હૈ......યહ વહી પુણ્ય સ્થાન હૈ જહાં વરદત્તાદિ મુનિવરોને આત્મસાધના કી થી....આજ ઈસ ક્ષેત્ર પર
કાનજીસ્વામીકો દેખકર હમેં અત્યંત આનંદ હો રહા હૈ. કાનજીસ્વામી સોનગઢકે હી નહિ, સમસ્ત ભારતકી પુંજી
હૈ, આપને અધ્યાત્મકી ગંગા પ્રવાહીત કી હૈ. હમ સ્વામીજીકા શતશત અભિનંદન કરતે હૈ.
ગાડા જોડીજોડીને આવ્યા હતા. પ્રવચન વખતે વાદળા હોવાથી ઉપશાંત વાતાવરણ લાગતું હતું.....પ્રવચનની દસ
મિનિટ બાકી હતી ત્યારે થોડા છાંટણા વરસ્યા હતાં–જાણે તીર્થક્ષેત્ર ઉપર ગંધોદક વૃષ્ટિ કરીને આકાશ તેને પૂજી
રહ્યું હોય? વરસતા વરસાદ વચ્ચે આભાર અને અભિનંદન વિધિ થઈ.....પ્રવચન પછી તરત પ્રસ્થાન કરવાનું
હોવાથી કેટલાક યાત્રિકો તૈયાર થઈને બસમાં બેઠાબેઠા જ પ્રવચન સાંભળતા હતા. નૈનાગીરીથી દ્રોણગીરી તરફ
પ્રસ્થાન થયું તે વખતનું દ્રશ્ય સરસ હતું...સંઘની બધી મોટરો ને બસો સાથે જ હતી. રસ્તા પાણીથી છંટાયેલા
હતા, વાદળાવાળું આકાશ પૃથ્વી ઉપર શાંતિની છાયા પાથરી રહ્યું હતું, સામે મંદિરોથી છવાયેલું તીર્થધામ દેખાતું
હતું ને પાસે જ કમળપત્રથી છવાયેલું સુંદર સરોવર હતું.....આવા રમણીય દ્રશ્યની સાથે ભક્તોના દિલમાં
યાત્રાનો ઉમંગ હતો......સૌથી આગળ ગુરુદેવની મોટર ‘મંગલવર્દ્ધિની’ ત્યારબાદ પોલીસવાન, ત્યારબાદ
બેનશ્રીબેનની મોટર ‘સત્સેવિની’ ત્યારબાદ મહેન્દ્રકુમાર શેઠીની ‘અમર–કિરણ’ વગેરે મોટરો, અને ત્યાર બાદ
યાત્રિકોની ચાર બસો,–આ રીતે આખાય સંઘની હારમાળા વિદર્ભદેશમાં એક સાથે વિચરી રહી હતી.....ગુરુદેવની
સાથે ને સાથે જ એક સિદ્ધિધામથી બીજા સિદ્ધિધામ તરફ પ્રવાસ કરતાં ભક્તોનું હૃદય પ્રફુલ્લિત હતું.
જતાં બીજા એક ગામે સંઘને રોકીને ગુરુદેવનું સ્વાગત કર્યું તથા યાત્રિકોને દૂધીયું પીવરાવીને માળા પહેરાવી.
સાંજે મલહરાગામમાં ગુરુદેવનું સ્વાગત કર્યું....ત્યાં માત્ર ૧૦ મિનિટના રોકાણમાં ગુરુદેવને અભિનંદનપત્ર
આપ્યું......સંઘને પણ થોડીવાર રોકાવા આગ્રહ કર્યો હતો. સંઘે સાંજનો નાસ્તો બસમાં જ કરી લીધો......સાંજે
દ્રોણગિરિ સિદ્ધિધામ પહોંચી ગયા... અહીં અનેક ત્યાગીઓ હતા, તેઓએ ગુરુદેવને જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી.
દર્શન શરૂ થયા.....પાસે પાસે ૨૬ મંદિરો છે, તેમાં દર્શન કરીને છેલ્લા મંદિરે આવ્યા. અહીં મોટી ઊંડી ગૂફા છે, તે
ગુરુદત્તમુનિરાજનું સિદ્ધિસ્થાન ગણાય છે....તેની બાજુમાં એક મંદિર છે, તેમાં અનેક પ્રતિમાઓ ઉપરાંત
મુનિવરોના ચરણપાદુકા છે, વચ્ચે મોટી વેદી છે તેની ચારે બાજુ મુનિવરોના ભાવવાહી દ્રશ્યો છે. મુનિધામ
ખરેખર શાંત અને રળિયામણું છે. આ મંદિર અને ગૂફા સામે વિશાળ ચોક છે, ત્યાં ભક્તિ પૂજન કર્યા. પહેલાં
દ્રોણગિરિ સિદ્ધક્ષેત્રનું પૂજન કર્યું, ત્યારબાદ સિદ્ધભગવંતો જાણે સાક્ષાત્ સન્મુખ બિરાજતા હોય–એવા ઉત્તમ
ભાવે સિદ્ધભગવંતોનું પૂજન કર્યું. પૂજન બાદ ભક્તિ થઈ–