સવારે ૮ાા વાગે ગુરુદેવ ચિત્તોડ પધાર્યા ને સીધા કિલ્લો જોવા માટે ગયા.....યાત્રિકો પણ કિલ્લો જોવા
જિનાલયમાં મલ્લિનાથ પ્રભુના દર્શન થાય છે. આ ઐતિહાસિક કિલ્લા ઉપર ૧૨૨ ફૂટ ઊંચો જયસ્તંભ છે. તથા
૭ મંજિલવાળો ૮૦ ફૂટ ઊંચો જૈન કીર્તિસ્તંભ (–માનસ્તંભ) છે. એક દિગંબર જિનમંદિરની સન્મુખ આ
માનસ્તંભ છે, માનસ્તંભ ઘણો સુંદર કળામય છે; ચારેબાજુ આદિનાથપ્રભુના પાંચ ફૂટ ઊંચા ખડ્ગાસન પ્રતિમા
માનસ્તંભમાં જ કોતરેલા છે...અંદરના ભાગમાં સીડી છે, તેનાથી ઠેઠ માનસ્તંભ ઉપર જવાય છે....ત્યાં ચારે
બાજુ કળામય કમાનોમાં પાંચ પાંચ જિનબિંબો કોતરેલા છે, ને ૧૦–૧પ માણસો બેસી શકે એવી મંડપ જેવી
વિશાળ જગ્યા છે. માનસ્તંભ ઉપર સંસારથી અલિપ્ત શાંત વાતાવરણમાં બેસીને સિદ્ધોના ગુણ વગેરેનું સ્મરણ
કરતાં મુમુક્ષુ હૃદય આહ્લાદિત થાય છે. માનસ્તંભની બાજુના મંદિરનો જિર્ણોદ્ધાર થઈ ગયો છે ને તેમાં
મલ્લિનાથપ્રભુની પ્રતિષ્ઠા થવાની છે. તોપખાના પાસેના એક વૃક્ષ નીચે પ્રાચીન અવશેષોમાં ઘણા દિ.
જિનપ્રતિમાઓ છે. કિલ્લાના ગઢમાં પણ ક્યાંય ક્યાંય જિનપ્રતિમા નજરે પડે છે.
જાહોજલાલી અને કીર્તિની પ્રસિદ્ધિ કરી રહ્યા છે. આ ઉપરાંત કિલ્લા ઉપર બીજા કેટલાક જોવાલાયક સ્થળો છે.
સાત સાત ગઢવાળો પ્રાચીન કિલ્લો જોતી વખતે તેના બંધાવનારની હાલતનું સ્મરણ થતાં, જાણે કિલ્લો પોતે જ
કરુણસ્વરે પોકારી પોકારીને કહેતો હોય કે આટલો મજબૂત કિલ્લો બંધાવનારા ને તેમાં રહેનારા પણ મૃત્યુથી
પોતાની રક્ષા ન કરી શકયા; જગતમાં એક જૈનધર્મ જ રક્ષક છે.–એમ કિલ્લા ઉપર ઊભેલો જૈનધર્મનો સ્તંભ
પ્રસિદ્ધ કરી રહ્યો છે. ચિત્તોડ ગામમાં એક નાનું જિનાલય છે, ત્યાં દર્શન–પૂજન કર્યા હતા. ભોજન અને પ્રવચન
બાદ ચિત્તોડથી પ્રસ્થાન કરીને યાત્રિકો ઉદયપુર પહોંચ્યા.
સવારમાં પૂ. ગુરુદેવ ઉદયપુર પધાર્યા ને ત્રણેક હજાર માણસોએ ઉત્સાહથી ભવ્ય સ્વાગત કર્યું...સ્વાગત
ચૌધરીએ સ્વાગતપ્રવચન કર્યું. આસપાસના ગામોથી સેંકડો માણસો ગુરુદેવનો લાભ લેવા આવ્યા હતા, અહીં ૯
જેટલા જિનમંદિરો છે. ઉદયપુર પ્રાકૃતિક સૌંંદર્યવાળું શહેર છે, ત્યાં અનેક જોવાલાયક સ્થળો છે. સરોવર વચ્ચેનો
મહેલ નૌકામાં બેસીને જોવા જવાય છે. એક સરોવરનું નામ ‘સ્વરૂપ સાગર’ છે. મ્યુઝીયમમાં અનેક પ્રાચીન
જિનબિંબો છે. રાત્રે ઉદાસીન આશ્રમના જિનાલયમાં ભક્તિનો કાર્યક્રમ હતો; પૂ. બેનશ્રીબેને ભક્તિ ગવડાવ્યા
બાદ, એક બાલિકાએ નૃત્યભજન સહિત જિનેન્દ્રદર્શન કરીને સિદ્ધપદની ભાવનાનું દ્રશ્ય (ચલો મન...અપને
દેશ...) બતાવ્યું હતું. બીજે દિવસે સવારમાં જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું. બપોેરે પ્રવચન બાદ અભિનંદનપત્ર
અપાયું હતું અને રાત્રે મુંબઈના પ્રતિષ્ઠામહોત્સવની ફિલ્મનું પ્રદર્શન થયું હતું. ગુરુદેવના અને સંઘના સ્વાગત
સન્માનમાં ઉદયપુરના સમાજે ઘણો ઉલ્લાસ અને વાત્સલ્ય બતાવ્યું હતું. બે દિવસનો કાર્યક્રમ પૂરો થતાં ચૈત્ર વદ
૧૩ની સવારમાં ઉદયપુરથી પ્રસ્થાન કરીને ગુરુદેવ સંઘસહિત કેસરીઆજી પધાર્યા હતા.
ગુરુદેવ પધારતાં સ્વાગત થયું; વચ્ચે બે જિનાલયોના દર્શન બાદ કેસરીઆજી–મંદિરમાં આવ્યા. ગામનું
એક વિશાળ પ્રાચીન કારીગરીવાળું મંદિર છે, તેમાં આદિનાથપ્રભુના પ્રતિમા બિરાજે છે, શ્વેતાંબરભાઈઓ પણ
આ પ્રતિમાને પૂજતા હોવાથી લગભગ આખો દિવસ કેસર આચ્છાદિત રહે છે. પાછળના ભાગમાં આદિનાથ
પ્રભુની એક બીજી પ્રતિમા છે, ત્યાં સમૂહપૂજન થયું હતું. આ ઉપરાંત ફરતી દેરીઓમાં પણ અનેક જિનબિંબો
બિરાજે છે. અહીં દર્શન પૂજન બાદ ભોજન કરીએ સંઘે ઈડર તરફ પ્રસ્થાન કર્યું.