Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 33

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧૩ઃ
સાગરમાં પૂ.ગુરુદેવે શાંતિનો સાગર બતાવ્યો....
તે ઉત્કૃષ્ટ મંગળ છે.–આ રીતે સાગરમાં શાંતિનો સાગર ગુરુદેવે બતાવ્યો. (અહીં સાગર જેવડું વિશાળ તળાવ છે
તે ઉપરથી ગામનું નામ સાગર પડયું છે.)
મંગલ પ્રવચન બાદ સ્વાગત–સરઘસ શરૂ થયું....સાગરનો માનવસાગર સ્વાગતમાં ઊભરાયો. ખૂબ
લાંબુ ભવ્ય સ્વાગત વર્ણીભવનમાં આવીને પૂરું થયું. ગુરુદેવ પધાર્યા તે નિમિત્તે જૈન વેપારીઓએ બે દિવસ
દુકાનો બંધ રાખી હતી. ગુરુદેવની અને સંઘની વ્યવસ્થા માટે સાગરના જૈનસમાજે ઘણી હોંશ બતાવી હતી.
સંઘને જમવા માટે શેઠ ભગવાનદાસજી વગેરેએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું હતું ને જમતી વખતે વાત્સલ્ય
અર્થે દરેક યાત્રિકને કુમકુમતિલક કર્યું હતું.
વર્ણીભવનમાં બે જિનાલયો તથા માનસ્તંભ છે, માનસ્તંભ ઉપર જવા માટે લાકડાની સીડી છે. બપોરે
પ્રવચનમાં વર્ણીભવન ઊભરાઈ ગયું હતું. ઘણા માણસો આસપાસના ગામોથી આવ્યા હતા. દસેક હજાર
શ્રોતાજનોની સભા અનેક ત્યાગી–બ્રહ્મચારીઓ, વિદ્વાનપંડિતો અને પ્રતિષ્ઠિત આગેવાનોથી શોભતી હતી.
ગુરુદેવના અધ્યાત્મિકતાથી ભરપૂર પ્રવચન બાદ પંડિત મુન્નાલાલજીએ પ્રવચનની પ્રશંસા કરતાં કહ્યું કેઃ
સ્વામીજી કા પ્રવચન અનોખે ઢંગકા હૈ. ઐસા શુદ્ધ પ્રવચન–જો કેવલ આત્મતત્ત્વકા નિરૂપણ કરતા હો–મૈંને આજ
હી સુના. અગર ઈસકા ધ્યાનસે શ્રવણ–મનન કિયા જાય તો આત્માકા અવશ્ય કલ્યાણ હો જાયગા, યહાં મુઝે
બારહ વર્ષ હુઆ, મૈંને બહુત સે નેતાઓં કા પ્રવચન સુના, અબતક મૈં ભી પંડિત કહલાતા હું, મૈં અપની બાત
કહતા હું...જબ પૂ. શ્રીકા સાહિત્ય પઢા તબ માલુમ પડા કિ પુણ્ય અલગ ચીજ હૈ, ધર્મ અલગ ચીજ હૈ....બીચમેં
પુણ્ય આતે હૈ લેકિન વહ ધ્યેય નહીં... ધર્મ ઉનસે અલગ હૈ. હમારે સૌભાગ્ય સે હમેં સ્વામીજી કા દો દિનકા લાભ
મિલા હે; હમ લાભ લેંગે તો હમારા કલ્યાણ હોગા.
સાંજે ગુરુદેવ સાથે અનેક જિનમંદિરોના દર્શન કર્યા. રાત્રે અભિનંદન સમારોહમાં ગુરુદેવને ત્રણ
અભિનંદન પત્રો અપાયા. એક દિ. જૈન સમાજ તરફથી, બીજું સાગર–વિદ્યાલય તરફથી અને ત્રીજું મહિલા
આશ્રમ તરફથી–આ રીતે એક જ ગામમાં ત્રણ ત્રણ અભિનંદન પત્રો અપાયા, તે ઉપરથી ગુરુદેવ પ્રત્યે
જનતાના ઉત્સાહનો ખ્યાલ આવી શકે છે.
બીજે દિવસે સવારમાં ચૌધરન બાઈવાળા જિનમંદિરમાં સમૂહપૂજા થઈ હતી. આ વિશાળ મંદિરમાં અનેક
વેદીઓ છે, તેમજ ૮–૧૦ ફૂટ ઊંચા છ ખડ્ગાસન પ્રાચીન પ્રતિમાઓ બિરાજે છે, તેનો દેખાવ સુંદર છે, જાણે
ચૈતન્યધ્યાનમાં મગ્ન મુનિવરો શ્રેણી માંડીને