વૈશાખઃ ૨૪૮પઃ ૨પઃ
લગભગ બપોરે ત્રણ વાગે ગુજરાતની ધરતીમાં પ્રવેશ કર્યો.....મહારાષ્ટ્ર અને કન્નડ, તામીલ અને વિદર્ભ,
બુંદેલખંડ અને મધ્યભારત વગેરેનો યાત્રા પ્રવાસ કરીકરીને ત્રણ મહિના બાદ ગુજરાતની ભૂમિ, ગુજરાતની
હવા, ગુજરાતનાં પાણી ને ગુજરાતી ભાષા દેખતાં, માતૃભૂમિને ભેટવા તલસી રહેલા યાત્રિકોના હૈયા હર્ષની
લાગણી અનુભવી રહ્યા. સાંજે ઈડર પહોંચ્યા.
ઈડર
ઈડર પ્રાચીનકાળમાં વૈભવવંતુ શહેર હતું. ‘ઈડરીઓ ગઢ’ કહેવતમાં પ્રસિદ્ધ છે. અહીં ગામમાં ત્રણ
પ્રાચીન અને વિશાળ જિનમંદિરો છે. ગામની ચારે કોર રમણીય–પર્વતો અને વચ્ચે તળાવ છે. એક પહાડી
(ગઢ) ઉપર વિશાળ દિગંબર જિનમંદિર છે, તેમાં મૂળનાયક આદિનાથપ્રભુ (કેસરીઆજી જેવી કારીગરીવાળા)
બિરાજે છે; મંદિરમાં બીજા પણ અનેક ભગવંતો છે. આરસના એક વિશાળ શિલાપટ ઉપર ૧૭૦ વિદેહીતીર્થંકરો
કોતરેલા છે. બીજો એક પહાડ જે ‘ઘંટીઆ પહાડ’ તરીકે ઓળખાય છે તેના ઉપર શ્રીમદ્રાજચંદ્રજીએ જેને
‘સિદ્ધિશિલા’ તરીકે ઓળખાવેલ તે સ્થાન છે; આ પર્વત ઉપર શ્રીમદ્રાજચંદ્રજી ધ્યાનાદિ કરતા અને અહીં
તેમણે વિશિષ્ટ પ્રમોદ વ્યક્ત કરેલો. આ ઉપરાંત અહીં સ્ટેશન પાસે ટેકરા ઉપર દિગંબર મુનિઓ વગેરેની
સ્મૃતિમાં બંધાયેલી જુની છતરીઓ છે. ઈડરમાં ચૈત્ર વદ ૧૩ના રોજ રાત્રે શાંતિનાથ–જિનાલયમાં તત્ત્વચર્ચા
હતી. બીજે દિવસે સવારમાં પર્વત ઉપરના દિ. જિનમંદિરમાં દર્શન–પૂજન તથા ભક્તિ કર્યા......પર્વત ઉપર ચડતાં
ચડતાં પૂ. બેનશ્રીબેન પ્રમોદપૂર્વક ભક્તિ કરાવતા હતા. પૂજા–ભક્તિ બાદ પર્વત ઉપર સંઘે ભાતું ખાધું....
શ્રીમદ્રાજચંદ્રજી અહીં વિચરેલા...તેનું સ્મરણ કરતાં કરતાં ભક્તો નીચે ઉતર્યા. યાત્રા બાદ ગામના એક મંદિરની
સ્વાધ્યાય શાળામાં શ્રીમદ્રાજચંદ્રજીવાળું ‘દ્રવ્યસંગ્રહ’ જોયું બપોરના પ્રવચન બાદ સૌ ‘ઘંટીયા પહાડ’ ઉપર
ગયા હતા. આ પર્વતની આસપાસમાં વાઘ રહે છે. પર્વત ઉપર જતાં વચ્ચે આંબાનું ઝાડ વગેરે આવે છે. પર્વત
ઉપર જઈને શ્રીમદ્રાજચંદ્રજીના સ્થાનોનું પૂ. ગુરુદેવે અને ભક્તોએ ભાવપૂર્વક અવલોકન કર્યું. અહીં શેઠ
ભોગીભાઈએ ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ બતાવ્યો હતો. અને યાત્રિકોને પર્વત ઉપર જમાડયા હતા.
ભોજનાદિ બાદ યાત્રિકો નીચે ઊતરી ગયા હતા..... પૂ. ગુરુદેવ અને કેટલાક ભક્તો રાતે ઉપર રહ્યા હતા...ત્યાં
ખુલ્લા ચોકમાં સ્ફ્ટિકના મહાવીરપ્રભુજી સન્મુખ ભક્તિ થઈ હતી. તે વખતે મહાવીરપ્રભુનું સ્તવન અને
સમ્યગ્દ્રષ્ટિ મહિમા સંબંધી સ્તવન ગવડાવ્યા બાદ પૂ. બેનશ્રીબેને નીચેનું કાવ્ય જાણે કે ચૈતન્યનો આનંદરસ
ઝરતો હોય એવા ઉત્તમ ભાવે ગવડાવ્યું હતું’
ધન્ય રે દિવસ આ અહો....
જાગી રે શાંતિ અપૂર્વ
દસ વરસે રે ધારા ઉલ્લસી
મિટયો ઉદય–કર્મનો ગર્વ રે. ધન્ય રે.....
ઓગણીસસેં ને એકતાલીસે
આવ્યો અપૂર્વ અનુસાર....
ઓગણીસસેં ને બેંતાલીસે
અદ્ભૂત વૈરાગ્ય ધાર રે.....ધન્ય રે......
ઓગણીસસે ને સુડતાલીસે
સમકિત શુદ્ધ પ્રકાશ્યું......
શ્રુત અનુભવ વધતી દશા
નિજ સ્વરૂપ અવભાસ્યું રે......ધન્ય રે....
‘ધન્ય દિવસ’ નું એ અપૂર્વ ભાવવાહી કાવ્ય પૂ. બેનશ્રીબેનના શ્રીમુખથી સાંભળવાનો ધન્ય દિવસ પ્રાપ્ત
થતાં ભક્તોને ઘણો આનંદ થયો હતો ને આ અવસરથી તેઓ પોતાને પણ ધન્ય માનતા હતા. અહીં પર્વત
વગેરેના અવલોકન વખતે ગુરુદેવ શ્રીમદ્રાજચંદ્રજીના અંતરંગ ઊંડા ભાવોની સમજણ આપતા હતા, તેથી
ભક્તોને વિશેષ આનંદ થતો હતો. ચૈત્ર વદ અમાસની સવારમાં સ્ટેશન પાસેની છતરીઓનું અવલોકન કરીને
સંઘે ઈડરથી સોનાસણ તરફ પ્રસ્થાન કર્યું. ઈડરમાં સંઘના ભોજનાદિની વ્યવસ્થા અમદાવાદના ભાઈઓ તરફથી
કરવામાં આવી હતી.
સોનાસણ
ચૈત્ર વદ અમાસે પૂ. ગુરુદેવ પધારતાં સોનાસણના સમાજે તેમજ આસપાસના અનેક ગામોના ગુજરાતી
ભાઈઓએ ગુરુદેવનું ભાવપૂર્વક સ્વાગત કર્યું...બપોરે પ્રવચન બાદ અભિનંદનપત્ર સમર્પણ અને રાત્રે જિન–