ભાન છે કે અમને
અમારા ચિદાનંદ સ્વભાવનો જ આધાર છે....આ વન કે
સિંહ–વાઘની ગર્જનાઓ તે કોઈ સંયોગ અમને અમારા
સ્વભાવના આધારથી છોડાવવા સમર્થ નથી. ઉપર આભ ને
નીચે ધરતી, ભલે કોઈ સગાંસંબંધી ન હો, છતાં અમે
અશરણ નથી, અંતરમાં અમારો ચિદાનંદ સ્વભાવ જ
અમારું મોટું શરણ છે. રાજમહેલ અમને શરણભૂત હતા ને
આ જંગલમાં અમે અશરણ થઈ ગયા–એમ નથી; જગત
આખું અમારા માટે અશરણ છે, અમારો આત્મા જ અમારું
શરણ છે.
સીતાજીનો સંદેશ
વનવાસ વખતે સીતાજી કહેવડાવે છે;
“હે સેનાપતિ! મારા રામને કહેજે કે લોકાપવાદના
ભયથી મને તો છોડી, પણ જિનધર્મને ન છોડશો; અજ્ઞાની
લોકો જિનધર્મની પણ નિંદા કરે તો તે નિંદાના ભયથી
સમ્યગ્દર્શન ને કદી ન છોડશો. ચૌવિધ સંઘની સેવા
કરજો....મુનિઓ અને આર્જિકાઓને ભક્તિપૂર્વક
આહારદાન દેજો.....” જુઓ આવા વનવાસ પ્રસંગે પણ
સીતાજીને અંતરના સ્વભાવમાંથી ધર્મનો ઉમળકો આવ્યો
છે..... ધર્મના આધારભૂત સ્વભાવ અંતરમાં દેખ્યો છે તે
સ્વભાવના આશ્રયે ઉમળકો આવ્યો છે....અહો! ભલે
જંગલમાં એકલી પડી પણ મારા ધર્મનો આધાર અંદર પડય
ો છે તે આધારને હું નથી છોડતી......અને મારા રામને
કહેજો કે તે પણ ધર્મને ન છોડે....લોકોપવાદની ખાતર મને
તો છોડી પણ ધર્મને ન છોડે.
આત્માની શોભા
આત્મા પોતાના સ્વભાવમાં એકતા કરીને
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમે તેમાં આત્માની
શોભા છે; પરંતુ સાથે સંબંધથી અશુદ્ધતારૂપે તેમાં તેની
શોભા નથી. માટે હે જીવ! પરથી અત્યંત ભીન્નપણું જાણીને,
પર સાથેનો સંબંધ તોડીને તારા જ્ઞાયકસ્વભાવમાં એકત્વ
કર. જ્ઞાયકસ્વભાવમાં એકતા કરીને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પ્રગટયા તેના વડે જ તારા આત્માની શોભા છે.
___________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને
પ્રકાશકઃ હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રી. પ્રેસ–ભાવનગર