Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 33

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૧૮૭
મંદિરમાં ભક્તિ થઈ. રળિયામણા જિનમંદિરમાં આદિનાથપ્રભુ તેમજ બાજુમા સુંદર ગંધકુટી ઉપર પાર્શ્વનાથ પ્રભુ
શોભે છે. અહીંથી યાત્રાસંઘની બસમાં બેસીને યાત્રિકોએ ફત્તેપુર તરફ પ્રસ્થાન કર્યું.
દક્ષિણ દેશના બાહુબલી ભગવાન વગેરે તીર્થધામોની યાત્રાએ નીકળેલ “પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન
તીર્થયાત્રા સંઘ” અનેકાનેક તીર્થધામોની આનંદભરી યાત્રા કરીને હવે ઘર ભણી પાછો વળી રહ્યો છે.....યાત્રા
સંઘમાં ૪ બસો છે. મોટરબસોમાં યાત્રાસંઘનો આજે છેલ્લો પ્રવાસ છે. આ પ્રવાસ પછી હવે યાત્રિકો એક
બીજાથી છૂટા પડશે–એ વિચારે સૌનું ચિત્ત ભાવભીનું થઈ રહ્યું છે. કોઈ યાત્રિકો જાત્રાના પ્રસંગોને યાદ કરી
રહ્યા છે, તો કોઈ ગદ્ગદભાવે એકબીજા પાસે ક્ષમાયાચના કરતા થકા વિદાય લઈ રહ્યા છે. સૌના હૃદયમાં
જાત્રાના અનેક મીઠા સંભારણા ભર્યા છે. સાંજે ૬ાા વાગતાં બસો ફતેપુર પહોંચી ગઈ ને યાત્રાસંઘનો પ્રવાસ
અહીં પૂરો થતાં દિલ્હીથી આવેલી બસો ખાલી થઈને દિલ્હી તરફ પાછી ફરી....યાત્રિકોને છોડીને ખાલી બસ
લઈને પાછા જતાં ડ્રાઈવરો અને કંડકટરો વગેરે પણ ગદગદ થઈ ગયા હતા.......જતાં જતાં વચ્ચે સોનાસણ
મુકામે તેઓ ગુરુદેવના દર્શન કરવા ઊતર્યા હતા, અને યાત્રાસંઘ તરફથી તેઓને ઈનામ આપવામાં આવ્યું હતું...
ફતેહપુરથી કેટલાક યાત્રિકો રાત્રે સોનાસણ ભક્તિમાં ગયા હતા....અને ભક્તિ કરીને પાછા ફતેપુર પહોંચી ગયા
હતા ગુરુદેવ વૈશાખ સુદ એકમે રામપુરા થઈને ફત્તેપુર પધાર્યા, ત્યારે ગુજરાત–સૌરાષ્ટ્રની જનતાઓ ભવ્ય
સ્વાગત કર્યું.
ફત્તેપુર (વૈશાખ સુદ એકમ તથા બીજ)
ગુરુદેવનો ૭૦મો જન્મોત્સવ અહીં ઊજવાતો હોવાથી ફત્તેપુર અને ગુજરાતના જૈન સમાજને ઘણો
ઉત્સાહ હતો. જ્યાં જૈનોના ૪૦ ઘર અને આખા ગામના ફકત ૨૦૦ ઘર છે એવા આ ગામડામાં ૨૦૦૦ જેટલા
માણસોને રહેવા–જમવાની, નાવા–ધોવાની તેમજ પ્રવચન વગેરેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી....માત્ર
ફત્તેપુરના જ નહિ પણ ગુજરાતના અનેક ગામોના ભાઈઓએ આનંદથી સહકારપૂર્વક ભાગ લઈને ગુરુદેવનો
જન્મોત્સવ શોભાવ્યો હતો....(ફત્તેપુર કાર્યક્રમના તથા ગુરુદેવના ૭૦મા જન્મોત્સવના સમાચારો આ અંકમાં
અન્યત્ર આપવામાં આવ્યા છે.)
ગુરુદેવ સાથે અનેક તીર્થધામોની ભાવભીની જાત્રા બાદ ગુરુદેવનો ૭૦મો જન્મોત્સવ આનંદપૂર્વક
ઊજવીને હવે ઘણાખરા યાત્રિકો પોતપોતાના ગામ જવા માટે ઝંખી રહ્યા હતા, તેથી ઘણાખરા યાત્રિકો અહીંથી
પોતપોતાને વતન પાછા ફર્યા......હવે ગુરુદેવ સાથે ગુજરાતના પ્રવાસમાં ખાસ કરીને સોનગઢનું ભક્તમંડળ હતું
ફત્તેપુરમાં આનંદથી ઉત્સવ ઊજવીને ભક્તજનો મધરાતે તલોદ પહોચ્યાં.
તલોદ (વૈશાખ સુદ ૩ તથા ૪ તા. ૧૦–૧૧)
સવારમાં ગુરુદેવ પધારતાં સુંદર સ્વાગત થયું......અહીંનું નૂતન જિનમંદિર સુશોભિત અને ભવ્ય
છે...સવા લાખના ખર્ચે બંધાયેલું ત્રણ માળનું આ રળિયામણું જિનમંદિર ગુજરાતના સાબરકાંઠામાં ખાસ પ્રસિદ્ધ
છે. જિનમંદિરમાં વેદી વગેરેની કેટલીક રચના સોનગઢના જિનમંદિરને મળતી છે. મૂળનાયક આદિનાથ ભગવાન
છે, ઉપરના માળે મહાવીરપ્રભુના સુંદર પ્રતિમા ખડ્ગાસને બિરાજે છે, નીચેના ભોંયરામાં ત્યાગીઓને રહેવાનું
શાંત સ્થાન છે. પ્રવચન માટે ખાસ મંડપ હતો, ગુરુદેવે પ્રવચનમાં ‘
नमः समयसाराय’ નો ભાવાર્થ સમજાવ્યો
હતો. બંને દિવસે રાત્રે જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. બીજે દિવસે જિનમંદિરમાં સમૂહપૂજા થઈ હતી. પ્રવચન
પછી અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. અહીંથી વચ્ચે ઉજળિયામાં જિનમંદિરના દર્શન કરીને ગુરુદેવ
રખિયાલ પધાર્યા હતા.
રખિયાલ (વૈશાખ સુદ પ)
સ્વાગત બાદ નિયમસારના આઠમા કળશ ઉપર ગુરુદેવે મંગલપ્રવચન કર્યું. અહીં સ્ટેશન પાસે ઘર–
ચૈત્યાલયમાં આદિનાથપ્રભુ બિરાજે છે. ગામમાં બીજું એક જિનાલય છે. બપોરે પ્રવચન તથા રાત્રે જિનેન્દ્રભક્તિ
પછી યાત્રિકો દેહગામ પહોંચ્યા હતા.
દેહગામ (વૈશાખ સુદ છઠ્ઠ)
ગુરુદેવ પધારતાં જૈનસમાજે ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું. સ્વાગતમાં અને પ્રવચનમાં મોટી સંખ્યામાં
માણસોએ