Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 33

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૨૭ઃ
ભાગ લીધો. કેશુભાઈના પુત્રે સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી. રાત્રે સીમંધરપ્રભુજી સન્મુખ ઉલ્લાસપૂર્ણ ભક્તિ
થઈ હતી; તે વખતે દેહગામની બહેનોએ પણ રાસપૂર્વક મોરલીના ભજન ગાઈને ભક્તિ કરી હતી. અહીં
ઘરચૈત્યમાં સીમંધરપ્રભુના પ્રતિમા બિરાજે છે તથા અહીં જિનમંદિરને માટે મહાવીરપ્રભુના પ્રતિમાજી પ્રતિષ્ઠિત
થઈને હાલ તલોદ જિનમંદિરમાં બિરાજે છે. અહીંના ભક્તોને જિનમંદિર બંધાવવાની ભાવના છે.
કલોલ (વૈશાખ સુદ છઠ્ઠ–સાતમ)
બીજી વૈ. સુદ છઠ્ઠે ગુરુદેવ પધારતાં કલોલના જૈનસમાજે ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. અહીં સુંદર
જિનમંદિર છે, તેના ભોંયરામાં પણ પ્રાચીન પ્રતિમાઓ છે...ઉપરના ભાગમાં હાલમાં શેઠ જીવણલાલ
વખારીઆના વંડામાંથી પ્રગટેલ મુનિસુવ્રત ભગવાન બિરાજે છે. ગુરુદેવના પ્રવચનો ઉપરાંત રાત્રે આત્મસિદ્ધિ
સ્વાધ્યાય તથા બીજે દિવસે જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. અહીંથી બપોરે અમદાવાદ આવ્યા હતા.
અમદાવાદમાં બપોરે ૩ થી ૪ પ્રેમાભાઈ હોલમાં પ્રવચન થયું હતું....ને રાત્રે તત્ત્વચર્ચા વખતે ગુરુદેવે
ભાવપૂર્વક યાત્રાના અનેક તીર્થોનું સ્મરણ કર્યું હતું.....રાત્રે સોનગઢના ઘણાખરા યાત્રિકો અમદાવાદથી સોનગઢ
તરફ ગયા હતા...વૈશાખ સુદ ૯ ની સવારમાં સોનગઢ પહોંચીને સૌ યાત્રિકો આનંદથી ગાતા ગાતા જિનમંદિરે
ગયા હતા...બાકી રહેલા ભક્તો સહિત ગુરુદેવ વૈશાખ સુદ નોમે અમદાવાદથી પોલારપુર પધાર્યા હતા....ત્યાં
બપોરે પ્રવચન હતું. સાંજે ભોજન બાદ ગુરુદેવ શિહોર આવીને રાત રહ્યા.....ને પૂ. બેનશ્રીબેન અદ્ભૂત ભક્તિ
કરતાં કરતાં સોનગઢ પધાર્યા..... સોનગઢ આવતાં જાણે રસ્તાના આંબાઓ પણ પ્રફૂલ્લિત થઈને સ્વાગત કરતા
હતા.
પૂ. બેનશ્રીબેન પધારતાં સોનગઢના બહેનોએ ઉમળકાપૂર્વક પૂષ્પહાર વગેરેથી સ્વાગત કર્યું.... અને
ભક્તોએ યાત્રાના ઉલ્લાસમાં અતિ આભારવશતાથી તેઓશ્રીના ચરણોમાં નમસ્કાર કર્યા...... પછી ભક્તો સાથે
આનંદગીત ગાતાં ગાતાં પૂ. બેનશ્રીબેન વહાલા વિદેહીનાથના દર્શને આવ્યા....દૂર દૂરથી દિવ્યતેજે ઝળહળી રહેલા
સીમંધરનાથને દેખતાં જ ઘડીભર સ્તબ્ધ બનીને તેઓ થંભી ગયા... અતિ ભક્તિ, આશ્ચર્ય અને પ્રમોદથી
ભગવાનને નીહાળી જ રહ્યા....જાણે વિદેહમાં છીએ કે ભરતમાં–એ ઘડીભર ભૂલાઈ ગયું.....પછી ભગવાન
સન્મુખ હૈયાં ખોલીને આનંદથી ભક્તિ કરી, જાણે આખી યાત્રાનો ભેગો થયેલો અપાર હર્ષ અહીં સીમંધરનાથ
પાસે એક સાથે વ્યક્ત કર્યો.
આનંદમંગળ આજ હમારે આનંદમંગળ આજ જી
સીમંધર પ્રભુના દર્શન કરતાં આનંદમંગળ આજ જી
સીમંધરપ્રભુના પરમ પ્રતાપે યાત્રા અપૂર્વ થાયજી
સીમંધરનાથને નયને નીરખતાં આત્મા ઉલ્લસી જાય જી
અનેક તીર્થોની યાત્રા કરીને આજે ઘણા દિવસે સીમંધર પ્રભુના દર્શન કરતાં સૌને હૃદયમાં પ્રમોદ અને
શાંતિ થતી હતી.
ભાવનગર (વૈશાખ સુદ દસમ)
શિહોરથી પ્રસ્થાન કરીને પૂ. ગુરુદેવ ભાવનગર પધારતાં જૈન સમાજે નગરીને શણગારીને ભાવભીનું
ભવ્ય સ્વાગત કર્યું....હજારોની મેદનીએ પ્રેમથી ગુરુદેવનું પ્રવચન સાંભળ્‌યું. ૨૯ વર્ષે ગુરુદેવ ભાવનગર પધારતાં
અહીંના અનેક ભાવભીનાં સ્મરણો ભક્તોને હૃદયમાં જાગતા હતા. બીજે દિવસે રાત્રે ભગવાનજી શેઠના બંગલે
ભગવાનને પધરાવીને ભક્તિ થઈ હતી. જિનમંદિરમાં ખડ્ગાસને ચંદ્રપ્રભુ ભગવાન વગેરેના દર્શનથી ભક્તોને
આનંદ થયો હતો. ત્રીજે દિવસે (વૈશાખ સુદ ૧૨ ના રોજ) સવારમાં ૩૦૦ ઉપરાંત ભક્તો સાથે ગુરુદેવ ઘોઘાના
જિનમંદિરના દર્શને પધાર્યા. ઘોઘા પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું વૈભવવંતું બંદર હતું; હાલ ત્યાં બે પ્રાચીન દિ.
જિનમંદિરો અનેક પ્રાચીન જિનબિંબો સહિત બિરાજે છે. તેમાં મૂળનાયક આદિનાથ પ્રભુની પ્રતિમા ઘણી પ્રાચીન
છે; તેમજ સ્ફટિકની પણ પ્રાચીન મૂર્તિઓ છે.
દર્શન બાદ ચોકમાં પાર્શ્વપ્રભુને બિરાજમાન કરીને સમૂહપૂજન થયું હતું....અને પછી ભક્તિ થઈ હતી.
પ્રથમ ગુરુદેવે ઉપશમ ભાવપૂર્વક ઉપશમરસઝરતા પાર્શ્વપ્રભુનું સ્તવન ગવડાવ્યું હતું.... સ્તવન ગવડાવતાં
ગુરુદેવ કહ્યું કે અનેક તીર્થોની જાત્રા થઈ....આજે મંગળવારે