Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 33

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૭
કુંથલગીરી સિદ્ધિધામની
યાત્રા પછીની ભક્તિનું
આ દ્રશ્ય છે.
ઠેરઠેર ભક્તિ વગેરે
દ્વારા જાત્રાના પ્રસંગોનું
સ્મરણ કરીને યાત્રિકો
જાત્રાની ભાવનાને ઉગ્ર
બનાવતા...અને
પ્રવાસની ગમે તેવી
તકલીફો પણ ભૂલાઈ
જતી.
બે ત્રણ કલાક બેઠા....ને એક વાગે શાહપુર પહોંચ્યા...રસ્તા વગેરેની ક્યારેક તકલીફ પડતી ત્યારે
જાત્રાની ભાવના વિશેષ જાગતી...અને ભક્તિ વગેરે દ્વારા જાત્રાના પ્રસંગોનું સ્મરણ કરીને યાત્રિકો
જાત્રાની ભાવનાને ઉગ્ર બનાવતા હતા. શાહપુર સમાજનો ઉત્સાહ અનેરો હતો. અનેક દરવાજાથી
નાનકડી નગરીને શણગારીને ઉમંગભર્યું સ્વાગત કર્યું હતું......ને સંઘ પ્રત્યે પણ ઘણો વાત્સલ્યભાવ
બતાવ્યો હતો....અહીંના સંઘનો ઉત્સાહ અને વાત્સલ્ય દેખીને યાત્રિકો રસ્તા સંબંધી થાક ભૂલી
ગયા.....ભોજન બાદ તુરત જિનમંદિરમાં ભજન થયું.....ભજન વખતે મંદિર ચિક્કાર ભરાઈ ગયું હતું....ને
પૂ. બેનશ્રીબેને “મેં જીવન દુઃખ સબ ભૂલ ગયા” ઇત્યાદિ ભજનો દ્વારા ભાવભીની ભક્તિ કરાવી હતી.
બપોરે પ્રવચન બાદ શાહપુરની ધર્મપ્રેમી જનતાએ ગુરુદેવ પ્રત્યે અભિનંદનોની ઝડી વરસાવી હતી. અનેક
ભક્તોના હૃદયમાં કવિતા ગાવાની સ્ફૂરણા જાગતી હતી. ને ઘણો થોડો ટાઈમ હોવા છતાં ઉપરાઉપરી
ગાવાની માંગણી આવતી હતી. બે અભિનંદનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ગુરુદેવના સંઘ સહિત
શાહપુર પધારવાથી જનતાએ હૃદય ખોલીને હર્ષ વ્યક્ત કર્યો હતો.
સાંજે ભોજન બાદ, સાત માઈલનો રસ્તો ઓળંગી સડક પર આવ્યા...ને ત્યાંથી પ્રસ્થાન કરીને રાત્રે ૮
વાગે સાગર પહોચ્યા.
સાગર શહેર (ચૈત્ર સુદ ૯ તથા ૧૦)
સવારમાં દર્શન–પૂજન કરીને સૌ ગુરુદેવના સ્વાગત માટે ગયા. સ્વાગત માટે સાગર શહેરને
શણગાર્યું હતું. ગલ્લાબજારનો વિશાળચોક માનવસાગરથી ઉભરાઈ રહ્યો હતો. ગલ્લાબજારના વેપારીઓ
(–માત્ર જૈનો જ નહિ પરંતુ અજૈનો પણ) બે દિવસથી રાહ જોતા હતા કે ક્યારે સ્વામીજી પધારે! સાત–
આઠ હજારની માનવમેદની ગુરુદેવનું સ્વાગત કરવા માટે ઉત્સુક બની હતી, ઉત્સાહભર્યા કોલાહલથી
વિશાળ ચોક ગાજી રહ્યો હતો. આઠ વાગે ગુરુદેવ શાહપુરથી સાગર પધારતાં ઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત
થયું. સમ્મેદશિખરયાત્રામાં જેવું ઈંદોરનું સ્વાગત મહાન હતું તેવું જ આ યાત્રામાં સાગરનું સ્વાગત
મહાન હતું. ગુરુદેવ પધારતાં બેન્ડવાજાં ગાજી ઉઠયા, સ્વયંસેવક દળે સલામી આપીને સ્વાગત કર્યું, ને
હજારો માણસોએ જયજયકારથી ગગન ગજાવી મૂકયું... સ્વાગત મંડપમાં અનેક વિદ્વાનોએ પુષ્પમાળાવડે
શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગુરુદેવનું સ્વાગત કર્યું. પં. મુન્નાલાલજીએ સાગરની જનતાવતી સ્વાગત પ્રવચન
કર્યું...સાથે સાથે સંઘના યાત્રિકોનું પણ પુષ્પમાળા અને કુમકુમતિલકવડે વાત્સલ્યપૂર્વક સન્માન કર્યું.
સાગરના અનેક વિદ્વાનો સભામાં ઉપસ્થિત હતા. મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કેઃ શાંતિનો સાગર
આત્મા છે, તેની શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ ધર્મ