Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 33

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૧૮૭
જાત્રાનું મંગળ કર્યું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને “ભારત ભૂમિના વાસી જિનને વંદુ વાર હજાર” એ પ્રમાણે આખા
ભારતના તીર્થોને યાદ કરીને ભક્તિ કરાવી હતી...ત્યાર બાદ ઘોઘામાં ચા–નાસ્તો કરીને યાત્રિકો ભાવનગર
પાછા આવ્યા હતા. બીજે દિવસે ભાવનગરથી સોનગઢ તરફ પ્રસ્થાન કર્યું હતું.
તીર્થધામ સોનગઢમાં પૂ. ગુરુદેવનું
આગમન (વૈશાખ સુદ ૧૩)
સોનગઢની ભૂમિ અનેકવિધ શણગારથી આજે શોભતી હતી.....આમ્રવૃક્ષો અતિ પ્રફૂલ્લિત થઈને, જાણે કે
હાથમાં કેરી લઈને ઝૂકીઝૂકીને ગુરુદેવનું સ્વાગત કરતા હતા, સ્વાધ્યાયમંદિરના વૃક્ષો તો જાણે કે શતશત
દીવડાની જ્યોતિવડે ગુરુદેવનું સન્માન કરતા હતા...રસ્તાઓ અનેક સુસજ્જિત મંડપો–કમાનો અને ધ્વજ
તોરણથી શોભતા હતા...ગામેગામના સેંકડો ભક્તો અને સુવર્ણપુરીના અનેક નગરજનો ગુરુદેવના સ્વાગત માટે
ખૂબ જ હોંસપૂર્વક આતુર હતા...બેન્ડવાજાં મંગલનાદ કરીકરીને જાણે કે ‘મંગલવર્દ્ધિનીને બોલાવી રહ્યા હતા......
આ બાજું ‘મંગલવર્દ્ધિની’ મોટર સોનગઢ તરફ ઝડપથી આવી રહી હતી...ગુરુદેવના હૃદયમાં
સીમંધરનાથને ભેટવાની ભાવભીની ઊર્મિઓ જાગતી હતી.....ને દૂરદૂરથી સોનગઢના જિનધામોને નીહાળી રહ્યા
હતા.....થોડીવારમાં ‘મંગલવર્દ્ધિની’ સોનગઢ આવી પહોંચી અને સા...રે...ગ....મ.ના મંગલસૂરવડે જેવી ગુરુદેવ
પધાર્યાની વધામણી આપી કે તરત જ સેંકડો ભક્તજનોએ અતિ ઉમળકાપૂર્વક જયજયકારથી ગુરુદેવનું સ્વાગત
કર્યું.
આવતાંવેત ગુરુદેવ સીમંધરપ્રભુના દરબારમાં પધાર્યા પ્રભુના દર્શન કરતાં જ અંતરમાં ભક્તિનો સ્રોત
વહેવા લાગ્યો.......ને અતિ નમ્રભાવે નમન કરીને થોડીવાર સુધી પ્રભુની મુદ્રા નીહાળી જ રહ્યા....પછી અર્ઘ
ચડાવીને ભગવાનની પૂજા કરી...ને ત્યાંથી સ્વાધ્યાયમંદિરમાં આવીને બિરાજ્યા...ત્યાં ઘણા ભાવપૂર્વક અનેક
તીર્થધામોનું સ્મરણ કરીને શાંતરસઝરતું મંગલપ્રવચન કર્યું. બપોરે પ્રવચનમાં “સમયસાર”ની મંગલ શરૂઆત
થઈ......ત્યારબાદ જિનમંદિરમાં ભક્તિ પ્રસંગે આ મંગલકારી તીર્થયાત્રા મહોત્સવની પૂર્ણતા પ્રસંગનું ખૂબ જ
ભાવવાહી સ્તવન પૂ. બેનશ્રીબેને ગવડાવ્યું......ગુરુદેવની સાથે ને સાથે આવી મહાન તીર્થયાત્રા થઈ તેની અપાર
પ્રસન્નતા સ્તવનના શબ્દે શબ્દમાંથી ઝરતી હતી....સૌ યાત્રિકોના હૃદય ભક્તિ અને હર્ષથી ગદગદ હતા.....ભક્તિ
પછી જિનેન્દ્રભગવંતોના ને સંતોના જયજયકારપૂર્વક આ મંગલયાત્રા સમાપ્ત થઈ....ભારતના અનેક
તીર્થધામોની ગુરુદેવ સાથેની આ મહાન મંગલવર્દ્ધિની યાત્રા ભવ્ય જીવોને મંગલની વૃદ્ધિ કરો.
“પૂ. શ્રી કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘ”નું વર્ણન અહીં સમાપ્ત થાય છે. યાત્રામાં આવેલા
યાત્રિકોને યાત્રાના ઉલ્લાસકારી પ્રસંગો અને તીર્થધામોના સ્મરણમાં ઉપયોગી બને, તેમ જ યાત્રામાં નહિ આવી
શકેલા ભક્તોને પણ તીર્થયાત્રાનો કાંઈક ખ્યાલ આવે તે માટે યાત્રાનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યો છે. આ
તીર્થયાત્રાના મંગલ પ્રસંગ દરમિયાન કોઈપણ પૂજ્ય તીર્થ પ્રત્યે કે તીર્થસ્વરૂપ સંતો પ્રત્યે, પૂ. ગુરુદેવ પ્રત્યે કે પૂ.
બેનશ્રી–બેન પ્રત્યે કોઈ પ્રકારે અવિનયાદિ થઈ ગયા હોય તો અંતઃકરણની ભક્તિપૂર્વક નમ્રભાવે હું ક્ષમા માંગું
છું. યાત્રા દરમિયાન પરિચયમાં આવેલા દેશોદેશના સાધર્મી–ભાઈ–બેનો પ્રત્યે પણ મારાથી જે કાંઈ દોષ થઈ
ગયા હોય તે બદલ વાત્સલ્યપૂર્વક સૌ સાધર્મી ભાઈ–બેનો પ્રત્યે ક્ષમા માંગુ છું.
ભારતના મહાન તીર્થોની આવી ઉલ્લાસભરી મંગલ યાત્રા થઈ તે બદલ પરમપૂજ્ય ગુરુદેવનો
આપણા ઉપર મહાન ઉપકાર છે....સંસારથી તરવા માટેનું સાચું તીર્થ શું છે–તે તેઓશ્રીજ આપણને
સમજાવી રહ્યા છે....આ રીતે સમ્યક્તીર્થની અપૂર્વયાત્રા કરાવીને મુક્તિપુરી સિદ્ધિધામ પ્રત્યે લઈ જનાર
પરમપૂજ્ય જીવનાધાર ગુરુદેવના પુનિત ચરણોમાં પરમ ભક્તિભાવે નમસ્કાર કરું છું.
–બ્ર હરિલાલ જૈન