Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 33

background image
સુવર્ણપુરી સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સંઘસહિત અનેક
તીર્થધામોની યાત્રા કરીને વૈશાખ શુદ તેરસના
રોજ સોનગઢ પધારતાં ભવ્ય સ્વાગત
થયું...સ્વાગત પછી સીમંધર પ્રભુના દર્શન બાદ
મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કેઃ ચૈતન્યના
ચતુષ્ટય પ્રગટે તે અપૂર્વ મંગલ સુપ્રભાત છે.
આ આત્મામાં શક્તિરૂપે સ્વભાવચતુષ્ટય પડયા
છે, તેની અંતર્મુખ પ્રતીત અને રમણતા કરતાં
પૂર્ણાનંદ દશા પ્રાપ્ત થાય...ને કેવળજ્ઞાન–
કેવળદર્શન–અનંતસુખ ને અનંતવીર્ય એવા
છે.
એ પ્રમાણે મંગલ બાદ ગુરુદેવે
ભાવપૂર્વક અનેક તીર્થધામોને યાદ કર્યાં
હતા....ઘણા ઘણા નવા નવા તીર્થધામો
જોયા....એમ કહીને કુંદાદ્રિ, પોન્નુર, પપૌરાજી,
આહારજી, કુંથલગિરિ, નૈનાગિરિ, દ્રૌણગીરી,
મુક્તાગીરી, કુંડલગીરી, ચાંદખેડી ખજરાહ
વગેરે અનેક તીર્થધામોનું ગુરુદેવે પ્રમોદથી
સ્મરણ કર્યું હતું. હજારોની સંખ્યામાં પ્રતિમાઓ
જોયા તેનું સ્મરણ કરીને કહ્યું કે એ તો
જિનેન્દ્રનો દરબાર હતો.
પ્રવચનમાં સવારે નિયમસાર અને બપોરે
સમયસારની શરૂઆત કરેલ છે. આ ઉપરાંત
હંમેશાં જિનેન્દ્રભક્તિ અને તત્ત્વચર્ચા વગેરે
કાર્યક્રમો પૂર્વવત્ નિયમિત ચાલુ છે. શ્રી દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની ઓફિસનું તેમ જ જૈન
અતિથિ સેવાસમિતિનું કામકાજ પણ પૂર્વવત્ ચાલુ
થઈ ગયું છે.
આપ આત્મધર્મના ગ્રાહક છો?
જો આપ ગ્રાહક ન હો તો જરૂર આજે જ
ગ્રાહક બનો....વાર્ષિક લવાજમ ચાર રૂા. છે.
લખોઃ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ
(સૌરાષ્ટ્ર)